જેલ સિપાહી: પરંપરાગત રીતે યોજાઇ પાસિંગ આઉટ પરેડ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન

શહેર ખાતે આવેલી રાજયની વિવિધ જેલો માટેની એક માત્ર ટ્રેઇનીંગ એકેડમી, જેલ સ્ટાફ ટ્રેઈનીંગ સ્કૂલ ખાતે સોમવારે દિક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાઉન જાહેર થયા બાદ ગુજરાતમાં પ્રથમ વખત સોશ્યલ ડિસ્ટન્સીંગ અને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાને અનુસરી પાસિંગ આઉટ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ ૨૧૮ જેલ સહાયકો માટે ૦૯ માસની બેઝીક ટ્રેનીંગ પૂર્ણ થતા આ પરેડ યોજાઇ હતી.
જેલ સિપાહી: પરંપરાગત રીતે યોજાઇ પાસિંગ આઉટ પરેડ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન

અમદાવાદ : શહેર ખાતે આવેલી રાજયની વિવિધ જેલો માટેની એક માત્ર ટ્રેઇનીંગ એકેડમી, જેલ સ્ટાફ ટ્રેઈનીંગ સ્કૂલ ખાતે સોમવારે દિક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાઉન જાહેર થયા બાદ ગુજરાતમાં પ્રથમ વખત સોશ્યલ ડિસ્ટન્સીંગ અને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાને અનુસરી પાસિંગ આઉટ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ ૨૧૮ જેલ સહાયકો માટે ૦૯ માસની બેઝીક ટ્રેનીંગ પૂર્ણ થતા આ પરેડ યોજાઇ હતી.

રાજયભરની કુલ ૨૪ જેલના અને અન્ય ૦૨ કચેરીઓના એમ કુલ ૨૧૮ તાલીમાર્થીઓને સતત ૯ માસ સુધી જેલ ઍડમિનીસ્ટ્રેશન, IPC, CRPC, માનવઅધિકારો, ક્રિમીનીલોજી, સાઇકોલોજી જેવા વિષયોનો અભ્યાસ કરાવવામાં અવ્યો છે. તાલીમાર્થીઓ કોમ્યુટર અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફોરેન્સીક સાયન્સ જેવા વિષયોના ઉંડાણપૂર્વક અભ્યાસ સાથે ઈન્ડોર તાલીમ, પરેડ, પી.ટી., વિવિધ ડ્રીલ અને હથિયારોની આઉટડોર તાલીમ લઈ જેલ ખાતે ફરજ બજાવવા સુસજજ બન્યા છે.

ગુજરાતના જેલ અને સુધારાત્મક વહીવટ વિભાગ દ્વારા જેલ સ્ટાફ ટ્રેઇનીંગ સ્કૂલ ખાતે સોશીયલ ડીસ્ટન્સીગ તેમજ સરકારદ્વારા જાહેર ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિગ પ્રોસિજર’ની સંપૂર્ણ અમલવારી કરી ગુજરાતમાં પ્રથમ વખત આવી અનોખી પાસિંગ આઉટ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ ઍન્ડ ડાયરેકટર જનરલ ઓફ પ્રિઝન એન્ડ કરેકશનલ એડમિનિસ્ટ્રેશન ડૉ. કે.એલ.એન.રાવની મુખ્ય અતિથિ તરીકે હાજરી અને તેમના માર્ગદર્શક હેઠળ યોજાયેલ આ દિક્ષાંત સમારોહમાં રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ, વગેરે શહેરોથી આવેલા IPS ઓફીસર તેમજ રાજયના વિવિધ અધિકારીઓએ હાજરી આપી હતી.

ડૉ. કે. એલ. એન. રાવ દ્વારા પાસ આઉટ થતા જેલ સહ્મયકોને જેલમાં રહેલા બંદીવાનોને વિવિધ પ્રકારની તાલીમ અને માનવીય અભિગમ સાથે સુધાર કરી તેમને સમાજમાં પરત ફરવાની તક મળે તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું. તેમણે કોઇ પણ વ્યક્તિ જન્મજાત ગુનેગાર નથી હોતો પરંતુ મહત્તમ ગુનેગારો સંજોગોનો શિકાર બની ગુના કરી બેસે છે તેમ જણાવ્યું હતું. બંદીવાનો પ્રત્યેના જેલ સ્ટાફના સુધારાત્મક વલણ તેમના રિફોર્મેશન, રિઇન્ટીગ્રેશન અને રિહેબિલિટેશન બાબતે સજાગ રહી અથાગ પ્રયત્નો કરવા ભારપૂર્વકની સલાહ આપી હતી. 

૨૧૮ જેલ સહાયકો દ્વારા ૬ પ્લાટૂનમાં વહેંચાઇ ઓપન ઓર્ડરમાં એક ગજ ને બદલે દો ગજ દૂરી રાખી લયબદ્ધ પરેડ કરી આકર્ષક માર્ચિંગ થકી ઉપસ્થિતોના મન મોહી લીધા હતા. આ જેલ સહાયકો પૈકી તાલીમ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તાલીમાર્થીઓને ઇન-ડોર બેસ્ટ, આઉટ-ડોર બેસ્ટ, તેમજ બેસ્ટ કેડેટના ખિતાબોથી નવાજી ટ્રોફિ અને પ્રશંસાપત્રો એનાયત કરાયા હતા. લય અને તાલ સાથે પાસિંગ આઉટ પરેડ પૂર્ણ થતાં જેલ સહાયકોએ સહર્ષ સેવામાં પ્રથમ કદમ મૂક્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news