ગુજરાતને કોની નજર લાગી? દારૂ, ડ્રગ્સ બાદ હવે નાના બાળકોના PORN મુવી મુદ્દે CBI ની તપાસ
CBI દ્વારા બાળકોના યૌન શોષણ મુદ્દે કાર્યવાહી કરતા 83 આરોપીઓ વિરુદ્ધ 23 અલગ અલગ કેસ દાખલ કરવામાં આવ્યા છે. આરોપીઓ પર બાળકોના યૌન શોષણ અને તેના વીડિયો બનાવીને વેચવાનો આરોપ છે. આ મુદ્દે સીબીઆઇ દ્વારા 14 રાજ્યો અને કેન્દ્રશાષીત પ્રદેશોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઇ દ્વારા ગુજરાત ઉપરાંત દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને તમિલનાડુમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી આ લખાઉ રહ્યું છે ત્યાં સુધી ચાલી જ રહી છે.
અમદાવાદ : CBI દ્વારા બાળકોના યૌન શોષણ મુદ્દે કાર્યવાહી કરતા 83 આરોપીઓ વિરુદ્ધ 23 અલગ અલગ કેસ દાખલ કરવામાં આવ્યા છે. આરોપીઓ પર બાળકોના યૌન શોષણ અને તેના વીડિયો બનાવીને વેચવાનો આરોપ છે. આ મુદ્દે સીબીઆઇ દ્વારા 14 રાજ્યો અને કેન્દ્રશાષીત પ્રદેશોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઇ દ્વારા ગુજરાત ઉપરાંત દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને તમિલનાડુમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી આ લખાઉ રહ્યું છે ત્યાં સુધી ચાલી જ રહી છે.
ડ્રગ્સ ડિલરો બુટલેગરના પણ બાપ નિકળ્યાં! જે મશરૂમને પોલીસ શાકભાજી સમજતી હતી તેમાંથી...
જો કે સૌથી ચોંકાવનારી બાબત છે કે, ચાઇલ્ડ પોર્નોગ્રાફી મુદ્દે ગુજરાતમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ગુજરાતનાં જૂનાગઢ, ભાવનગર, જામનગરમાં સીબાઇ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. સીબીઆઇ દ્વારા એક સાથે ગુજરાતનાં ત્રણ જિલ્લાઓમાં દરોડાથી ફફડાટ વ્યાપ્યો છે. જો કે પહેલાથી જ ડ્રગ્સ મુદ્દે છેલ્લા થોડા સમયથી વિવાદમાં રહેલા રાજ્યમાં હવે ચાઇલ્ડ પોર્નોગ્રાફીની તપાસનાં પણ તાર લંબાતા તંત્રમાં પણ ચકચાર મચી ચુકી છે. શાંત રાજ્ય તરીકેની છબી ધરાવતા ગુજરાતમાં દારૂના દુષણ બાદ ડ્રગ્સનું દુષણ પણ વધ્યું છે તેવામાં હવે ચાઇલ્ડ પોર્નોગ્રાફીથી રાજ્યની છબી ખરડાય તેવી શક્યતા છે.
મેનેજરે સોના સામે કરોડો રૂપિયાની લોન આપી, પછી ચેક કર્યું તો બેંકને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો
ગત્ત વર્ષે CBI દ્વારા નવેમ્બર મહિનામાં જ આ પ્રકારનાં કેસમાં યુપી સરકારમાં કામ કરતા જુનિયર એન્જિનિયર રામ ભુવન યાદવ અને પત્ની દુર્ગાવતીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાળકોનાં યૌન શોષણ અંગેનો વીડિયો બનાવીને ડાર્કવેબ પર વેચતા હતા. આ પ્રકારે સીબીઆઇએ જમ્મુ કાશ્મીરમાં રહેનારા નિયાજ અહેમદ મીરને પણ આ પ્રકારનાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે અમેરિકામાં રહેતી પોતાની પત્નીની મદદથી ત્યાંના બાળકોનાં યૌન શોષણના વીડિયો અને તસ્વીરોને ડાર્કનેટ દ્વારા વિદેશમાં વેચતો હતો. FBI ને જ્યારે આ વાતની માહિતી મળી તો તેણે સીબીઆઇને આ અંગે માહિતી આપી હતી. ત્યાર બાદ આ ધરપકડ અને કાર્યવાહી આરંભવામાં આવી હતી.
GUJARAT CORONA UPDATE: કોરોના બોમ્બ પર બેઠાં બેઠાં ગુજરાતીઓ આગની મસ્તી કરી રહ્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે, સીબીઆઇ દ્વારા વર્ષ 2019 માં બાળકોનાં યૌન શોષણના મુદ્દાને ગંભીરતાથી લેતા On-line Child Sexual Abuse and Exploitation(OCSAE) Prevention/Investigation Unit બનાવ્યું છે જે સીબીઆઇની સ્પેશિયલ ક્રાઇમ યુનિટ અંતર્ગત કામ કરે છે. ચાઇલ્ડ પોર્નોગ્રાફીના કેસ પર ધ્યાન રાખે છે. આ પ્રકારનો પોર્નોગ્રાફીક મટિરિયલ ડાર્ક વેબ પર મોકલવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube