શ્રાવણ મહિનો શરૂ, કોરોનાને કારણે દૂરથી ભોળેશંકરને પૂજવા પહોંચ્યા ભક્તો

જીવન શિવના એક આકારનો મહાપર્વ એટલે શ્રાવણ માસ અને શ્રાવણ માસનો આજે પહેલો દિવસ ત્યારે શિવ ભક્તો ગુજરાતભરના શિવમંદિરોમાં ઉમટી પડ્યાં છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું અભૂતપૂર્વ મહત્વ છે. શ્રાવણ મહિનો આવતા જ સમગ્ર ધરતી લીલા રંગમાં સજી જાય છે. આ મહિનાને ભોલેનાથનો પ્રિય મહિનો કહેવામાં આવે છે. તેથી શિવભક્ત શ્રાવણ મહિનામાં તેમનો અભિષેક કરે છે. આ મહિનામાં ભોલેશંકરની પૂજા કરવી, કાવડ ચઢાવવું, રુદ્રાભિષેક કરવો, શિવ નામનો જાપ કરવો, જ્યોર્તિલિંગના દર્શન કરવા અત્યંત શુભ માનવામાં આવે છે. જોકે, આ વર્ષે કોરોના મહામારી વચ્ચે શિવાલયોમાં ભક્તોની ભીડ ઓછી જોવા મળી છે. પરંતુ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શિવશંકરની આરાધના અને જલાભિષેક કરી રહ્યાં છે. 

ઝી મીડિયા/બ્યૂરો :જીવન શિવના એક આકારનો મહાપર્વ એટલે શ્રાવણ માસ અને શ્રાવણ માસનો આજે પહેલો દિવસ ત્યારે શિવ ભક્તો ગુજરાતભરના શિવમંદિરોમાં ઉમટી પડ્યાં છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું અભૂતપૂર્વ મહત્વ છે. શ્રાવણ મહિનો આવતા જ સમગ્ર ધરતી લીલા રંગમાં સજી જાય છે. આ મહિનાને ભોલેનાથનો પ્રિય મહિનો કહેવામાં આવે છે. તેથી શિવભક્ત શ્રાવણ મહિનામાં તેમનો અભિષેક કરે છે. આ મહિનામાં ભોલેશંકરની પૂજા કરવી, કાવડ ચઢાવવું, રુદ્રાભિષેક કરવો, શિવ નામનો જાપ કરવો, જ્યોર્તિલિંગના દર્શન કરવા અત્યંત શુભ માનવામાં આવે છે. જોકે, આ વર્ષે કોરોના મહામારી વચ્ચે શિવાલયોમાં ભક્તોની ભીડ ઓછી જોવા મળી છે. પરંતુ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શિવશંકરની આરાધના અને જલાભિષેક કરી રહ્યાં છે. 

1/4
image

અમદાવાદના અનેક શિવાલયોમાંએ ઉમટી પડ્યા છે. જોકે દર વર્ષ કરતાં આ વર્ષે શિવજીની ભક્તિ કંઈક અલગ જ છે. કારણ કે આ વર્ષે અનેક શિવાલયોમાં ન તો જળ ચઢાવવામાં આવશે કે ના તો દૂધ અભિષેક કરાશે. પરંતુ અહીં ભક્તો ભોળા શંકરને મનથી ભજીને પ્રસન્ન કરશે. અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં આવેલા રામેશ્વર મંદિરમાં પ્રાંગણમાં એક વિશાળ શિવલિંગ આવેલું છે. જેની ઉંચાઈ ૧૮ ફૂટ અને શેષનાગ સહિત ૨૧ ફૂટનું આ શિવલિંગ છે. અને શિવલિંગના ફરતે ૧૨ જ્યોતિલિંગ આવેલા છે. ત્યારે મંદિર પરિસરની બહાર તમામ શિવભક્તો પૂજા કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તમામ લોકો સુખ શાંતિ અને સમૃદ્ધિની સાથે કોરોનાથી સમગ્ર દેશ મુક્ત થાય તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.

2/4
image

કોરોના ગ્રહણ વચ્ચે આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે વડોદરાના શિવ મંદિરોમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી છે. મહાદેવના દર્શન માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ સાથે કરી રહ્યા છે. પરંતુ વડોદરાના પ્રખ્યાત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં દર્શન માટેના નિયમો બદલાયા છે. મંદિરમાં પ્રવેશતા પહેલા ભક્તોને સેનેટાઈઝ ટનલમાંથી પસાર થવું ફરજિયાત કરાયું છે. મંદિરમાં જળ, દૂધ, બિલીપત્રના અભિષેક પર રોક લગાવાઇ છે. તેમજ પ્રસાદ પણ આપવામાં નથી આવી રહ્યો. મંદિરમાંથી ઘંટ પણ હટાવી લેવાયા છે. 

3/4
image

સુરતમાં આવેલ પ્રખ્યાત ઈચ્છાનાથ મહાદેવમાં પણ ભક્તો પૂજા કરવા વહેલી સવારે પહોંચી ગયા છે. અહીં ભોળેનાથને અદભૂત શ્રૃંગાર કરવામાં આવ્યો છે.  

4/4
image

સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે ભારે ભીડ જોવા મળી છે. ગુજરાતમાં આવેલું આ એકમાત્ર જ્યોર્તિલિંગ છે, તેથી તેનું શ્રાવણ મહિનામાં મહત્વ વધી જાય છે.