ગોધરા : તાલુકામાં ખેડૂત ખાતેદારોની વારસાઈ કામગીરી અટવાતા ખેડૂતોને ભારે તકલીફો વેઠવી પડે છે. વારસાઈ નહિં થઈ હોવાના કારણે સરકારની કિસાન નિધિ સહિતની યોજનાઓના લાભથી કેટલાય ખેડૂતો વંચિત રહ્યા છે. મોટી સંખ્યામાં વારસાઈ બાકી  હોવા અંગે સ્થાનિક અગ્રણીઓ અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે કલેકટરને રજુઆત પણ કરી છે. બીજી તરફ તલાટી સમયસર નહિં મળવા, મરણ રજીસ્ટર પણ ગ્રામ પંચાયત કક્ષાએ નહિં નિભાવવામાં આવવા, ગ્રામ્ય કક્ષાએ ઇ ગ્રામ પચાયતની કામગીરી કરતાં વીસી પણ ઉપસ્થિત નહિં રહેતા આ સમસ્યા ઉભી થઇ હોવાની રજૂઆતો ઉઠી છે. આ તમામ તકલીફો અને યોગ્ય જાણકારીના અભાવે ખેડૂતો આંટા ફેરા કરી નાણાં અને સમય વેડફી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ ડેરીમાં રાજકીય ધમાસાણ: દિલીપ સખીયાને D Company સાથે સંબંધો, સોનાની દાણચોરી અને ભરતીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ


સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના ખેડૂત ખાતેદારોને ગ્રામ પંચાયતને લગતી કામગીરીમાં તકલીફ ન પડે એ માટે ઇ ગ્રામ પંચાયત સહિતની યોજનાઓ અમલમાં મૂકી છે. પરંતુ યોગ્ય અમલીકરણના અભાવે કે અલ્પ શિક્ષિત ખેડૂતોને અપૂરતી જાણકારીના લીધે આજે પણ કેટલાય ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે. જે સંજોગોમાં સરકારની ઓનલાઈન વારસાઈ પધ્ધતિ જેવી જાહેરાત અહીંના અભણ ખેડૂતો માટે દિવા સ્વપ્ન સમી જોવાય રહી છે. આજે પણ સરકારની કેટલીય સહાય યોજનાઓ વારસાઈ નહિં થતાં કેટલાય ખેડૂતો વંચિત છે.


હવે કોઇ પણ સ્થળે મિનિટોમાં બની જશે કોરોના યુનિટ, એક કલાક પણ નહી ટકી શકે COVID 19 વાયરસ


ગોધરા તાલુકાના 115 ગામોમાં 3.73 લાખ ખેડૂત ખાતેદારો છે. વર્ષ દરમિયાન તાલુકામાં 3756 ઓનલાઈન વારસાઈ કરવામાં આવી છે. ગોધરા મામલતદારના જણાવ્યા પ્રમાણે મરણના દાખલા નહિં હોવા વાળા ખાતેદારોની વારસાઈ પ્રક્રિયા બાકી હોઈ શકે છે. મોટી સંખ્યામાં વારસાઈ બાકી હોવાની રજુઆત મળતાં તલાટીઓને સૂચના આપી સરવે કામગીરી શરૂ કરાવી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube