વડોદરામાં કોંગ્રેસ કોર્પોરેટર અતુલ પટેલ કોરોનાથી સંક્રમિત
વડોદરામાં આજે નવા 95 કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ કેસોની સંખ્યા 4462 થઈ ગઈ છે.
વડોદરાઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 59 હજારને પાર પહોંચી ગઈ છે. અનેક શહેરોમાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. તો વડોદરામાં કોંગ્રેસ કોર્પોરેટર અતુલ પટેલનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અતુલ પટેલ વોર્ડ નંબર-1ના કોર્પોરેટર છે. કોર્પોરેટર અતુલ પટેલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કોંગ્રેસ કાર્યકરોએ જલદી સાજા થવાની પ્રાર્થના કરી છે. તો કોર્પોરેટરના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે.
વડોદરામાં કોરોના વાયરસની સ્થિતિ
વડોદરામાં આજે નવા 95 કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ કેસોની સંખ્યા 4462 થઈ ગઈ છે. જિલ્લામાં આજે કોરોનાને લીધે 3 લોકોના મૃત્યુ થયા છે. વડોદરા જિલ્લામાં સારવાર બાદ વધુ 79 લોકોને રજા આપવામાં આવી છે. આમ સારવાર બાદ અત્યાર સુધી 3522 રિકવર થઈ ગયા છે.
કોરોનાનો નવો રેકોર્ડઃ છેલ્લા 24 કલાકમાં 1144 કેસ, 24 મૃત્યુ, રિકવરી રેટ 73.06%
રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ
રાજ્યમાં દરરોજ કોરોના વાયરસના નિવા કેસ રેકોર્ડ બનાવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1144 કેસ નોંધાયા છે. આ એક દિવસમાં અત્યાર સુધી નોંધાયેલા કેસનો રેકોર્ડ છે. તો આ દરમિયાન કુલ 24 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે રાજ્યમાં કુલ 783 લોકો સારવાર બાદ સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસોનો આંકડો 59,126 પર પહોંચી ગયો છે. તો મૃત્યુઆંક 2396 થઈ ગયો છે. અત્યાર સુધી સારવાર બાદ રાજ્યમાં કુલ 43195 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube