મૌલિક ધામેચા/અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક પોલીસને વધુ આધુનિક બનાવવા અને સરળતાથી કામ થઈ શકે તે હેતુથી અમદાવાદ ટ્રાફિક વિભાગને 65 બુલેટ આપવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ હાઈ ટેકનોલોજી સિસ્ટમ પણ ફિટ કરવામાં આવી છે. અમદાવાદના રોડ પર નવી બુલેટ સાથે હવે ટ્રાફિક પોલિસ નવા રંગ રૂપમાં જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રાફિક પોલીસને કુલ 65 બુલેટ આપવામાં આવ્યા છે. જેનાથી કોરોના કાળમાં પણ લોકોને જાગૃત  કરવા માટે ઉપયોગ કરી શકાશે. સાથો સાથ VIP મુવમેન્ટ અને ટ્રાફિક નિયમન માટે પોલીસ ઉપયોગ કરી શકશે. મહત્વની વાત તો એ પણ છે કે ટ્રાફિક પોલિસ દ્વારા હવે સ્થળ ઉપર દંડ આપવાનું પણ શરૂઆત કરી દેવાયું છે. લૉકડાઉનનામાં થોડા સમય માટે આ મેમો આપવાનું બંધ કરી દેવામાં આવ્યો હતો.


Corona Virus: છેલ્લા 24 કલાકમાં નવા 681 કેસ, 19 મૃત્યુ, કુલ કેસોની સંખ્યા 33,999


પરંતુ હવે તે રાબેતા મુજબ શરૂ કરવામાં આવતા વાહન ચાલકોએ ટ્રાફિકના તમામ નિયમો પાળવાની આદત શરૂ કરવી પડશે. પોલીસે 1 જુલાઈથી શરૂઆત કરી અને એક જ દિવસમાં કુલ આશરે ₹ 2.5 લાખ નો દંડ વસૂલવામાં આવ્યો છે. સાથો સાથ ઇ -મેમોની પણ શરૂઆત થઈ ગઈ છે. 


નોંધનીય છે કે ટ્રાફિક પોલીસ પણ હવે કોરોના સાથે પોતાના કામો સાથે રાબેતા મુજબના કામ ટ્રાફિક નિયમોના પાલન કરાવવામાં લાગી ગયા છે. અને ટ્રાફિકની સાથે માસ્કના પહેરનાર લોકોને દંડ પણ આપી રહી છે.


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube