સુરતમાં વ્યાજખોરો 41 હજારના 2 લાખ ઉઘરાવ્યા તેમ છતા ગેરેજ માલિક આત્મહત્યા માટે મજબુર બન્યો
વ્યાજે રૂપિયા આપતી ગેંગ જ્યારે વધુ રૂપિયાની ઉઘરાણી કરે છે, ત્યારે અનેક લોકો પર એવું દબાણ ઉભું થાય છે કે તેમને આત્મહત્યા કરવા સિવાય કોઈ છૂટકો રહેતો નથી. આવી જ વધુ એક ઘટના સુરત શહેરમાં બની છે. સુરતના ડભોલીમાં ગેરેજ માલિકે સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી છે. વ્યાજે લીધેલા 41 હજાર સામે 2 લાખ રૂપિયા માગી ત્રાસ આપવામાં આવતાં ગેરેજમાલિકે કંટાળીને આપઘાત કરી લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ડભોલીના પરસોત્તમભાઈ ભારદ્વાજ ગેરેજ ધરાવે છે. તેમણે રમેશ રબારી અને દિનેશ રબારી પાસેથી 41 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા.
તેજસ મોદી/સુરત : વ્યાજે રૂપિયા આપતી ગેંગ જ્યારે વધુ રૂપિયાની ઉઘરાણી કરે છે, ત્યારે અનેક લોકો પર એવું દબાણ ઉભું થાય છે કે તેમને આત્મહત્યા કરવા સિવાય કોઈ છૂટકો રહેતો નથી. આવી જ વધુ એક ઘટના સુરત શહેરમાં બની છે. સુરતના ડભોલીમાં ગેરેજ માલિકે સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી છે. વ્યાજે લીધેલા 41 હજાર સામે 2 લાખ રૂપિયા માગી ત્રાસ આપવામાં આવતાં ગેરેજમાલિકે કંટાળીને આપઘાત કરી લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ડભોલીના પરસોત્તમભાઈ ભારદ્વાજ ગેરેજ ધરાવે છે. તેમણે રમેશ રબારી અને દિનેશ રબારી પાસેથી 41 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા.
નિયમો નાના માણસ માટે જ ? ભાજપના કોરોના પોઝિટિવ નેતાએ હોસ્પિટલમાં જ કાર્યક્રમ યોજ્યો
વ્યાજે લીધેલા રૂપિયા સામે પરસોત્તમભાઈએ 81 હજાર ચૂકવી દીધા હતા. પરંતુ વ્યાજખોરો પરસોત્તમભાઈ પાસેથી 2 લાખ પડાવવા માટે સતત ત્રાસ આપતાં હતાં. જેથી વધુ સહન ન થઈ શકતાં તેમણે આત્મહત્યા કરી લીધી હતી. પરસોત્તમમભાઇએ ઘરની ઉપર ત્રીજા માળે આવેલી પતરાંવાળી રૂમમાં છતની લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાને પગલે પરસોત્તમભાઈના પુત્ર અમિત દ્વારા ચોકબજાર પોલીસ સ્ટેશનમાં રમેશ રબારી અને દિનેશ રબારી વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રેપિડ ટેસ્ટને લઈને ડો.શીતલ મિસ્ત્રીનું મોટું નિવેદન, ભરોસો ન રાખો આ ટેસ્ટ પર
શુ લખ્યું છે સુસાઇડ નોટમાં?
આત્મહત્યા કરતાં પહેલાં પરસોત્તમભાઈએ એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં લખ્યું હતું કે સાહેબ, રમેશભાઈ રબારી તથા દિનેશભાઈ રબારી મારી દુકાન વિઠ્ઠલનગર લંબોજ એપાર્ટમેન્ટ છે. મેં દુકાન રાખી એને 17 મહિના થયા. દુકાન ભાડે આપવા દેતા નથી, વેચવા પણ દેતા નથી. સાહેબ, મને ધમકી આપે છે, ડરાવે છે, તારે દુકાન વેચવી હોય તો મને આપવી પડશે. નહીંતર દુકાન વેચવા નહીં દઉં કહી દુકાન આગળ બેસી ગયા.
વિધાનસભા : ચોમાસું સત્ર માટે તમામ ધારાસભ્ય અને મંત્રીઓના કોરોના ટેસ્ટ શરૂ
શુક્રવારે દીપક ચંપકભાઈ જેઠવા તથા મેહુલ વિઠ્ઠલ દુકાન વાંધામાં હતી અમને ખબર નહોતી. રમેશભાઈ રબારી પોલીસ કમિશનર પાસે જાય તોય અમને ફરક નો પડે. તારે ગમે તે પોલીસ પાસે જાઓ, મને કોઈ વાંધો નથી. દુકાન ખોલવી હોય તો મને 80,000 આપવા પડશે. દુકાન ખોલીશ તો હાથ પણ ભાગી નાખીશ. ડરના મારે મેં 40000 આપેલા છે. તા. 6-09-2019ને શુક્રવારે આપેલા છે. સવારે 9.30 વાગ્યે આપેલા છે. દિનેશ રબારી અને રમેશ રબારી મારવાની ધમકી આપે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube