ડીસા : મરચાનો વેપારી રાજસ્થાનથી ઉઘરાણી કરી ડીસા આવી રહેલ તે દરમિયાન ઝેરડા નજીક અજાણ્યા શખ્સોએ ડીસાના વેપારીને ગળે છરો ભીડાવી સાત લાખ ઉપરાંતની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. વેપારીએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ ટિમો બનાવી લૂંટારું ટોળકીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધી હતી. બનાસકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન લૂંટ ધાડની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગત મોડી રાત્રે ડીસાના એક વેપારીને આંતરી પાંચ અજાણ્યા શખ્સોએ હથિયાર વડે લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હોવાની ઘટના બની હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેસ બોટલ કૌભાંડ: અમદાવાદીઓને LPG બોટલ તો આખી મળતી પણ ગેસ અડધો જ મળતો


સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ડીસા ઓમ પાર્ક ખાતે રહેતા રસિકભાઈ કાંતિલાલ ચોખાવાળા (મોદી) ડીસાની જીઆઇડીસીમાં મરચાની ફેક્ટરી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. રસિકભાઈ ચોખાવાળા મરચાના 25 -25 કિલોગ્રામના પેકેટ બનાવી રાજસ્થાનના અલગ-અલગ ગામડામાં દુકાનદારોને ઈકો ગાડીમાં છૂટક મરચાનું વેચાણ કરે છે. છેલ્લા ત્રણ મહિનાથી લુણપુર ગામના શાંતુજી દરબારની ઇકો ગાડી નંબર GJ-38-BB-7040 ની લઈ ડીસા થી રાજસ્થાન ફેરી કરે છે. ગઇકાલે ઈકો ગાડીમાં અંદાજિત 15 કરતા જેટલા બોક્સ મરચાના ભરી ડીસાથી રાજસ્થાન ગયેલા અને વેડીયા ગામે આવતા આર.કે ટ્રેડિંગના માલિક રાણેખાન પાસેથી રસિકભાઈ ચોખાવાલાને ૪૫ હજાર રૂપિયા લેવાના હોવાથી જેમાં રાણેખાને રસિકભાઈ ચોખાવાલાને એક બિલના ૨૨૫૦૦ આપેલા અને બીજા પછી આપવાનું કહ્યું હતું.


Gujarat ને મળ્યું અનોખુ સન્માન: આખા દેશનું તંત્ર કામે લાગ્યું છતા ન થયું તે માત્ર વડોદરાએ કરી બતાવ્યું


ઉપરાંત ડીસા માર્કેટયાર્ડ ખાતે આવેલ સોમનાથ ટ્રેડિંગ નામની પેઢીના સાત લાખ રૂપિયા આપ્યા હતા. જે રૂપિયા ડીસા દિપક હોટલ પાસે માણસ લેવા આવવાનો હતો. તે બાદ રસિકભાઈ ચોખાવાળા અલગ-અલગ ગામડે જઇ ઉઘરાણી કરી હતી. જેની કિંમત 50,650 તે લઈ ડીસા આવવા નીકળેલા ત્યારે ધાનેરા પાસે બનાવેલ નવો અવર બ્રિજ પસાર કરતા બે અજાણ્યા શખ્સો ઇકો ગાડી રોકાવેલ ત્યારે ઇકોગાડી ચાલક શામતુંજી દરબારે રસિકભાઈ ચોખાવાળાને પુછ્યું કે પેસેન્જર બેસાડવા છે. 


સામાન્ય ઢાબા પર ચા પી રહેલ આ કોઇ સામાન્ય માણસ નહી ગુજરાતના મુખ્યમંત્રી છે


રસિકભાઈ ચોખાવાળાએ કહ્યું કે, બેસાડી દે જે બાદ બે અજાણ્યા શખ્સોને ડીસા જવું હોવાથી તેમને ઇકો ગાડીમાં બેસાડ્યાં હતા. જે બાદ ઇકોગાડી ધાનેરાથી ઝેરડા ગામથી આગળ પહોંચતા ઇકોગાડીના ચાલક શાતુંજી દરબારે ગાડી ઉભી રાખાવી હતી. ત્યારે ઇકો ગાડીમાં બેસેલ બે અજાણ્યા શખ્સોએ ગાડીમાં બેઠેલ રસિકભાઈ ચોખા વાલાને ગળાના ભાગે છરો બતાડીને કહ્યું કે, જે હોય તે આપી દે નહિતર જાનથી મારી નાખીશું. ત્યાર બાદ ઇકોગાડીની સીટ નીચે રહેલા 7 લાખ તેમજ રસિકભાઈ ચોખાવાલની ઉઘરાણી 50,650 તેમજ બે મોબાઈલ તેમજ રસિકભાઈ ચોખાવાલના ગજવામાં પડેલ 1500 આમ કુલ રૂપિયા 7,53,150 ની તેમજ ઇકોગાડીની ચાવી લઈ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. 


GUJARAT CORONA UPDATE: નવા અધધધ 5677 કેસ, 1359 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી


ઘટનાની જાણ રસિકભાઈ ચોખાવાલાએ ડીસા તાલુકા પોલીસને કરી હતી. ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ રસિકભાઈ કાંતિલાલ ચોખાવાલાએ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી હતી. ડીસા તાલુકા પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરતા ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલ્યો હતો. કુલ પાંચ આરોપીને ઝડપી લીધા હતા. લૂંટની ઘટના બાદ પોલીસ શંકાના આધારે ઇકો ચાલકની પૂછપરછ કરી હતી અને સમગ્ર લૂંટનો પ્લાન બહાર આવ્યો હતો. સમગ્ર લૂંટનો પ્લાન ડ્રાઈવરે ઘડેલો સમગ્ર લૂંટનો પ્લાન ડ્રાઇવર શાંતુજીએ કર્યો હતો. શાંતુજી દરરોજ વેપારીની સાથે જતા હોવાથી તેમજ વેપારી ઉઘરાણી લઈને આવતા હોવાની ડ્રાઇવરને જાણ હતી. જેથી ડ્રાઈવરે પોતાના જ ગામના અન્ય શખ્સો સાથે મળી વેપારી લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો.


કોરોનાની ગમે તેવી લહેર આવે હવે દરેક જિલ્લાઓ તમામ પ્રકારે કોરોના સામે લડવા માટે સજ્જ

આરોપીના નામ...
(1) શાંતુજી ઉર્ફે પીન્ટુ ચેહુજી દરબાર સોલંકી
(2) દીપાજી ભારમલજી સોલંકી ,
(3) વિરચંદભાઈ ઉર્ફે વિક્રમભાઈ મંછભાઈ પરમાર
(4) સિધ્ધરાજજી ભારમલજી સોલંકી
(5) રમેશભાઈ હરજી ભાઈ રાવળ રહે તમામ લુણપુર તા. ડીસા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube