ચૂંટણી પહેલા Amit Shah નું મોટું નિવેદન, મારા પુત્રનો વાંક એ છે કે એ મારો દીકરો છે...

ચૂંટણી પહેલા Amit Shah નું મોટું નિવેદન, મારા પુત્રનો વાંક એ છે કે એ મારો દીકરો છે...
  • ભાજપના નિર્ણયથી કેટલાક સિનિયર કોર્પોરેટર નારાજ છે. અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહે નારાજગી વ્યક્ત કરી છે. પુત્રને ટિકિટ ન આપવાના નિર્ણય અંગે અમિત શાહ નારાજ જોવા મળ્યા છે. અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહે (amit shah) પોતાના પુત્ર માટે ટિકિટ માંગી હતી

બ્રિજેશ દોશી/અમદાવાદ :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Polls) માં ભાજપે 60 વર્ષથી ઉપરના લોકોને ટિકિટ ન આપવાનું મન બનાવી લીધું છે. તેમજ ત્રણ ટર્મ ચૂંટાતા હોય તેવા નેતાઓનો પણ ટિકિટ નહિ મળે તેવી જાહેરાત કરી છે. ભાજપની આ નીતિના કારણે અનેક વર્તમાન કોર્પોરેટરનું પત્તુ કપાશે. તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારો નક્કી કરવાની કવાયત ભાજપે હાથ ધરી છે. ભાજપ (BJP) ના આ નવા નિયમોને કારણે અનેક સિનિયર નેતાઓ તથા જે નેતાઓને સંતાનોને રાજકારણમાં આવવું છે તેમની ઈચ્છા પર બ્રેક લાગશે. આવામાં અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહે (Amit Shah) પક્ષના આવા નિયમ સામે નારાજગી દાખવી છે. 

અમિત શાહે પુત્ર માટે ટિકિટ માંગી છે
ભાજપના નિર્ણયથી કેટલાક સિનિયર કોર્પોરેટર નારાજ છે. અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહે નારાજગી વ્યક્ત કરી છે. પુત્રને ટિકિટ ન આપવાના નિર્ણય અંગે અમિત શાહ નારાજ જોવા મળ્યા છે. અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહે (amit shah) પોતાના પુત્ર માટે ટિકિટ માંગી હતી. ત્યારે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, મારા પુત્રનો વાંક એ છે કે એ મારો દીકરો છે. મારો પુત્ર આ વોર્ડમાં ભાજપ (bjp) માં મંત્રી છે. હું અને મારો પુત્ર પક્ષની કામગીરીમાં સક્રિય છીએ. 

પક્ષમાં વરિષ્ઠ કોર્પોરેટર હોવા જરૂરી - અમિત શાહ 
તેમણે વધુમાં કહ્યું કે, મારા પુત્રને ટિકિટ આપવી કે નહિ તે પક્ષનો નિર્ણય છે. પક્ષમાં કેટલાક વરિષ્ઠ કોર્પોરેટર હોવા જરૂરી છે. કોંગ્રેસ (congress) ના શાસનની ટીકા કરી શકે તેવા કોર્પોરેટર જરૂરી છે. પક્ષના આ નિર્ણયથી રાજ્યમાં ભાજપ (gujarat bjp) ના વરિષ્ઠ નેતાઓમાં આંશિક નારાજગી જોવા મળી છે. જે ઉમેદવાર જાહેર થશે તેને અમે જીતાડીશું. પક્ષનો નિર્ણય હંમેશા માન્ય છે. 60 વર્ષથી વધુ ઉમરના દાવેદારોને ભાજપ ટિકિટ નહિ આપે. નેતાઓના પુત્ર કે સંબંધીઓને પણ ભાજપ ટિકિટ નહિ આપે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news