વડોદરા : લાલબાગ બ્રિજની નીચે ભરાયેલા ફૂલ બજારમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલ્યાં
આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. તો સાથે જ ગુજરાતમાં આજથી દશા માતાના વ્રતનો પ્રારંભ થયો છે. ત્યારે આજથી ગુજરાતભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આવામાં લોકો પૂજાપાઠનો સામાન લેવા માટે બહાર નીકળી રહ્યાં છે. ત્યારે લોકો ભક્તિમાં પણ કોરોનાને ભૂલી રહ્યાં છે. ભક્તિમાં લોકો કોરોનાની ગાઈડલાઈનને અવગણી રહ્યાં છે. આવા જ વરવા દ્રશ્યો વડોદરામાં જોવા મળ્યાં છે. વડોદરામાં ફૂલ બજારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડેલા જોવા મળ્યાં.
રવિ અગ્રવાલ/વડોદરા :આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. તો સાથે જ ગુજરાતમાં આજથી દશા માતાના વ્રતનો પ્રારંભ થયો છે. ત્યારે આજથી ગુજરાતભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આવામાં લોકો પૂજાપાઠનો સામાન લેવા માટે બહાર નીકળી રહ્યાં છે. ત્યારે લોકો ભક્તિમાં પણ કોરોનાને ભૂલી રહ્યાં છે. ભક્તિમાં લોકો કોરોનાની ગાઈડલાઈનને અવગણી રહ્યાં છે. આવા જ વરવા દ્રશ્યો વડોદરામાં જોવા મળ્યાં છે. વડોદરામાં ફૂલ બજારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડેલા જોવા મળ્યાં.
શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે સોમનાથ મંદિરમાં કોવિડની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા
વડોદરામાં લાલબાગ બ્રિજ નીચે આજે ગેરકાયદે ફૂલ બજાર ભરાયું હતું. વહેલી સવારે ભરાયેલા આ ફૂલ માર્કેટમાં ફૂલ ખરીદવા મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. ત્યારે તંત્ર આ બાબતથી સાવ અજાણ હોય તેવું દેખાઈ આવ્યું હતું. ફુલ ખરીદવા મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. ત્યારે કોઈ પણ ગ્રાહક કોવિડના નિયમોનું પાલન કરતા દેખાયા ન હતા.
લોકોમાં જાણે કોરોનાનો ભય રહ્યો ન હોય તેમ લોકો બહાર નીકળી પડ્યા હતા. તો સાથે જ ગ્રાહકો અને વેપારીઓએ પણ માસ્ક પહેર્યા ન હતા. એક તરફ વડોદરામાં કોરોના કાબૂ બહાર જઈ રહ્યો છે, ત્યારે લોકો આવી રીતે ભયભીય થયા વગર ફરી રહ્યાં છે.
શ્રાવણ મહિનો શરૂ, કોરોનાને કારણે દૂરથી ભોળેશંકરને પૂજવા પહોંચ્યા ભક્તો
કોરોના ગ્રહણ વચ્ચે આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે વડોદરાના શિવ મંદિરોમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી છે. મહાદેવના દર્શન માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ સાથે કરી રહ્યા છે. પરંતુ વડોદરાના પ્રખ્યાત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં દર્શન માટેના નિયમો બદલાયા છે. મંદિરમાં પ્રવેશતા પહેલા ભક્તોને સેનેટાઈઝ ટનલમાંથી પસાર થવું ફરજિયાત કરાયું છે. મંદિરમાં જળ, દૂધ, બિલીપત્રના અભિષેક પર રોક લગાવાઇ છે. તેમજ પ્રસાદ પણ આપવામાં નથી આવી રહ્યો. મંદિરમાંથી ઘંટ પણ હટાવી લેવાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર