મેજીક ડ્રગ: કસ્ટમના કરોડોના સેન્સરમાં પણ ન ઝડપાયું તેવું ડ્રગ પોલીસે સલુનમાંથી શોધી કાઢ્યું
અમેરિકાથી ઓનલાઈન ડાર્ક વેબ મારફતે ઇન્ટરનેશનલ ડ્રગ્સ ડીલરનો સંપર્ક કરીને હવાલા સિસ્ટમથી ચાલતો ડ્રગ્સનો કારોબાર પકડાયો. ક્રિપ્ટો કરન્સીથી ચુકવણી કરીને બાય કાર્ગો એર કુરિયરથી પ્રતિબંધિત નશાકારક પદાર્થો મંગાવીને સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર વેચાણ કરતા બે આરોપીની ગ્રામ્ય એસઓજીએ ધરપકડ કરી છે. અમદાવાદ ગ્રામ્ય SOG એ ઓનલાઈન ડ્રગ્સ મંગાવીને વેચાણ કરતા આનંદનગરના રહેવાસી વંદિત પટેલ અને વેજલપુરના પાર્થ શર્માની ધરપકડ કરી છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : અમેરિકાથી ઓનલાઈન ડાર્ક વેબ મારફતે ઇન્ટરનેશનલ ડ્રગ્સ ડીલરનો સંપર્ક કરીને હવાલા સિસ્ટમથી ચાલતો ડ્રગ્સનો કારોબાર પકડાયો. ક્રિપ્ટો કરન્સીથી ચુકવણી કરીને બાય કાર્ગો એર કુરિયરથી પ્રતિબંધિત નશાકારક પદાર્થો મંગાવીને સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર વેચાણ કરતા બે આરોપીની ગ્રામ્ય એસઓજીએ ધરપકડ કરી છે. અમદાવાદ ગ્રામ્ય SOG એ ઓનલાઈન ડ્રગ્સ મંગાવીને વેચાણ કરતા આનંદનગરના રહેવાસી વંદિત પટેલ અને વેજલપુરના પાર્થ શર્માની ધરપકડ કરી છે.
આરોપીઓ પાસેથી પોલીસે અમેરિકન હાઇ બ્રીડ ગાંજો, અમેરિકન ચરસ, લોકલ ચરસ, મેજિક મશરૂમ તથા શેટર જેવા નશાકારક ડ્રગ્સ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓ આ ડ્રગ્સ ઓનલાઈન મંગાવીને અમદાવાદ સહિત અનેક શહેરોમાં વેચતો હતો. અને ડ્રગ્સ વેચવા માટે છેલ્લા ઘણા સમયથી બોપલ વિસ્તારમાં સલૂન પણ ખોલવામાં આવ્યું હતું.જે સલૂનની આડમાં કોલેજોના યુવાધન ને ટાર્ગેટ કરી જેમનો સોશિયલ મીડિયા મારફતે બિન્દાસ રીતે ડ્રગ્સનો કારોબાર ચલાવતો હતો.
પોલીસ ક્સ્ટડીમાં ઉભેલો આ મુખ્ય આરોપી વંદિત પટેલ અને તેનો સાગરીત છે. જેમની પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું આવ્યુ છે કે વર્ષ 2018 માં અભ્યાસ અર્થે સિંગાપુર ગયો હતો. તે દરમિયાન વિદિત પોતે પણ ડ્રગ્સ આદિ બન્યો હતો અને પોતે એજ્યુકેટેડ હોવાથી અને ઇન્ટરનેટ, ડાર્ક વેબ, ઇન્ટરનેશનલ ડ્રગ્સ ચેઇન, ક્રિપ્ટોકરન્સી બાબતે જાણકાર હોવાથી ડાર્ક વેબ મારફતે ઈન્ટરનેશનલ ડ્રગ ઓનલાઇન સંપર્ક કરીને હવાલા સિસ્ટમ મારફતે વિદેશોમાં ક્રિપ્ટોકરન્સી થી પેમેન્ટની ચુકવણી કરીને કાર્ગો એર કુરિયર મારફતે ગુજરાતમાં અલગ-અલગ સરનામાં પર ડ્રગ્સ પાર્સલો મંગાવતો હતો. જો કે સ્કેનર માં પકડાઈ ના જાય તે માટે ખાસ પ્લાસ્ટિક ની બેગમાં ડ્રગ્સ છુપાવી ને કોઈ પણ વસ્તુ ઓની આડ માં મંગવતો હતો. પોલીસ એ આં પ્લાસ્ટિક ની બેગ પણ કબ્જે કરી છે. જે બેગ બનાવવા માં કઈ કઈ સામગ્રી નો ઉપયોગ થયો છે તેની જાણકારી મેળવવા માટે તેને FSLમાં પણ મોકલવામાં આવશે.
હાલમાં આરોપીની પૂછપરછ માં એ પણ સામે આવ્યું છે કે લોકલ ચરસ તે હિમાચલ પ્રદેશ થી મંગાવતો હતો. જેથી પોલીસે હિમાચલ પ્રદેશ ના ગુડ્ડુ ભાઈ, સુરત ના ફેનીલ, બોપલ ના નીલ પટેલ, શ્યામલ ચાર રસ્તા પાસે રહેતા વિપુલ ગોસ્વામી, થલતેજના જીલ પરાઠે અને વાપીના આકીબ સિદ્દીકીના નામ બહાર આવતા તેમને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીએ અત્યાર સુધીમાં રૂપિયા એક કરોડથી વધુ રકમનું ડ્રગ્સ વેચી દીધું હોવાનું સામે આવ્યો છે.
જ્યારે પકડાયેલ અન્ય આરોપી પાર્થ શર્મા પણ મંગાવેલ ડ્રગ્સનો જથ્થો જ્યાં રાખવામાં આવ્યો છે. તેનું ધ્યાન રાખતો ઉપરાંત જ્યારે મુખ્ય આરોપી ગેરહાજર હોય ત્યારે તે લોકોને ડ્રગ્સ પૂરું પાડતો હતો. જેના બદલેમાં તેને દર મહિને રૂપિયા 20 થી 25 હજાર મળતા હતા. માનવામાં આવી રહ્યું છે કે, આ પ્રકારનું કન્સાઇનમેન્ટ ગુજરાતમાં પ્રથમ વખત આવ્યું હતું. જેનાથી NCB, CISF અને એરપોર્ટ ઓથોરિટી પણ અચંબામાં મુકાઈ છે કારણ કે કરોડો રૂપિયાના આ ડ્રગ્સ કન્સાઈન્મેન્ટ ધ્યાનમાં ના આવ્યું ?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે