ગેસ બોટલ કૌભાંડ: અમદાવાદીઓને LPG બોટલ તો આખી મળતી પણ ગેસ અડધો જ મળતો
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એલપીજી ગેસ સિલિન્ડરનું કટીંગ મોટા પાયે ચાલતું હોવાની બાતમી આધારે ત્રણ શખ્સોને ઇસનપુર પોલીસે ઝડપ્યા છે. ઝડપાયેલા ત્રણેય આરોપીઓ છેલ્લા કેટલાય સમયથી ગેસ એજન્સીની આડમાં સિલિન્ડર રીફિલિંગ કરી જરૂરિયાતમંદોને ઉંચા ભાવે વેચતા હોવાનું પણ સામે આવ્યું છે. જોકે આખાય કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે? તે અંગે તપાસ કરવા ઇસનપુર પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
Trending Photos
મૌલિક ધામેચા / અમદાવાદ : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એલપીજી ગેસ સિલિન્ડરનું કટીંગ મોટા પાયે ચાલતું હોવાની બાતમી આધારે ત્રણ શખ્સોને ઇસનપુર પોલીસે ઝડપ્યા છે. ઝડપાયેલા ત્રણેય આરોપીઓ છેલ્લા કેટલાય સમયથી ગેસ એજન્સીની આડમાં સિલિન્ડર રીફિલિંગ કરી જરૂરિયાતમંદોને ઉંચા ભાવે વેચતા હોવાનું પણ સામે આવ્યું છે. જોકે આખાય કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે? તે અંગે તપાસ કરવા ઇસનપુર પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી ચંડોળા તળાવ પાસે કોમર્શિયલ ગેસ સીલીન્ડર અને ઘરેલું ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રીતે વેચવાનું કૌભાંડ ચાલતું હતું. જે અંગે ઇસનપુર પોલીસને ચોક્કસ હકીકત મળતા રેડ કરી 248 ગેસ સિલિન્ડર કબજે કર્યા છે. અને ૩ શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસ કસ્ટડીમાં રહેલા આ ત્રણે આરોપીઓ છેલ્લા એકાદ વર્ષથી ગેસ સિલિન્ડર ચંડોળા તળાવ પાસે રાખતા હતા અને ત્યાંથી જ અલગ અલગ જગ્યાએ વહેંચણી કરતા.
ઝડપાયેલા આરોપી પૈકી રાજુ શ્રીવાસ મૂળ વટવા વિસ્તારનો રહેવાસી છે. અને ગેસ એજન્સીના લાયસન્સની આડમાં કોમર્શિયલ અને ઘરેલું ગેસ સિલેન્ડરમાંથી ગેસ ચોરી કરી અન્ય સિલિન્ડરોમાં ટ્રાન્સફર કરી લાખો રૂપિયા કમાતો હતો. જોકે અન્ય બે આરોપી સતેન્દ્ર સિંહ શ્રીવાસ અને અજય યાદવ તેના જ પરિચિત મિત્રો હતા. જેઓ આ ગેસ સિલિન્ડરોને ખાલી કરી વેચવામાં મદદ કરતા હતા. હાલ તો પોલીસે 248 ગેસ સિલિન્ડર કબજે કર્યા છે. જે કબ્જે કરાયેલ સિલિન્ડરની અંદાજિત કિંમત 5 લાખથી વધુની માનવામાં આવી રહી છે.
હાલ તો ગેસ સિલિન્ડરના આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં ઈસનપુર પોલીસને સફળતા મળી છે. ત્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1500 થી 2000 રૂપિયામાં વેચતો હોવાનું પણ સામે આવ્યુ છે. ત્યારે સવાલ એ થાય છે કે ચંડોળા તળાવ પાસે આટલી મોટી માત્રામાં ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા ત્યાં કોઈ મોટી હોનારત કે બનાવ બન્યો હોત તો તેના માટે જવાબદાર કોણ? બીજી તરફ આ ત્રણ આરોપીઓ સિવાય અન્ય લોકો પણ અમદાવાદના કયા વિસ્તારમાં ગેસ સિલિન્ડર સપ્લાય કરતા હતા. બીજા કયા આરોપીઓ આ કૌભાંડમાં સંડોવાયેલા છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે