ખેડાવાલાનો ખુલ્લો પડકાર, ગુજરાતમાં ઓવૈસીના ચણા પણ નહીં આવે...ભાજપની જ B ટીમ છે AIMIM પાર્ટી
રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. અમદાવાદ મહાનગર પાલિકા સહિત 6 મહાનગર પાલિકાઓની ચૂંટણી 21મી ફેબ્રુઆરીના રોજ યોજાશે, જ્યારે 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી 28મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. જેમાં આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથો-સાથ ઓવૈસીની પાર્ટી અને આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડવા ગુજરાતના મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહી છે.
ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ ગુજરાતમાં યોજનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જેમ-જેમ તારીખ નજીક આવતી જાય છે, તેમ-તેમ રાજકીય માહોલ ગરમાતો જાય છે. ગુજરાતમાં આગામી 21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરપાલિકામાં મતદાન યોજાશે. આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથો-સાથ આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટી AIMIM પણ ગુજરાતમાં પગપેસારો કરી રહી છે. શું ગુજરાતમાં AIMIMની એન્ટ્રીથી કોંગ્રેસના પારંપરિક વોટ બેંકમાં ગાબડુ પડશે? મુસ્લિમ મતદારો કોને મત આપશે? આવા અનેક સવાલો ઉભા થયા છે. આ મુદ્દે ઝી મીડિયા સાથેની ખાસ વાતચીતમાં કોંગ્રેસના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું છેકે, ગુજરાતમાં ઓવૈસીના ચણા પણ નહીં આવે...
ઓવૈસી જેવા તો કેટલાં આવ્યાં ને ખોવાઈ ગયાં, ગપગોળા કરવાથી ગુજરાતમાં નહીં પડે મેળ
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યુંકે, ઓવૈસી ખાલી વાતો કરે છે. એ સેના વગરનો કમાન્ડર થઈને ફરે છે. તેની પાસે કોઈ સેના નથી. જ્યારે કોંગ્રેસ પક્ષ પાસે કરોડો કાર્યકરોની વિશાળ સેના છે. ઓવૈસી એરમાર્શલ છે. જ્યારે અમે ફિલ્ડ માર્શલ છીએ. હવામાં ગપગોળા કરવાથી ગુજરાતમાં ઓવૈસીનો મેળ નહીં પડે. ઓવૈસીના આવવાથી ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસને કોઈ ફેર નહીં પડે. આવા ઓવૈસી જેવા તો કેટલાં આવ્યાં ને ખોવાઈ ગયાં.
ભાજપે પસંદ કરેલા પેનલના નામ પીએમ મોદી અને અમિત શાહ સુધી પહોંચાડવામાં આવ્યા
ગુજરાતના મતદારો ધર્મનિરપેક્ષ છે, ઓવૈસીને ધોયેલાં મોંઢે પાછો તગેડશે
ઈમરાન ખેડાવાલાએ કહ્યુંકે, સાંભળ્યું છેકે, 7 ફેબ્રુઆરીએ ઓવૈસી પોતાની પાર્ટીના પ્રચાર માટે ગુજરાત આવવાનો છે. જોકે, ઓવૈસીની પાર્ટી AIMIM ગુજરાતમાં પગ નહીં જમાવી શકે. ઓવૈસીની પાર્ટીની રાજકીય વિચારધારાથી ગુજરાતી મતદારો પ્રભાવિત નહીં થાય. ગુજરાતના મતદારો ધર્મનિરપેક્ષ છે, ઓવૈસીને ધોયેલાં મોંઢે પાછો તગેડી મૂકશે.
ગુજરાતી મતદારો પર ઓવૈસીની વાતોનો કોઈ અસર નહીં થાય
જમાલપુર–ખાડિયાના ધારાસભ્ય ખેડાવાલાએ વધુમાં જણાવ્યુંકે, ગુજરાતના મતદારો ભાઇચારામાં માને છે અને મતોનું ધ્રુવીકરણ અંગે સારી સમજ રાખે છે. AIMIM પાર્ટીના પાસે જમીન સ્તર પર કોઈ કાર્યકર્તા કે સંગઠન નથી પણ માત્ર ઉમેદવારો છે. અમે આટલા સમયમાં લોકો માટે જે કાર્યો કર્યા છે તે લઈને પ્રજા વચ્ચે જઈશુ. AAP નું પણ ગ્રાઉન્ડ લેવલ પર કોઈ ખાસ નેટવર્ક નથી. તેથી એ પણ ચૂંટણીમાં કંઈ ખાસ નહીં કરી શકે. કોરોના કાળમાં પડેલી મુસીબતોથી લોકો ભાજપથી પણ ત્રસ્ત છે, તેથી ચૂંટણીમાં તેનો લાભ કોંગ્રેસને મળશે.
Gujarat Local Body Polls: ગુજરાતમાં જામશે બહુપાંખિયો જંગ, કોંગ્રેસને નુકસાન અને ભાજપને થશે ફાયદો
બે મોઢાવાળી હોય છે ઓવૈસીની વાતો
ખેડાવાલાએ વધુમાં જણાવ્યુંકે, ઓવૈસી જાહેરમાં મુસ્લિમોનું રાજકીય પ્રતિનિધિત્વ વધારવાની સુફિયાણી વાતો કરે છે. પરંતુ અંદર ખાને ભાજપ જોડે મિલીભગત રાખે છે. તેમની પાર્ટી એવી બેઠકોથી ચૂંટણી લડે છે કે જ્યાં અગાઉથી જ મુસ્લિમ પ્રતિનિધિઓ ચૂંટાયેલા છે. આવી રીતે કઈ રીતે મુસ્લિમોનું રાજકીય પ્રતિનિધિત્વ વધશે? ઓવૈસીની વાતો બે મોઢા વાળી હોય છે.
ભાજપની જ B ટીમ તરીકે કામ કરે છે ઓવૈસીની AIMIM પાર્ટી
ખેડાવાલાએ આક્ષેપ કર્યો કે ઓવૈસીની AIMIM પાર્ટી એક પ્રકારે ભાજપની જ બી ટીમ છે. આ પાર્ટી જ્યાં જ્યાં ચૂંટણી લડી છે ત્યાં ત્યાં ભાજપને ફાયદો થયો છે. હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની 4 સીટથી વધીને 48 થઈ ગઈ આ વાતની સાબિતી આપે છે. બિહારમાં પણ ઓવૈસીની પાર્ટીએ જ્યાં જ્યાં ચૂંટણી લડી છે ત્યાં ભાજપને ફાયદો થયો છે. જોકે, ગુજરાતમાં આ મિલીભગત કોંગ્રેસને નુકસાન નહીં પહોંચાડી શકે.
ચૂંટણી પહેલા Amit Shah નું મોટું નિવેદન, મારા પુત્રનો વાંક એ છે કે એ મારો દીકરો છે...
ખેડાવાળાએ સાબિર કાબલીવાલાની ઝાટકણી કાઢી
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને AIMIM ગુજરાતના પ્રમુખ સાબિર કાબુલીવાલાની ઝાટકણી કાઢતા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા જણાવ્યું કે બધા જાણે છે કે 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવવા માટે સાબિર કાબલીવાલા અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને પહેલીવાર જમાલપુર – ખાડીયા સીટથી ભાજપના ભૂષણ ભટ્ટનો વિજય થયો હતો.
ઓવૈસીની પાર્ટી ક્યારેય હિન્દુ બહુમતીવાળા વિસ્તારમાં ચૂંટણી નહીં લડે
ઈમરાન ખેડાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે બોપલ, મણિનગર અને અન્ય જગ્યાઓ પરથી ઓવૈસીની પાર્ટીના સભ્યો ક્યારે ચૂંટણી લડશે એ મુદ્દે AIMIM તરફથી કોઈ જવાબ મળતું નથી. હું જ્યારે કોર્પોરેટર ન હતો ત્યારે પણ મે પ્રજા માટે કામ કર્યું છે અને મને આશા છે કે આ વખતે જમાલપુરની 8 સીટ સાથે ખાડીયાની 4 સીટ પર જીતશું. એટલે આ અમારો ખાડિયા વોર્ડમાં મિશન -12 છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube