હિતલ પારેખ, ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ હશે તે વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાશે. અત્યાર સુધી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એક જ વિષયમાં નપાસ હોય તો જ પૂરક પરીક્ષા લેવાતી હતી. વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાનમાં રાખી બે વિષયમાં પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સુરતમાં અવિરત વરસાદથી પૂર જેવી સ્થિતિ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી


બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ નવેસરથી પૂરક પરીક્ષાના ફોર્મ ભરી શકશે. 23 ઓગસ્ટના રોજ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા યોજાવાનો નિર્ણય હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે. નવી પૂરક પરીક્ષાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા 25 ઓગસ્ટથી 28 ઓગસ્ટ દરમિયાન લેવાશે.


આ પણ વાંચો:- ગીરની નદીઓમાં ઘોડાપૂર, માધવરાયજી ફરી એકવાર 15 ફૂટ પાણીમાં ગરકાવ


ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 24 ઓગસ્ટના રોજ લેવાનાર ગુજકેટની પરીક્ષા હાલના તબક્કે મુલતવી રાખવાની માગણી ઉઠી રહી છે. સોશિયલ મીડિયામાં વિદ્યાર્થીઓએ કોરોનાના માહોલમાં હાલ પરીક્ષા ન યોજાય તેવી માગણી કરી છે. વિદ્યાર્થીઓની દલીલ છે કે, NEET જેવી પરીક્ષાઓ હાલના તબક્કે લેવાતી નથી. ત્યારે ગુજકેટની પરીક્ષા લેવાની ઉતાવળ શા માટે કરવામાં આવી રહી છે. કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી જાય પછી ગુજકેટની પરીક્ષા લેવાય તેવી માંગણી કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર