સામાન્ય ઢાબા પર ચા પી રહેલ આ કોઇ સામાન્ય માણસ નહી ગુજરાતના મુખ્યમંત્રી છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાઇવે પરની કાઠીયાવાડી હોટલમાં સામાન્ય નાગરિકની જેમ ચાની ચૂસ્કી માણી હતી. મુખ્યમંત્રી 6 લેન હાઈવે નિર્માણની કામગીરીના નિરીક્ષણ દરમિયાન રીફ્રેશમેન્ટ હેતુસર હાઈવે પરના ઢાબે થોડી મિનિટો માટે રોકાયા હતા. મુખ્યમંત્રીએ પોતાના સાલસ સ્વભાવનો પરિચય આપ્યો- હોટલ પર ઉપસ્થિત મુસાફરોની લાગણીને માન આપી તેમની સાથે ફોટોઝ પડાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ પોતાના સરળ સ્વભાવાનુગત્ત રીતે સામાન્ય હોટલમાં ઉભા રહીને ચાનો આનંદ માણ્યો હતો. 
સામાન્ય ઢાબા પર ચા પી રહેલ આ કોઇ સામાન્ય માણસ નહી ગુજરાતના મુખ્યમંત્રી છે

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાઇવે પરની કાઠીયાવાડી હોટલમાં સામાન્ય નાગરિકની જેમ ચાની ચૂસ્કી માણી હતી. મુખ્યમંત્રી 6 લેન હાઈવે નિર્માણની કામગીરીના નિરીક્ષણ દરમિયાન રીફ્રેશમેન્ટ હેતુસર હાઈવે પરના ઢાબે થોડી મિનિટો માટે રોકાયા હતા. મુખ્યમંત્રીએ પોતાના સાલસ સ્વભાવનો પરિચય આપ્યો- હોટલ પર ઉપસ્થિત મુસાફરોની લાગણીને માન આપી તેમની સાથે ફોટોઝ પડાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ પોતાના સરળ સ્વભાવાનુગત્ત રીતે સામાન્ય હોટલમાં ઉભા રહીને ચાનો આનંદ માણ્યો હતો. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગને 6 લેન કરવાની કામગીરીના નિરીક્ષણ વેળાએ હાઇવે પરની કાઠીયાવાડી હોટલમાં સામાન્ય નાગરિકની જેમ ચાની ચૂસ્કી માણી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિરીક્ષણ માટે મોટર માર્ગે ઉપરોક્ત રૂટ પર નીકળ્યા હતા અને જુદા જુદા સ્થળોની માર્ગ નિર્માણ કામગીરી નિહાળી હતી. આ દરમિયાન હાઇવે પર આવેલી કનૈયા કાઠીયાવાડી હોટલ-ઢાબા પર તેઓ મુખ્ય સચિવ પંકજકુમાર અને અન્ય અધિકારીઓ સાથે રીફ્રેશમેન્ટ હેતુસર થોડી મિનિટો માટે રોકાયા હતા. 

મુખ્યમંત્રીએ પોતાના સાલસ સ્વભાવનો પરિચય આપતા કનૈયા કાઠીયાવાડી હોટેલ-ઢાબા પર ઉપસ્થિત મુસાફરોની લાગણીને માન આપી તેમની સાથે ફોટોઝ પડાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ પોતાનાં તમામ સ્ટાફને પણ આ ઢાબા પર ચા પીવડાવી હતી. અત્રે નોંધનીય છે કે, ઢાબાના માલિકે પણ મુખ્યમંત્રીને સ્પેશિયલ ચા પીવડાવી હતી. મુખ્યમંત્રીએ ચાને પણ મજેદાર ગણાવી હતી. મુખ્યમંત્રી બન્યા બાદ ઢાબાની ચા પીવાનો આનંદ ઉઠાવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news