ભયાનક ઘટના: વરરાજા બગી પર નાચી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ સાથે બગી બની ગઇ આગનો ગોળો
જિલ્લાના શહેરાના હોળી ચકલા વિસ્તારમાં બગીમાં ફીટ કરેલા ફટાકડા ફુટી રહ્યા હતા ત્યારે અચાનક આગ લાગી ગઇ હતી. ફટાકડો બહારની તરફ ફૂટવાના બદલે અંદર જ બ્લાસ્ટ થતા સમગ્ર ઘટના ઘટી હતી. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી. આ અંગે બગીના માલિકે જણાવ્યા અનુસાર સાંજે 7 વાગ્યે સહેરામાં વરઘોડો નિકળ્યો હતો. ફટાકડા ફોડતા સમયે આ દુર્ઘટના થઇ હતી. બગીમાં પણ આગ લાગી ગઇ હતી. આ બગીમાં વરરાજા પણ બેઠેલા હતા. જો કે હાજર લોકોએ ત્વરાથી વરરાજાને બહાર કાઢી લીધા હતા. જેના પગલે મોટી દુર્ઘટના ટળી હતી.
પંચમહાલ : જિલ્લાના શહેરાના હોળી ચકલા વિસ્તારમાં બગીમાં ફીટ કરેલા ફટાકડા ફુટી રહ્યા હતા ત્યારે અચાનક આગ લાગી ગઇ હતી. ફટાકડો બહારની તરફ ફૂટવાના બદલે અંદર જ બ્લાસ્ટ થતા સમગ્ર ઘટના ઘટી હતી. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી. આ અંગે બગીના માલિકે જણાવ્યા અનુસાર સાંજે 7 વાગ્યે સહેરામાં વરઘોડો નિકળ્યો હતો. ફટાકડા ફોડતા સમયે આ દુર્ઘટના થઇ હતી. બગીમાં પણ આગ લાગી ગઇ હતી. આ બગીમાં વરરાજા પણ બેઠેલા હતા. જો કે હાજર લોકોએ ત્વરાથી વરરાજાને બહાર કાઢી લીધા હતા. જેના પગલે મોટી દુર્ઘટના ટળી હતી.
આ વ્યક્તિ છે ભગવાન, સેંકડો લોકોને કરોડપતિ બનાવ્યા, કરોડપતિ હતા તેને રોડપર લાવવાની હતી તૈયારી પણ...
વરઘોડો હોવાના કારણે બગીની આસપાસ પણ મોટા પ્રમાણમાં લોકો હોવાનું જોઇ શકાય છે. જો કે બગી ચાલકો દ્વારા વરરાજા ઉતરી જતા તત્કાલ બગીને આગળ લઇ જવાતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાને પગલે ત્યાં થોડા સમય માટે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. આ આગની ઘટનામાં એક યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો. ઉપરાંત વરરાજાને પણ સામાન્ય ઇજા પહોંચી હતી. બગી સાથે રહેલા જનરેટરના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ફટાકડાનો તણખો જનરેટર પર પડતા ડિઝલ હોવાનાં કારણે ભડકો થયો હતો.
વડોદરા બની રહ્યું ઓસ્ટ્રિયા? ક્રિશ્ચિયન મિશનરીઓ દ્વારા ભોળી આદિવાસી તરૂણીઓ પાસે કરાવે છે....
જો કે આ સમગ્ર ઘટના લાલબત્તી સમાન છે. જે પ્રકારે બગીમાં દેખાવ કરવા માટે આગના ફુવારા થાય તે પ્રકારના ફટાકડા લગાવવામાં આવે છે તે ખુબ જ જોખમી સાબિત થઇ શકે છે. આવી સામાન્ય ભુલ ઘણી વખત મોત પણ નોતરી શકે છે. ઉચ્ચ ગુણવત્તાની ફુલઝડી લગાવાય છે પરંતુ બગીમાં લાઇટો માટે જનરેટર હોય છે. જે ડિઝલથી ચાલતું હોય છે. તેવામાં તણખા ડીઝલ પર પડે તો મોટી દુર્ઘટના થઇ શકે છે. જો કે ઘટના અંગે માહિતી મળતા ફાયર વિભાગ તત્કાલ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube