મૌલિક ધામેચા/ અમદાવાદ : મારા છોકરાને માર કેમ મર્યો અને તેને ઉચકીને ફેંકવાનો પ્રયાસ કેમ કર્યો તેવા અલગ અલગ બહાના કરીને તમારા પગે પડીને માફી માંગવાનો કોઇ ઢોંગ કરે તો ચેતી જજો, ક્યાંક આ ગઠીયાનોઠોંગ તમને ભારે પડી શકે છે. આ ગઠીયાઓ શહેરનાં પૂર્વ વિસ્તારમાં આતંક મચાવી રહ્યા છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવો એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાથ પકડીને રસ્તો પાર કરી રહેલા 3 યુવકો જોતજોતામાં તણાયા, ડૂબતો વીડિયો થયો કેદ

શ્રીરામ ચોક નજીક રહેતા પ્રદીપભાઇ સૈજવાણીએ પોલીસ ફરિયાદ કરી હતી કે વહેલી સવારે તેઓ તેના પિતાના ઘરે ગયા હતા. ત્યારે રૂપિયા 60 હજાર રોકડા લઇને ભવાની ચોક તરફ જવાનાં રસ્તે જઇ રહ્યા હતા. ત્યારે એકસેસ ચાલક તેમની નજીક આવ્યો હતો અને કહેવા લાગ્યો કે મારા છોકરાને ઉચકીને ફેંકવાનો પ્રયાસ કેમ કર્યો.


અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરમાં સાદગી રીતે ઉજવાયો સ્વતંત્રતા દિવસ

જો કે ફરિયાદીએ ગઠીયાને કહ્યું કે, મારી કિડની નથી હું વજનવાળી વસ્તુઓ ઉચકી શકતો નથી તો તમારા છોકરાને મે કોઇ જગ્યાએ માર મારી કે ઉચકવાનો પ્રયાસ કર્યો નથી. આ ગઠીયો માન્યો ન હતો અને ફરિયાદીની માફી માંગવા લાગ્યો હતો. જો કે ફરિયાદીએ કહ્યું કે, હું તારા છોકારાને ઓળખતો નથી. જેથી આ ગઠીયાએ કહ્યું કે, હું મારા છોકરાને લઇને આવું છું.


માણસ તો શું, જાનવર સાથે પણ ભેટો થવો મુશ્કેલ છે તેવી નડાબેટ બોર્ડર પર 1965થી તૈનાત છે BSFના જવાનો

તેમ કહીને તે વ્યક્તિ ઘરે નિકળી ગયો હતો. જો કે થોડી વાર રાહ જોયા બાદ ફરિયાદીએ પણ ચાલતી પકડી હતી. ઘરે જઇને ખિસ્સા તપાસતા તેના ખિસ્સામાં રહેતા 60 હજાર રૂપિયા ગુમ થયા હતા. જેથી તેને શંકા જતા પોલીસ ફરિયાદ કરી હતી. જેથી એક પ્રકારે આ નવી મોડસ ઓપરેન્ડીથી લોકોન ઠગવાનું ચાલુ કર્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર