જામનગર : જામનગરનાં લાલપુર બાયપાસ નજીક નિર્માણાધીન કન્ટ્સ્ટ્રક્શન સાઇટ પર બિલ્ડર ગીરી ડેર પર ફાયરિંગની ઘટના બની હતી. આ મુદ્દે  ગુજરાત ATS દ્વારા ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ત્રણેય આરોપીઓને જામનગર પોલીસના હવાલે કરવામાં આવ્યા છે. પુછપરછ દરમિયાન જામનગર ભુમાફિયા જયેશ પટેલે સોપારી આપીને બિલ્ડર પર ફાયરિંગ કર્યું હોવાનું ખુલ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: ઓનલાઇન સસ્તી ખરીદીની લાલચે યુવતીએ 34 હજાર ગુમાવ્યા, ગઠીયાઓની ગજબ ટ્રીક

આ અંગે પાંચકોશી બી ડિવીઝન પોલીલ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. SP શરદ સિંઘલ દ્વારા આ કેસની તપાસ લોકલ ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી હતી. એલસીબી દ્વારા આ અંગે ગુનો ઉકેલી લેવામાં આવ્યો હતો. હાલ તો જામનગર એલસીબી દ્વારા ત્રણેય શખ્સોનો હવાલો લીધો છે અને પુછપરછ આદરી છે. 


મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનને લઈને મોટા સમાચાર, જીતેન્દ્રિયપ્રિયદાસજી નવા ગાદીપતી નિમાયા

ધરપકડ કરાયેલા ત્રણેય શખ્સો સંજય બારડ, હિતેશ ઉર્ફે હિતુભા ઝાલા અને ધોરાજીનો પ્રવીણ ઉર્ફે ટકાને અમદાવાદ ATS દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. જો કે આ મુદ્દે હાલ બિલ્ડર પર ફાયરિંગ માટે કેટલા રૂપિયાની સોપારી આપવામાં આવી હતી. તે હજી સુધી જાહેર થયું નથી. હાલ એલસીબીએ કબ્જો મેળવીને રિમાન્ડ માટેની પ્રક્રિયા હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર