ગાંધીનગરઃ કોરોના વાયરસ અને લૉકડાઉનમાં છૂટછાટ મળ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરી એક વખત ગુજરાતની જનતાને સંબોધિત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યુ કે, ગુજરાત એક અલગ લડત લડી રહ્યું છે. લૉકડાઉનમાં જનતાએ ખુબ મોટો સાથ આપ્યો છે. સરકાર પણ કોરોના સંક્રમણને રોકવા માટે સતત પ્રયત્નશિલ છે. તેમણે કહ્યુ કે, ગુજરાત સરકારે ટૂંક સમયમાં રાજ્યભરમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વોરિયર અભિયાનની શરૂઆત
આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ "હું પણ કોરોના વોરિયર" અભિયાનની જાહેરાત કરી છે. લૉકડાઉન હળવું થયું હોવાથી લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે અને કોરોના વધુ ન ફેલાય એ માટે આ અભિયાન દ્વારા લોકજાગૃતિ આણવા પ્રયત્નો થશે. તારીખ 21થી  27 મે સુધી ચાલનારું આ અભિયાન ત્રણ મુદ્દા પર આધારિત હશે. 1) વડીલો અને બાળકોને ઘરમાં જ રાખીએ, 2) માસ્ક વિના અને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવું 3) બે ગજનું અંતર જાળવવું, એમ ત્રણ મુદ્દાઓ આવરી લેવાયાં છે. આ અભિયાનમાં અનેક મહાનુભાવો પણ જોડાશે. અભિયાન સંદર્ભે અનેકવિધ ઇન્ડોર-ઓનલાઈન પ્રવૃત્તિઓ પણ થશે.


મુખ્યમંત્રીએ કહ્યુ કે, લૉકડાઉન દરમિયાન ગરીબોને અનાજ વિતરણ કરવાનું ભરિગથ કાર્ય પણ કરવામાં આવ્યું છે. વિજય રૂપાણીએ શ્રમિકો પર કહ્યુ કે, આઝાદી બાદ શ્રમિકોએ સૌથી મોટી સંખ્યામાં હિરજત કરી છે. ગુજરાતે પણ 8 લાખ શ્રમિકોને માનભેર પોતાના વતન પરત પહોંચાડ્યા છે. 


મુખ્યમંત્રીએ કહ્યુ કે, છેલ્લા બે મહિનાથી ગુજરાતની સરકાર અને અધિકારીઓ સતત કાર્યરત છે. લોકો સંક્રમણથી બચે અને સારવાર મળે તે માટે તમામ કર્મચારીઓ સતત કાર્ય કરી રહ્યાં છે. પોલીસ, ડોક્ટર, નર્સે પોતાના જીવના જોખમે જનતાની સેવા કરી છે. સીએમે આ માટે તેમનો આભાર માન્યો હતો. તો સીએમે કહ્યું કે, છૂટછાટ બાદ પણ કોરોના વોરિયરની ભૂમિકા વધુ મહત્વની બની છે. છૂટછાટ બાદ કોરોનાનું શિત યુદ્ધ શરૂ થયું છે. કોરોનાની રસી ન મળે ત્યાં સુધી તે આપણી વચ્ચે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર