માણસ તો શું, જાનવર સાથે પણ ભેટો થવો મુશ્કેલ છે તેવી નડાબેટ બોર્ડર પર 1965થી તૈનાત છે BSFના જવાનો

ભારત-પાકિસ્તાનની સરહદ ઉપર આવેલ નડાબેટ બોર્ડર પર 1965ના યુદ્ધ બાદ બીએસએફ તૈનાત કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજદિન સુધી બીએસએફના જવાનો ભારત-પાકિસ્તાનની સરહદ ઉપર આપણી માતૃભૂમિની રક્ષા કરી રહ્યા છે

માણસ તો શું, જાનવર સાથે પણ ભેટો થવો મુશ્કેલ છે તેવી નડાબેટ બોર્ડર પર 1965થી તૈનાત છે BSFના જવાનો

અલ્કેશ રાવ/બનાસકાંઠા :આજે 15મી ઓગસ્ટ ( Independence Day) હોવાના કારણે સમગ્ર દેશ દેશભક્તિના રંગમાં રંગાયો છે. સમગ્ર દેશના લોકો આઝાદીના પર્વને ધામધૂમથી મનાવી રહ્યા છે. ત્યારે આપણા દેશની સીમાઓની સુરક્ષા કરનાર બીએસએફ (BSF) ના જવાનો 15મી ઓગસ્ટને કેવી રીતે મનાવી રહ્યા છે, કેવી રીતે પોતાના વતનની સીમાઓની સુરક્ષા કરી રહ્યા છે, કેવો છે તેમનો દેશ પ્રત્યેનો પ્રેમ તે જાણવા ઝી મીડિયાની ટીમ ભારત-પાકિસ્તાની સરહદ ઉપર આવેલ નડાબેટના ઝીરો પોઇન્ટ પર પહોંચી હતી. બનાસકાંઠાનો રણ વિસ્તાર પાકિસ્તાની સીમાઓ સુધી પથરાયેલો છે. આ અફાટ રણમાં દુરદુર સુધી માણસ તો શું, જાનવર સાથે પણ મુલાકાત થવી મુશ્કેલ છે. ઠંડીમાં ઠંડાગાર રહેતા અને ગરમીમાં તાપથી ઉકળતા આ રણનું હવામાન હરકોઈને માફક આવે તેમ નથી. નડાબેટ (Nadabet) ના રણની આગળ એક અલગ જ દુનિયા છે. જ્યાં કોઈ જ સુવિધાઓ નથી, છતાં પણ અનેક વિષમ પરિસ્થિતિમાં બીએસએફના જવાનો આકરા તાપ અને ઠંડીની પરવાહ કર્યા વગર રેગિસ્તાનમાં પોતાના વતનની રક્ષા માટે રાત-દિવસ દુશ્મન દેશ સામે છાતી તાણીને બોર્ડર ઉપર તૈનાત છે.  

સુરતનું પર્વતગામ આખેઆખું પાણીમાં ગરકાવ, લિંબાયત ખાડીમાં પણ કમર સુધીના પાણી... 

બનાસકાંઠાનો આ અફાટ રણવિસ્તાર પાકિસ્તાની સરહદને અડીને આવેલો છે. ભારત-પાકિસ્તાનની સરહદ ઉપર આવેલ નડાબેટ બોર્ડર પર 1965ના યુદ્ધ બાદ બીએસએફ તૈનાત કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજદિન સુધી બીએસએફના જવાનો ભારત-પાકિસ્તાનની સરહદ ઉપર આપણી માતૃભૂમિની રક્ષા કરી રહ્યા છે. ચિતા જેવી ચાલ, બાજ જેવી નજર, સિંહ જેવું દિલ, ફોલાદ જેવું જીસ્મ, તપતા રેગિસ્તાનથી બરફીલા પહાડ સુધી જેમની એક દહાડથી દુશ્મન કાંપી ઉઠે છે, તેવા છે આપણા ભારતીય સેનાના જવાન. સરહદ ઉપર 24 કલાક રણના રણબંકા જવાનો પોતાની માતૃભૂમિની રક્ષા કરતા કરતા રણના ખતરનાક સાપ અને વીંછીઓની પરવાહ કર્યા વગર પેદલ બોર્ડર ઉપર ગસ્ત લગાવે છે.

દુશ્મન જ્યારે પાકિસ્તાન જેવો નાપાક દેશ હોય ત્યારે ભારત-પાકિસ્તાની સીમા ઉપર તૈનાત જવાનોની જવાબદારી ખૂબ જ વધી જાય છે. દુશ્મન દેશની દરેક નાપાક ચાલ ઉપર આપણા બીએસએફના જવાનો હાથમાં બંદૂક લઈને આંખનો પલકારો કર્યા વગર બાજ નજરથી પાકિસ્તાનની સરહદ ઉપર નજર રાખી રહ્યા છે. કેમ કે દુશ્મન કોઈ પણ સમયે, કોઈ પણ સૂરતમાં આવી શકે છે. 

વડોદરાની વિશ્વામિત્રી ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ જ દૂર, લોકોના શ્વાસ અદ્ધર થયા 

નડાબેટમાં પાકિસ્તાનને અડીને આવેલી ભારત-પાકિસ્તાનની સરહદ રણ વિસ્તારમાં કેટલાય કિલોમીટર સુધી ફેલાયેલી છે. જ્યાં જવાનો તપતા રેગીસ્તાનમાં  કોઈ ફોન વગર લાઈટ વગર પોતાના પરિવારથી દૂર રહીને વતનની રક્ષા કરી રહ્યાં છે. તેમના માટે તેમના પરિવાર કરતાં વતન માટેનું કર્તવ્ય સૌથી પહેલુ છે. બીએસએફના જવાનો સીમા ઉપર સરહદની નિગરાની બંકરો અને વોચ ટાવરમાં રહીને કરે છે. બાયનોક્યુલર અને મોનોક્યુલર નાઈટ વિઝન ડિવાઇસથી લેસ થઈને બીએસએફના જવાનો પાસે દેશની રક્ષા કરવા માટે અત્યાધુનિક ઈક્વીપમેન્ટ અને હથિયારો છે. જે દુશ્મન દેશ ઉપર કાળની જેમ ત્રાટકવા ગમે તેવી પરિસ્થિતિમાં તૈયાર હોય છે. દેશની રક્ષા કરતા બીએસએફના જવાનોને અત્યાર સુધી 1094થી વધારે વીરતા પુરસ્કાર, 1 મહાવીર ચક્ર, 11 વીર ચક્ર, 12 શોર્ય ચક્ર, 4 કીર્તિ ચક્ર મળી ચૂક્યા છે. 

નડાબેટ બોર્ડર ઉપર આમતો અલગ-અલગ બીએસએફની બટાલિયનો તૈનાત છે, ત્યારે આજે 15મી ઓગસ્ટના દિવસે બોર્ડરના ઝીરો પોઇન્ટ ઉપર તૈનાત બીએસએફની 63 બટાલિયનોએ ખાસ મુલાકાતમાં કહ્યું કે, અમને ગર્વ છે કે અમે બોર્ડર ઉપર દેશની સુરક્ષા કરીયે છીએ. અહીં આઝાદીનો આનંદ માનવીએ છીએ. ભલે અમે પરિવારથી દૂર રહ્યા, પણ અમને ગર્વ છે કે અમે અમારી માતભૂમિમાં છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news