આણંદ: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યમાં અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમુલ ફેડરેશનનાં મેનેજીંગ ડિરેકટર આર. એસ. સોઢીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. હર ઘર તિરંગા અભિયાનમાં હવે અમુલ પણ જોડાયું છે. જેના ભાગરૂપે અમૂલ દૂધનાં પાઉચ પર હર ઘર તિરંગાનો લોગો છપાશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ  ભાભી રાખડી કોને કહેવાય? જાણો રક્ષાબંધન પર કેમ નણંદ પોતાની ભાભીને બાંધે છે રાખડી

અમુલ ફેડરેશનનાં મેનેજીંગ ડિરેકટર આર એસ સોઢીએ જણાવ્યું છે કે, દરરોજ ત્રણ કરોડ પરિવારો સુધી અમુલ દૂધનાં માધ્યમથી હર ઘર તિરંગા અભિયાન પહોંચશે. જમ્મુ કાશ્મીર, ગુજરાત, કલકત્તા, દિલ્હી સહીત દેશભરમાં અમુલ હર ઘર તિરંગા અભિયાન પહોંચાડશે. અમુલ દ્વારા 15મી ઓગષ્ટ સુધી આ અભિયાન ચલાવવામાં આવશે.

આ પણ વાંચોઃ  આ સમુદાયની મહિલાઓ જીવનમાં માત્ર એક જ વાર કરે છે સ્નાન! પાણીથી દૂર રહેવા છતાંય કઈ રીતે દેખાય છે સુંદર?

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ટપાલ ટિકિટોમાં પણ આ લોગો પ્રિન્ટ કરી દેશપ્રેમ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. રાજ્યની 8 મહાનગરપાલિકામાં 10મી અને 11મી ઓગસ્ટે દોડનું આયોજન કરાયું છે. 4થી ઓગસ્ટથી 12મી ઓગસ્ટ દરમિયાન 08 મહાનગર પાલિકાઓમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 4થીને ગુરુવારે સુરતથી આ યાત્રાનો શુભારંભ કરાવ્યો છે.

આ પણ વાંચોઃ  ગુજરાતના આ જિલ્લામાં કેમ દરેક ઘરની ઘડિયાળના કાંટા ફરે છે ઊંધા? કેમ દુનિયાથી અલગ છે આદિવાસીઓની ઘડિયાળ

નોંધનીય છે કે, રાજ્ય સરકારે શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કર્યો છે. 15 ઓગસ્ટ સુધી સર્વે શિક્ષકો, અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક રીતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના ડિસ્પ્લે પ્રોફાઈલ(DP) પર રાષ્ટ્રધ્વજને રાખીને #harghartirangaને ટેગ કરવા તેમજ વેબસાઈટ www.harghartiranga.com ઉપર રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી અપલોડ કરવા પણ અપીલ કરી છે.

આ પણ વાંચોઃ  હવે કૂતરો પાળનારે આપવો પડશે Dog Tax! આ નિયમ જાણી લેજો નહીં તો ડોગીનો શોખ ખવડાવશે જેલની હવા!

આ પણ વાંચોઃ  સિગારેટના પેકેટ પર હવે લખેલી આવશે એવી વાત જે ક્યારેય નહીં વિચારી હોય, જાણો શું છે કારણ

આ પણ વાંચોઃ  ઘરના મુખ્ય દરવાજે કેમ બનાવાય છે સ્વસ્તિક? જાણો તેનું મહત્વ અને તેની પાછળનું વિશેષ કારણ

આ પણ વાંચોઃ  લિંગ, સ્તન અને હોઠ જેવા દેખાય છે આ છોડ! જાણો માનવઅંગો સાથે આ છોડનું શું છે કનેક્શન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube