ઘરના મુખ્ય દરવાજે કેમ બનાવાય છે સ્વસ્તિક? જાણો તેનું મહત્વ અને તેની પાછળનું વિશેષ કારણ
સ્વસ્તિક ને હિન્દુ ધર્મ અને શાસ્ત્રો મુજબ ખુબ જ શુભ માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે, તેનો અર્થ શું થાય છે? તેનું ધાર્મિક મહત્ત્વ શું છે? જાણવા માટે વાંચો સંપૂર્ણ આર્ટિકલ...
Trending Photos
નવી દિલ્લીઃ હિન્દુ ધર્મમાં સ્વસ્તિકનું વિશેષ મહત્વ છે. સ્વસ્તિને શુભ માનવામાં આવે છે તેથી જ દરેક શુભકાર્યની શરૂઆતમાં સ્વસ્તિકનું નિશાન કરવામાં આવે છે. ગામઠી ભાષામાં સ્વસ્તિકને સાથિયો પણ કહેવામાં આવે છે. ઘરમાં કોઈ પણ નવો સામાન લાવવામાં આવે ત્યારે આપણે તેની ઉપર સ્વસ્તિક કરતા હોઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આખરે ઘરના મુખ્ય દરવાજા પર કેમ સ્વસ્તિકનું નિશાન કરવામાં આવે છે?. આવો જાણીએ કે સ્વસ્તિક સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો અને તેના મહત્વ વિશે.
શું છે સ્વસ્તિકનો અર્થ?
સ્વસ્તિક શબ્દ સુ, અસ વ ક અક્ષરને મળીને બન્યો છે, જેમાં સુનો અર્થ શુભ, અસનો અર્થ અસ્તિત્વ અને ક નો અર્થ કર્તા થાય છે. તેથી આ ચિન્હનો ખુબ જ શુભ માનવામાં આવે છે.
શું છે સ્વસ્તિકનું મહત્વ?
હિન્દુ ધર્મ શાસ્ત્રો મુજબ સ્વસ્તિકમાં ચાર સમાનાંતર ભૂજાઓ બનાવવામાં આવે છે જે ચાર દિશાઓનું પ્રતિક છે. તેથી હિન્દુ ધર્મમાં સ્વસ્તિક ચિન્હને શુભ તથા કલ્યણકારી માનવામાં આવે છે.
મુખ્ય દ્વાર પર કેમ બનાવવામાં આવે છે સ્વસ્તિક?
હિન્દુ ધર્મમાં લગભગ પ્રત્યેક ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિકનું ચિન્હ બનેલું જોવા મળે છે. જેને ઘણું જ શુભ માનવામાં આવે છે. પરંતુ આની પાછળ એક મહત્વ પણ છે. માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવવાથી કોઈ ખરાબ શક્તિ કે નકારાત્મક્તા ઘરમાં પ્રવેશ કરતી નથી. આ સિવાય જે ઘરોના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનેલો હોય ત્યાં ક્યારેય પણ દુઃખ તથા દરિદ્રતા પ્રવેશ નથી કરતી.
સ્વસ્તિને લઈ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે ઘરના પ્રવેશ દ્વાર પર હળદરથી જ સ્વસ્તિક બનાવવો જોઈએ. અને સ્વસ્તિક ઈશાન કે ઉત્તર દિશામાં દિવાલ પર બનેલો હોવો જોઈએ. વાસ્તુ ટિપ્સ મુજબ ઘરના મંદિરમાં પણ સ્વસ્તિક બનાવવો શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં હંમેશા ભગવાનની કૃપા બનેલી રહે છે.
(Disclaimer:- અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે