અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરમાં સાદગી રીતે ઉજવાયો સ્વતંત્રતા દિવસ
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ :કોરોના વાયરસની મહામારી વચ્ચે અમદાવાદ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે 74 માં સ્વતંત્રતા દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધ્વજવંદનની સાથે સાથે કોરોના વાયરસ સામે લડાઈ આપી રહેલા વોરિયર્સને પ્રશંસાપત્ર આપીને સન્માનિત કરાયા હતા. સાથે જ ઉત્તમ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. અમદાવાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સાદગીપૂર્વક 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને તમામ અધિકારીઓ અને પરેડ કરનારા પોલીસ કર્મચારીઓ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે જોવા મળ્યા હતા. શહેર પોલીસ કમિશનરે ધ્વજ લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
માણસ તો શું, જાનવર સાથે પણ ભેટો થવો મુશ્કેલ છે તેવી નડાબેટ બોર્ડર પર 1965થી તૈનાત છે જવાનો
દેશના 74 માં સ્વતંત્રતા દિવસની ઉજવણીની સાથે સાથે કોરોના વાયરસની મહામારીના સમયમાં ઉત્તમ કામગીરી કરનારા કોરોના વોરિયર્સને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રશંસાપત્ર આપીને કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવામાં આવી હતી. સાથે જ શહેરના એક એસીપી સુભાષ ત્રિવેદી અને બે હેડ કોન્સ્ટેબલ સુરેશ નાયક અને ધીરુભાઈ પરમારને રાષ્ટ્રપતિ ચંદ્રક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શહેરના ત્રણ પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક મળતા પોલીસવડાનું ગૌરવ વધ્યું હતું.
દેશના 74માં સ્વતંત્રતા દિવસ અને સાથે ઉત્તમ કામગીરી કરનારાઓને પુરસ્કાર સન્માન સમારોહ બાદ નવનિયુક્ત પોલીસ કમિશનરે સુરક્ષા બાબતે ખાસ વાતચીત કરી હતી. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, "શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેવું આયોજન કરવામાં આવશે અને સાથે જ ગુમ થયેલા નાના બાળકો બાબતે તથા સાયબર ક્રાઈમના વધી રહેલા ગુનાઓને રોકવા માટે ખાસ યોજના ઘડવામાં આવશે. શહેરના લોકો સુરક્ષિત રહે તે બાબતની જવાબદારી અમારી છે. જેને અમે સંપૂર્ણ રીતે નિભાવીશું. અમદાવાદ શહેરના નાગરિકોની સુરક્ષા બાબતે વાત કરી શહેર પોલીસ કમિશનર શ્રીવાસ્તવે ભારત દેશના ૭૪માં સ્વતંત્રતા દિવસની સમગ્ર શહેરીજનોને શુભકામના પાઠવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે