મૌલિક ધામેચા/અમદાવાદ: જો તમે ઘરકામ કરવા માટે ઘરઘાટી રાખતા હોય તો સાવધાન થઈ જજો. અમદાવાદ શહેરની અંદર ઘરઘાટી તરીકે કામ કરતા એક કપલ અને એક મહિલા અને પુરુષની સાથે મળી ચોરીને અંજામ આપતા હતા. આ ટોળકીના ચારેય સાગરીતોને બોડકદેવ પોલીસે ઝડપી ચાર ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ચેમ્પિયન, મલેશિયાને 4-3થી આપ્યો પરાજય


પોલીસ ગિરફતમાં રહેલા આરોપીઓને ધ્યાનથી જુઓ જેમના નામ છે. લોકેશ કીર, લલિત કીર ,સીમા ગીર અને ભૂમિકા કીર. આ ચારે આરોપીઓ અમદાવાદ અને ગાંધીનગરમાં ઘરફોડ ચોરીના કેસમાં સંડોવાયેલા હોવાથી પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.મહત્વનું છે કે પોતાની અલગ મોડેશ ઓપરેન્ડી થી ચોરી કરતી આ ટોળકી ક્યારેક પતિ પત્ની હોવાનું પણ જણાવતા તાજેતરમાં જ અમદાવાદ શહેરના વિસ્તારની અંદર ચાર મહિના પહેલા ઘરઘાટી તરીકે કામ કરતા એક કપલ એ ઘરની અંદરથી સોનાના દાગીના અને રૂપિયાની ચોરી કરી હતી. 


કેમ ચોમાસું નબળું પડ્યું? જાણો શું કહે છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ?


સોનાની બંગડીઓ અને રોકડ મળીને કુલ 3.50 લાખ કરતા વધારેનો મુદ્દા માલ કબજે કર્યો હતો. બોડકદેવ પોલીસે તપાસ કરતા ચાર આરોપીની ધરપકડ કરી હતી. જૂનો નોકર રજા પર જતા તેની જગ્યા પર આ કપલને નોકરી પર રાખવામાં આવ્યું હતું. અને બે દિવસની અંદર ઘરની અંદર તિજોરી અને તેની અંદર પડેલી વસ્તુઓની માહિતી મળતાની સાથે ચોરી કરી ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હતા.


NMCના નવા નિયમોથી ડોકટરોની મુશ્કેલીઓ વધશે, જેનેરિક દવાઓ ન લખવા પર થશે કાર્યવાહી


બોડકદેવ પોલીસે ઘટના અંગે જાણ થતા તપાસની શરૂઆત કરી હતી. આ તપાસમાં સીસીટીવી કેમેરા અને હ્યુમનની મદદથી ચાર આરોપીની ધરપકડ કરી છે. પોલિસે સીમા કીર, લોકેશ કીર, લલિતકીર અને ભૂમિકા કીરની ધરપકડ કરી છે. જેમાં એક પતિ પત્ની અને એક ભાઈ અને માસી ની દીકરી સાથે મળીને આ ચોરીને અંજામ આપતા હતા. 


એફિલ ટાવરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તમામ ટૂરિસ્ટોને બહાર કાઢવામાં આવ્યા


બોડકદેવ અને તેના આસપાસના વિસ્તારમાં આવેલા રહેણાંક વિસ્તારના સિક્યુરિટી ગાર્ડ તથા ઘરઘાટી તરીકે કામ કરતા લોકોના સંપર્કમાં રહીને કામ મેળવતા હતા. અને જે જગ્યા ઉપર કામ કરતા હતા ત્યાં ગણતરીના દિવસોમાં તેમનો વિશ્વાસ કેળવીને ચોરીને અંજામ આપી ફરાર થઈ જતા હતા. પોલીસ તપાસમાં આ ચારે આરોપી મૂળ રાજસ્થાનના બાસવાડા ને રહેવાસી હતા. પૂછપરછમાં દરમ્યાન આરોપીઓએ પાંચ ગુના આચર્યા હોવાનુ પોલીસ તપાસમાં કબૂલ્યું છે.


ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે! દરિયો ન ખેડવા સૂચના, આગામી 4 દિવસ શું છે આગાહી


બોડકદેવ પોલીસે હાલ તો વિસ્તારની અંદર થયેલી ચોરીના ગુના સંદર્ભ વધુ તપાસ પણ હાથ ધરી છે કે અન્ય કોઈ જગ્યા પર આ ચાર લોકોએ ઘરઘાટી બની કે અન્ય રીતે ચોરી કરી છે કે કેમ ?