અપહરણ

અમદાવાદમાં અપહરણ થયેલી બાળકી મળી, 7 વર્ષથી નિસંતાન મહિલાએ કર્યું બાળકી ચોરવાનું પાપ

અમદાવાદ (Ahmedabad) ની સોલા સિવિલ હોસ્પિટલમાંથી બાળકી ગુમ થવાનો મામલામાં આખરે બાળકી મળી આવી છે. અપહરણ (kidnapping) કરનાર મહિલા ખુદ બાળકી સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી. મહિલાને સંતાન સુખ ન હોવાથી આ પગલુ ભર્યુ હતું. સાત દિવસની શોધખોળ બાદ બાળકી હેમખેમ મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. સાથે જ પરિવારને બાળકી સાથે મિલન કરાવ્યુ હતું. 

Sep 9, 2021, 03:40 PM IST

અમદાવાદ : નવજાત બાળકીનું સિવિલ હોસ્પિટલમાંથી અપહરણ, માતાનો ખોળો એક જ દિવસમાં સૂનો પડ્યો

અમદાવાદ (Ahmedabad) ના સોલા સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકીનું અપહરણ કરાયું છે. સરસ્વતી પાસી નામની મહિલાએ ગઈકાલે એક બાળકીને જન્મ આપ્યો હતો. સોલા સિવિલના ત્રીજા માળે આવેલ pnc વોર્ડ માંથી બાળકીનું અપહરણ (kidnapping) થયુ છે. સોલા પોલીસે અજાણ્યા શસ્ખો સામે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. 

Sep 2, 2021, 10:07 AM IST

કિશોરીનું કારસ્તાન : પરીક્ષા ન આપવા પોતાના જ અપહરણનું નાટક રચીને પોલીસને દોડતી કરી 

ટીનેજર્સ વય એવી હોય છે જેમાં સંતાનો પર ચાંપતી નજર રાખવી બહુ જ જરૂરી છે. આ ઉંમરમાં સંતાનો ક્યારેક માતાપિતાના જાણ બહાર દેખાદેખીમાં એવા કાંડ કરે છે જે પાછળથી ભારે પડતા હોય છે. ત્યારે સુરત (Surat) માં 14 વર્ષીય કિશોરીનું કારસ્તાન જાણીને તેના માતાપિતા તો શું, પણ પોલીસના પગ તળેથી પણ જમીન સરકી ગઈ હતી. અંગ્રેજીની પરીક્ષા ન આપવા માટે કિશોરીએ પોતાના અપહરણનું નાટક કર્યું હતું. પોતાના અપહરણ (kidnapping) નો વીડિયો મોકલીને તેણે સુરત પોલીસને દોડતી કરી હતી. 

Sep 1, 2021, 12:26 PM IST

મંદિરના પૂજારીએ ભક્તની દીકરી સાથે કરી પ્રેમલીલા, પરિવાર તાબે ન થતાં યુવતીનું અપહરણ

મેઘરજમાં સમાજ માટે શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ભગવાવેશધારી સંસારનો ત્યાગ કરેલો વ્યક્તિ જ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ફરાર થઈ ગયો. અરવલ્લીના મેઘરજમાં ભક્તિને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. રાયાવાડા ગામે ભગવાનની પૂજા કરતા પૂજારીની પ્રેમલીલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. આટલું જ નહીં પણ ગામની યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કરી થઈ ગયો ફરાર. ગ્રામજનો પણ આ લંપટ સામે હવે ફિટકાર વરસાવી રહ્યાં છે. 

Jun 15, 2021, 10:04 PM IST

અવળી ગંગા! યુવતી મોજ કરવા માટે 8 વર્ષ નાના કિશોરને ભગાડી ફરાર થઇ અને પછી...

સગીરાઓને લગ્નની લાલચ આપી ભગાડી જેવાના અનેક કિસ્સા પ્રકાશમાં  આવે છે પણ અહીં તો એક યુવતી સગીરને ભગાડી ગઈ હોય તેવો કિસ્સો  પ્રકાશમાં આવ્યો છે. વાત છે આણંદના આંકલાવની. જ્યાં એક 17 વર્ષનો  સગીર 25 વર્ષની યુવતીના પ્રેમમાં પડ્યો અને પછી થયું એવુ કે કોઈએ  વિચાર્યું પણ નહોતુ.

Jun 12, 2021, 10:25 PM IST

SURAT માં હોમગાર્ડ કંપની કમાન્ડર એક તરુણીનું અપહરણ કર્યું અને પછી તેની સાથે...

શહેરમાં હોમગાર્ડ કંપની કમાન્ડરની ખુબ જ ચોંકાવનારી બાબત સામે આવી છે. હોમગાર્ડના કંપની કમાન્ડરે પોતાનાં હાથ નીચે કામ કરતા હોમગાર્ડની દીકરીનું અપહરણ કર્યું હતું અને તેને નર્મદા જિલ્લામા લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. આ ગુના સંદર્ભે દીકરીના પિતાએ હોમગાર્ડ કંપની કમાન્ડર સામે ગુનો નોંધાવતા પોલીસે તપાસ કરી પુત્રીને શોધી કાઢી હતી ને આરોપીની ધરપકડ કરી હતી. આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Apr 29, 2021, 12:20 AM IST

આડા સંબંધનો વહેમ રાખીને પરિણીતાના હાથે યુવકને રાખડી બંધાવી

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં યુવકનું અપહરણ કરી તેને માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે. પરણિતા સાથે વાત કરતો હોવાનો વ્હેમ રાખી યુવકને માર માર્યા બાદ પરણિતા પાસે રાખડી બંધાવી યુવકને છોડી મૂકાયો હતો. જેથી યુવકે 9 સામે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની ફરિયાદને આધારે 9 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Apr 1, 2021, 02:12 PM IST

Jodhpur: લોટની પ્લાસ્ટિકની બેગે ઉકેલ્યો માસૂમની હત્યાનો ભેદ

માસૂમ બાળકોના અપહરણ કરી ગુનેગારો મોટા મોટા ગુનાને અંજામ આપી રહ્યાં છે. પણ પોલીસની બાજ નજર આરોપીઓની એક ભૂલ શોધી તેમને જેલના સળિયા પાછળ ધકેલી આકરી સજા અપાવવા પ્રયાસો ચોક્કસથી કરે છે. આરોપી ભલે ગેમે તેટલો શાતિર હોય પણ તેની એક ભૂલ તેને મોંઘી પડી જાય છે. આવું જ કઈક થયું છે રાજસ્થનના જોધપુરમાં જ્યાં એક સામાન્ય ભૂલે આરોપીને પકડવામાં મદદ કરી છે. 
 

Mar 18, 2021, 10:31 PM IST

જેલ કેવી હોય છે? જેલ જોવાની અને પ્રસિદ્ધિ મેળવવાની ઈચ્છાએ કરાવ્યું એવું કામ કે પોલીસ પણ ચોંકી ગઈ

નામના મેળવવા અને વાહવાહી લૂંટવા લોકો અવનવા કારનામા કરતા હોય છે. મોટા ભાગના કિસ્સામાં સેવાકીય પ્રવૃત્તિઓ કરી લોકો વાહવાહી લૂંટતા હોય છે. પણ સુરતમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો જ્યાં એક શખ્સે સમાચાર પત્રોમાં પોતાના નામ અને પ્રસિદ્ધિ માટે એક માસૂમનું અપહરણ કરી દીધું. 

Mar 12, 2021, 11:41 PM IST

લડકા જીંદા ચાહીયે તો 1 કરોડ દેના પડેગા, પોલીસે આખો હાઇવે જામ કરી દીધો અને પછી સર્જાયા ફિલ્મી દ્રશ્યો

* 48 કલાક સુધી સતત ચાલ્યો ચોર-પોલીસનો ખેલ * વેપારીના બે યુવક મિત્રોનુ થયુ હતુ 31 ડિસેમ્બરે અપહરણ

Jan 3, 2021, 05:38 PM IST

પાકિસ્તાન મરીન દ્વારા ગુજરાતની 3 બોટ સહિત 18 માછીમારોનું કરાયું અપહરણ

પાકિસ્તાની મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા ભારતીય બોટનું અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર જખૌ નજીકના દરિયામાં ગુજરાતની ત્રણ બોટમાંથી 18 જેટલા માછીમારોને પાકિસ્તાની મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા તમામનું અપહરણ કરવામાં આવ્યું હતું. 

Nov 30, 2020, 09:09 PM IST

મોરબીમાં વ્યાજખોરો બેખોફ: પૈસાની લેતીદેતી મુદ્દે બે લોકોનું અપહરણ કરવામાં આવ્યું

સગીરનું પૈસાની લેતી-દેતીમાં અપહરણ કરી કારમાં આવેલા શખ્સ દ્વારા ખાર રાખી અપહરણ કરાયું હતું. મોરબીના શનાળા રોડ ઉપર નવા એક સગીર અને અન્ય એક વ્યક્તિનું કારમાં આવેલા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું. નવા બસ સ્ટેન્ડની પાછળ ડાઢાની વાડી તરીકે ઓળખાતા વિસ્તારની અંદર રહેતા દયારામ હડિયલના દીકરા વિપુલ હડિયલ અને લાલજીભાઈ બંનેનું અપહરણ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ.

Nov 5, 2020, 11:12 PM IST

પાકિસ્તાન: 13 વર્ષીય ખ્રિસ્તી છોકરીનું અપહરણ, ધર્મ પરિવર્તન પર ફૂટ્યો લોકોનો ગુસ્સો

પાકિસ્તાન (Pakistan)માં 13 વર્ષીય ખ્રિસ્તી છોકરી  (Christian girl)ના અપહરણ અને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તને લઇને લોકોનો ગુસ્સો ભડક્યો છે. કરાંચી (Karachi) માં લોકોએ પ્રદર્શન કર્યું અને દોષીઓ વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી.

Oct 31, 2020, 09:07 AM IST

PAK: સેનાએ સિંધ પોલીસ ચીફનું કર્યું અપહરણ, પોલીસે કરી બગાવત, 'સિવિલ વોર'ના અણસાર

પાકિસ્તાનમાં સેના અને પોલીસ વચ્ચે માથાકૂટ થઇ છે. આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સૈનિકોએ સિંધ પોલીસ પ્રમુખનું અપહરણ કરી લીધું, જેના લીધે સેના પ્રમુખને કેસની તપાસના આદેશ આપવા પડ્યા છે.

Oct 21, 2020, 07:21 PM IST

પ્રેમલગ્ન કરનાર બહેનનું ભાઈએ જ મિત્ર સાથે મળી અપહરણ, 3ની ધરપકડ

સમગ્ર મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે રાજસ્થાનથી યુવતીને મુક્ત કરાવી તેના પિતા - પુત્ર અને તેના મિત્ર રૂપલાલની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Oct 19, 2020, 08:00 AM IST

લીબિયામાં 7 ભારતીયોનું અપહરણ, મુક્ત કરવા માટે માંગી મોટી રકમ

જે ભારતીયોનું અપહરણ કરાયું છે, તેઓ યુપીના કુશીનગર, દેવરિયા અને બિહારના રહેવાસી છે. પીડિત પરિવારોએ જલ્દીથી જલ્દી તેમની મુક્તિની માંગ કરી છે

Oct 3, 2020, 08:04 AM IST

'ભાભીજી ઘર પર હૈ'માં જોવા મળશે રોમાંચક ટ્વિસ્ટ, તિવારીને મુસિબતમાંથી બહાર કાઢશે વિભૂતિ?

 &ટીવી (&TV) જીવનને સ્પર્શતા શો 'ભાભીજી ઘર પર હૈ'ના આ સપ્તાહના એપીસોડમાં અમ્મા પંડિત રામફલ પાસેથી એવું જાણે છે કે ટૂંક સમયમાં જ તેમના ઘરમાં બાળક અવતરવાનું છે. ખુશીનો કોઈ પાર ન રહેતા અમ્મા આ સારા સમાચાર અંગૂરી અને તિવારીને આપે છે. જેઓ પણ ભારે રોમાંચિત થાય છે. જો કે તેમની ખુશી ક્ષણજીવી નીવડે છે. બીજી બાજુ અનિતા વિભૂતિ પર ગુસ્સે થાય છે કે વારંવાર કહેવા છતાં દીવાલ પરનું ઘડિયાળ બરાબર કેમ લગાવ્યું નથી. તે ઘડિયાળ લગાવતો હયો છે ત્યારે જ હથોડી તિવારીના માથામાં પડે છે અને તેને ચક્કર આવે છે. તે જાગે છે ત્યારે 5 વર્ષનો બાળક બની ગયો હોય છે અને અંગૂરીને આંટી તરીકે અને બધાને અંકલ તરીકે બોલાવવા માંડે છે. 

Aug 26, 2020, 03:01 PM IST

5 વર્ષના બાળકના અપહરણમાં પોલીસ દોડતી થઈ, ખુલાસો થતા ગજબનો કિસ્સો આવ્યો સામે

અમદૂપુરા વિસ્તારમાં ફૂટપાથ પરથી પાંચ વર્ષના બાળકનું અપહરણ થવાના કેસમાં નવો વળાંક આવ્યો. નાના બાળકના અપહરણમાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. હાલમાં પોલીસે માતાને બાળક સોંપીને હાશકારો અનુભવ્યો છે.

Aug 26, 2020, 02:58 PM IST

પોલીસની સામે જ અપહરણકારો 30 લાખની ખંડણી વસૂલી ગયા, અને યુવકની હત્યા પણ કરી નાખી

કાનપુર પોલીસ (Kanpur Police) ઉપર ફરીથી એકવાર સવાલ ઉઠવાના શરૂ થઈ ગયા છે. આ મામલો 13 જુલાઈનો છે જ્યારે ગુમ થયેલા યુવકના પરિજનોએ પોલીસના કહેવા પર અપહરણકર્તા (Kidnapper) ઓને પૈસા આપવાનો નિર્ણય કર્યો હતો. પોલીસને વિશ્વાસ હતો કે બદમાશોને તે પકડી લેશે. પરંતુ બદમાશો પોલીસની સામે જ 30 લાખ રૂપિયાની ખંડણી લઈને રફૂચક્કર થઈ ગયા અને પોલીસ જોતી રહી ગઈ. 

Jul 24, 2020, 09:31 AM IST

અપહરણકારોને પણ લોકડાઉન નડ્યું ! ષડયંત્રને અંજામ આપે તે પહેલા પોલીસે ઝડપી લીધા

* વાપી ના વેપારી પાસેથી 50 કરોડ લૂંટવાની યોજના 
* ગુનાને અંજામ આપવા જતા પહેલા નડી ગયું લોકડાઉન
* એમપી થી ખાસ હથિયાર ફૂલપ્રૂફ લૂંટ અને અપહરણનો બનાવ્યો હતો પ્લાન 
* 50 કરોડ ન મળે તો વેપારીનું અપહરણ કરી ખંડણી માંગવાનો હતો પ્લાન

Jul 18, 2020, 08:02 PM IST