ચેતન પટેલ/સુરત : હાલમા સમગ્ર દેશમા કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. તેમા પણ રત્નકલાકારો કોરોના વાયરસનો શિકાર બની રહ્યા છે. સુરતની જો વાત કરીએ તો ડાયમંડ યુનિટમા કામ કરતા એક હજારથી વઘુ રત્નકલાકારોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેને કારણે આ તમામ યુનિટો બંધ કરવામા આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રમાં શ્રાવણીયા જુગારની મોસમ, 19 મહિલા સહિત 41 શકુનીઓની ધરપકડ


અંદાજિત એક લાખથી વધુ રત્નકલાકારો બેકાર બન્યા છે. જેને લઇને રત્નકલાકાર સંઘ પ્રમુખ જયસુખ ગજેરા દ્વારા સુરતના તમામ ધારાસભ્યો તથા સાંસદોને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ. આ આવેદનપત્રમા કોરોનાથી મોત નીપજનાર રત્નકલાકારોના પરિવારને રુ પાચ લાખની સહાય કરવામા આવે તેવી માંગ કરવામાં આવી.  


જેલ સિપાહી: પરંપરાગત રીતે યોજાઇ પાસિંગ આઉટ પરેડ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન


આ ઉપરાત રત્નકલાકારો માટે રુ એક હજાર કરોડના સહાયની જાહેરાત કરવામા આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. તેઓએ વધુમા જણાવ્યુ હતુ કે જો લઠ્ઠાકાંડમા મોત નીપજનાર શખ્સના પરિવારને સહાય કરવામા આવતી હોય તો કોરોનાથી મોત નીપજનાર રત્નકલાકારના પરિવારને શા માટે સહાય નહિ. જો આવેદનપત્ર બાદ પણ કોઇ નકકર કામગીરી નહિ કરવામા આવે તો આગામી સમયમા રત્નકલાકાર સંઘ દ્વારા જલદ આંદોલન છેડવામા આવશે તેની ચીમકી ઉચ્ચારી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર