આ સમુદાયની મહિલાઓ જીવનમાં માત્ર એક જ વાર કરે છે સ્નાન! પાણીથી દૂર રહેવા છતાંય કઈ રીતે દેખાય છે સુંદર?

વિશ્વના 90થી વધુ દેશોમાં આદિવાસીઓનો વસવાટ છે. વિશ્વમાં આદિવાસી સમુદાયની વસતી લગભગ 37 કરોડ છે, જેમાં લગભગ 5000 વિવિધ આદિવાસી સમુદાયો છે અને તેમની પાસે લગભગ 7 હજાર ભાષાઓ છે. છતાં આદિવાસી લોકોને તેમના અસ્તિત્વ, સંસ્કૃતિ અને સન્માન બચાવવા માટે સંઘર્ષ કરવો પડે છે.

આ સમુદાયની મહિલાઓ જીવનમાં માત્ર એક જ વાર કરે છે સ્નાન! પાણીથી દૂર રહેવા છતાંય કઈ રીતે દેખાય છે સુંદર?

રાજન મોદી, અમદાવાદઃ આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક, આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે. તેમની રહેણીકરણી, ખાન -પાનની આદતો અને રિવાજો અને પહેરવેશ વગેરે અન્ય લોકોથી અલગ છે. સમાજના મુખ્ય પ્રવાહથી કપાઈ જવાને કારણે, સમગ્ર વિશ્વમાં આદિવાસી લોકો હજુ પણ ખૂબ જ પછાત છે. જો કે, સમાજની મુખ્ય ધારા સાથે જોડાવા અને આગળ વધવા માટે દેશ અને દુનિયામાં વિવિધ પ્રકારના સરકારી કાર્યક્રમો અને બિનસરકારી કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. ભારતની વાત કરીએ તો આદિવાસી સમાજના લોકોએ દેશની આઝાદીમાં ઘણું યોગદાન આપ્યું છે. બિરસા મુંડાએ ઝારખંડ અને છોટાનાગપુર વિસ્તારમાં સ્વતંત્રતા સંગ્રામમાં મોટી ભૂમિકા ભજવી હતી. આજે દુનિયાભરના દેશોમાં આદિવાસી સમુદાયો વસવાટ કરે છે.

આદિવાસીઓમાં દુનિયાભરમાં નાના-મોટા અલગ-અલગ 5 હજાર કરતા વધારે સમુદાયો છે. આ દરેક સમુદાયની પોતાની અલગ રીત-ભાત છે, પોતાની અલગ સંસ્કૃતિ અને પરંપરાઓ છે. એમાંથી એક પરંપરા આદિવાસીઓના એક સમુદાય સાથે સંકળાયેલી છે. આદિવાસીઓના આ એક વિશેષ સમુદાયમાં મહિલાઓ સમગ્ર જીવનમાં માત્ર એક જ વાર સ્નાન કરે છે. જાણવા જેવી છે આદિવાસી સમુદાયની આ વિશેષ પરંપરા વિશે....

વિશ્વના 90થી વધુ દેશોમાં આદિવાસીઓનો વસવાટ છે. વિશ્વમાં આદિવાસી સમુદાયની વસતી લગભગ 37 કરોડ છે, જેમાં લગભગ 5000 વિવિધ આદિવાસી સમુદાયો છે અને તેમની પાસે લગભગ 7 હજાર ભાષાઓ છે. છતાં આદિવાસી લોકોને તેમના અસ્તિત્વ, સંસ્કૃતિ અને સન્માન બચાવવા માટે સંઘર્ષ કરવો પડે છે. આજે, સમગ્ર વિશ્વમાં જાતિવાદ, રંગભેદ, ઉદારીકરણ જેવા ઘણા કારણોસર, આદિવાસી સમુદાયના લોકો પોતાનું અસ્તિત્વ અને સન્માન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. 

આદિવાસી સમાજના લોકો પોતાની અનોખી અને આગવી પરંપરાને કારણે બધાથી અલગ તરી આવે છે. ત્યારે અમે આપને એક એવા આદિવાસી સમુદાયની વાત કરીશું, જેમની મહિલાઓ જીવનમાં માત્ર એક જ વખત સ્નાન કરે છે, હા એક જ વખત જીવનમાં નાય છે. આ જાણીને તમને ઘણું અજીબ લાગતું હશે અને તમે વિચારતા જ હશો કે જ્યારે આ મહિલાઓ જીવનમાં માત્ર એક જ વાર સ્નાન કરે છે તો તેઓ ખૂબ જ કદરૂપી અને અસ્વચ્છ દેખાતી હશે?, પરંતુ અમે આપને જણાવી દઈએ કે આ મહિલાઓ ભલે એક જ વાર સ્નાન કરતી હોય પરંતુ તેઓ એકદમ સ્વચ્છ રહે છે, અને જરા પણ કદરૂપી દેખાતી નથી. કારણ કે સ્વચ્છ અને સુંદર દેખાવા માટે આ મહિલાઓ પાણી નહીં પરંતુ જંગલની વિવિધ જળીબુટ્ટીઓનો ઉપયોગ કરે છે. 

No description available.

માત્ર લગ્નમાં જ કરે છે પાણીથી સ્નાન-
આ મહિલાઓ માત્ર લગ્નમાં જ સ્નાન કરે છે અને તે પહેલા કે પછી પાણીને સ્પર્શ પણ કરતી નથી. હકીકતમાં, આ મહિલાઓને પાણીને સ્પર્શ કરવાની પણ મનાઈ છે, તેથી આ મહિલાઓ કપડાં પણ ધોતી નથી. આ મહિલાઓની તસવીરો જોઈને તમને તેમનો રંગ પણ લાલ લાગશે, પરંતુ તેની પાછળ પણ એક કારણ છે. આ જનજાતિની મહિલાઓ ભલે ક્યારેય નહાતી નથી, પરંતુ તેઓ એક એવી જડીબુટ્ટીનો ઉપયોગ કરે છે જે જેનાથી તેમનું શરીર સ્વસ્થ રહે છે. આદિવાસી સમુદાયની આ હિમ્બા જાતિ આફ્રિકાના નામીબિયામાં જોવા મળે છે. હિમ્બા જાતિની મહિલાઓ તેમના લગ્નના દિવસે જીવનમાં માત્ર એક જ વાર સ્નાન કરે છે.

ધુમાડાથી કરે છે શરીરનો ગંધને દૂર-
આ આદિવાસી મહિલાઓ ખાસ જડીબુટ્ટીને પાણીમાં ઉકાળીને તેનો ધુમાડો પોતાના શરીર પર લે છે, જેના કારણે નાયા વગર શરીરમાંથી જે દુર્ગધ આવતી હોય તે દૂર થઈ જાય છે અને આ મહિલાઓ તેના કારણે સુંદર પણ દેખાય છે.

એટલું જ નહીં, તેમના શરીરની ચામડીને સ્વસ્થ રાખવા માટે, આ મહિલાઓ પ્રાણીઓની ચરબી અને હેમેટાઈટની ધૂળમાંથી ખાસ પ્રકારના લોશન બનાવે છે અને તેનો ઉપયોગ કરે છે. હેમેટાઈટના કારણે તેમના શરીરનો રંગ લાલ થઈ જાય છે. આ મહિલાઓને લાલ પુરુષો પણ કહેવામાં આવે છે.

આ પણ વાંચોઃ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news