રાજુલા-જાફરાબાદ બોર્ડર નજીક એક અઠવાડિયામા 2 સિંહના મોત મામલે વનવિભાગ થયું સતર્ક

રાજુલા જાફરાબાદ બોર્ડર નજીક એક અઠવાડિયામાં 2 સિંહના મોત મામલે વનવિભાગ સતર્ક થયું છે. રાજુલા - જાફરાબાદ બંને રેન્જ વિસ્તારમા સિંહોના હેલ્થની ચકાચણી કરવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયા છે. 

રાજુલા-જાફરાબાદ બોર્ડર નજીક એક અઠવાડિયામા 2 સિંહના મોત મામલે વનવિભાગ થયું સતર્ક

કેતન બગડા, અમરેલી: રાજુલા જાફરાબાદ બોર્ડર નજીક એક અઠવાડિયામાં 2 સિંહના મોત મામલે વનવિભાગ સતર્ક થયું છે. રાજુલા - જાફરાબાદ બંને રેન્જ વિસ્તારમા સિંહોના હેલ્થની ચકાચણી કરવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયા છે. 

વનવિભાગ દ્વારા 4 સિંહોના રેસ્ક્યુ કરી જુનાગઢ સકકરબાગ ઝુ ખાતે લઇ જવાયા. એશિયાટિક સિંહો પર ભેદી રોગચાળાનું સંકટ આવે તે પહેલા જ વનવિભાગ અલર્ટ થઈ ગયું છે. 

અત્રે જણાવવાનું કે એશિયાઈ સિંહ આખા વિશ્વમાં માત્ર ગુજરાતના સૌરાષ્ટ્રના ગીર અભ્યારણ્યમાં જ જોવા મળે છે. ત્યારે તેની સાચવણી વધુ મહત્વની બની જાય છે. ભેદી રોગચાળાનું કોઈ સંકટ ન આવે તેને લઈને હવે પ્રશાસન દોડતું થયું છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news