70 હજારમાં વેચવામાં આવેલી કિશોરી અમદાવાદથી મળી, છ મહિના સુધી આચર્યું દુષ્કર્મ
ગુજરાતમાં હ્યુમન ટ્રાફિકિંગના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરતના સચિનમાંથી છ વર્ષ પહેલાં ગુમ થયેલી કિશોરી અમદાવાદથી મળી આવી છે. કિશોરીને અમદાવાદના હરીશ નામના વ્યક્તિએ 70 હજારમાં ખરીદી હતી. કિશોરીને નરોડામાં ગોંધી રાખી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
ચેતન પટેલ, સુરત: ગુજરાતમાં હ્યુમન ટ્રાફિકિંગના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરતના સચિનમાંથી છ વર્ષ પહેલાં ગુમ થયેલી કિશોરી અમદાવાદથી મળી આવી છે. કિશોરીને અમદાવાદના હરીશ નામના વ્યક્તિએ 70 હજારમાં ખરીદી હતી. કિશોરીને નરોડામાં ગોંધી રાખી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાતમીના આધારે સચિન પોલીસે હરીશના ઘરે જઇ કિશોરીને છોડાવી હતી અને હરીશને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. માનવ તસ્કરીની શક્યતાના પગલે કિશોરીનું અપહરણ કરી વેચનાર મહિલા અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદના સેજપુર બોધા વિસ્તારમાં હરીશ સોલંકીએ બાળકી ખરીદી હતી. હરિશે કલોલની એક મહિલા પાસેથી બાળકીને ખરીદ હતી. સુરતના સચિનમાં થોડા સમય પહેલા બાળકી ગુમ થઇ હતી. રાજ્યમાં બાળકોને ખરીદ વેચાણનું નેટવર્ક કાર્યરત હોવાનું ખુલ્યું છે. સુરત પોલીસે આરોપીને ઝડપી વધારે પુછપરછ હાથ ધરી છે.
સચિન વિસ્તારમાં આવેલા જલારામનગરમાંથી 15 વર્ષની કિશોરી ગુમ થયાની ફરિયાદ કિશોરીના માતા-પિતાએ સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેના પગલે સુરત પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, કિશોરી અમદાવાદના સૈજપુર-બોધા વિસ્તારમાં રહેતા હરીશ ઇશ્વર સોલંકીના ઘરે છે. પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરતા કિશોરી ત્યાંથી મળી આવી હતી.
મળતી માહિતી અનુસાર 6 મહિના અગાઉ કિશોરી સચિનમાં ડ્રેસ સિવડાવવામાં ગઈ હતી. જ્યાં એક મહિલા તેના સંપર્કમાં આવી હતી. મહિલાએ કિશોરીને કહ્યું હતું કે મારી સાથે ચાલ હું તને દીકરીની જેમ રાખીશ, આમ કહીં કંઈક સુધાડી દેતા તે બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ અમદાવાદમાં મહિલાના ઘરે ભાનમાં આવી હતી. જ્યાં 5 દિવસ એ મહિલાએ રાખી હતી. ત્યારબાદ એ મહિલાએ 70 હજાર લઈ મને હરીશ સાથે મોકલી આપી હતી. જ્યાં 6 મહિના હરીશના ઘરે રહી હતી. હરીશ સોલંકીએ 6 મહિનામાં 3-4વાર કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 2018 પ્રમાણે છેલ્લા બે વર્ષમાં 4800 બાળકો ગુમ થયા હતા. જેમાંથી હજુ પણ 1150 બાળકો ગુમ છે. કેન્દ્ર સરકારની NCRBના - રાષ્ટ્રીય ગુના નોંધણી બ્યુરોએ જાહેર કર્યું છે કે, મોટા શહેરોમાં વધુ બાળકો ગુમ થયા છે, જેમાં 2156 બાળકો ગુમ હતા. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 1241 બાળકો ગુમ થયા હતા જેમાંથી 310 લાપત્તા છે. જ્યારે વડોદરામાં 322 બાળકો ગુમ થયા હતા જેમાંથી 45 લાપતા છે. રાજકોટમાં 223 ગુમ થયા હતા જેમાથી 45 લાપતા છે. ગાંધીનગરમાં 223 ગુમ થયા હતા જેમાંથી 47 લાપતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube