રાજકોટ ડેરીમાં રાજકીય ધમાસાણ: દિલીપ સખીયાને D Company સાથે સંબંધો, સોનાની દાણચોરી અને ભરતીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ : ડેરીના ચેરમન ગોવિંદ રાણપરીયાએ કિશાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા સામે ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, દિલીપ સખીયાએ સટામાં 10 કરોડનો ચૂનો લગાવ્યો છે. ગામના 3 લોકોએ દિલીપ સખીયાના કારણે આત્મહત્યા કરી છે. તાજેતરમાં 15 કિલો સોનુ નેપાળ બોર્ડર ખાતે પકડાયું હતું એ સમય પકડાયેલ શખ્સ દિલીપ સખીયાના પિતરાઇ ભાઇ છે. ઉપરાંત દિલીપ સખીયા દાઉદ ગેંગ સાથે સંકળાયેલ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. જે તમામ આક્ષેપ સામે પ્રમુખ દિલીપ સખીયા એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની મોટી રાજકોટ ડેરીનું સંચાલન નીચુ જઇ રહ્યું છે આ વહ્યાત આક્ષેપો છે. જો હું દાઉદ ગેંગ સાથે સંકળાયેલ હોય તો કાયદો કાયદાનું કામ કરી કાર્યવાહી કરી શકે છે. રાજકોટ ડેરીના વિવાદો વચ્ચે ડેરીના ચેરમેન અને ભારતીય કિશાન સંઘના પ્રમુખ એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા જણાવ્યું હતું કે, બન્ને એક બીજા પર માનહાનિનો દાવો કરશે અને લડત લડશે.
રાજકોટ જિલ્લા ડેરીમાં ભ્રષ્ટાચાર અને ભરતી પ્રક્રિયામાં ડેરીના ચેરમેન ગોવિંદ રાણપરિયાનો સગાવાદ ચલાવતા હોવાનો આક્ષેપ ગઇકાલે ભારતીય કિશાન સંઘ દ્વારા કરવામાં આવ્યો હતો. જેને લઇ આ રોજ રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદ રણપરિયાએ પત્રકાર પરિષદ કરીને ડેરીમાં ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપ સામે ખુલાસા કર્યા હતા. ચેરમેન ગોવિંદ રણપરિયાએ જણાવ્યું કે, કિસાન સંઘના આક્ષેપ પાયા વિહોણા છે. પશુપાલકોને 667 રૂપિયા ચૂકવવામાં આવી રહ્યાં છે. ભાવફેરની રકમ ચૂકવતા ન હોવાના આક્ષેપ ખોટા છે.
ભેળસેળની વાતો સાવ ખોટી છે. જેમાં છેલ્લા 2 વર્ષમાં ડેરી દ્વારા પોણા 2 કરોડનું દૂધ ઢોળી દેવામાં આવ્યું છે. ખરાબ દૂધને ઢોળી દેવામાં આવ્યું છે. ચેરમેનના ગામના 28 લોકોની ભરતીના ખુલાસા કરતા કહ્યું હતું કે, મારા સમયમાં 7 થી 8 લોકોની જ ભરતી કરવામાં આવી છે. 2001 માં 301 ની સંખ્યાની ભરતી કરવામાં આવી હતી. અત્યારે 361 ની ભરતી કરવામાં આવી છે. છેલ્લા 18 વર્ષમાં 60 લોકોની ભરતી કરવામાં આવી છે. આ સાથે ભાજપની જ ભગિની સંસ્થા ભારતીય કિશાન સંઘ રૂપિયા માટે ખોટા આક્ષેપ કરી રહી જે માટે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ને ફરિયાદ કરી પક્ષમાં ઉપર મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવા કહેવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે