Khalistani terrorists threaten : અમદાવાદ ટેસ્ટમાં ખાલિસ્તાનીના નામે ધમકી મામલે બંને આરોપીના રિમાન્ડમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપી રાહુલ દ્વિવેદીએ 2014થી 21માં 5 વખત દુબઈની મુલાકાત લીધી હતી. આરોપી ડમી ઈન્ટરનેશનલ કોલિંગનું કામ દુબઈમાંથી શીખ્યો હતો. સાથે જ તેણે દુબઈમાં વિદેશી લોકો પાસેથી કોલિંગનું શીખ્યો હોવાની પણ કબૂલાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે અમદાવાદ ટેસ્ટમાં ખાલિસ્તાની આતંકવાદીના નામે ગુજરાતી લોકોને ધમકી આપવાના મામલામાં સાયબર ક્રાઈમે સતનામાંથી બે આરોપી નરેન્દ્ર કુશવાહા અને રાહુલ દ્વિવેદીની ધરપકડ કરી છે. આ બંને લોકો ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ ચલાવતા હતા. આ બંને મારફતે જ આતંકવાદીએ ધમકી આપી હતી. આતંકવાદી ગુરુપતવંત સિંહનો ઉદ્દેશ્ય લોકો વચ્ચે દહેશતનો માહોલ ઉભો કરવાનો હતો. આ માટે તેણે આ ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જનો ઉપયોગ કર્યો. ત્યારે આ ગુનામાં વધુ કેટલા લોકો સંડોવાયા છે તેમજ આ બન્ને આરોપીઓ આતંકવાદી ગ્રુપના સંપર્કમાં કેવી રીતે આવ્યા અને કામ માટે કેટલી રકમની ચૂકવણી કરવામાં આવી? તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. 


સંગઠનના મહારથી 156 બેઠકના સરતાજ પાટીલનો આજે જન્મદિન : જે કહ્યું તે કરી દેખાડ્યું


પોલીસે તેમના ઘરે તપાસ કરતાં તેમની પાસેથી મેસેજ વાયરલ કરવા માટે વપરાતા 11 સિમબોક્સ અને 168 સીમ કાર્ડ કબજે લીધા હતા. નરેન્દ્ર અને રાહુલ પોતાના ઘરમાં જ બોગસ ટેલિફોન એક્સચેન્જ ધરાવતા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસને એવું જાણવા મળ્યું  છે કે આવા મેસેજ વાયરલ કરવાના તેમને રૂપિયા મળતા હતા.


ત્યારે અમદાવાદમાં ટેલિફોન એક્સેચેન્જ ચલવતા બે આરોપીઓની ધરપકડ કરાઈ હતી. સાયબર ક્રાઇમે ધરપકડ કરેલા બંને આરોપીઓના રિમાન્ડ દરમ્યાન ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી છે. આરોપી રાહુલ દ્વિવેદી વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૧ સુધીમાં કુલ ૦૫ વખત દુબઈ મુલાકાત લીધી હોવાનું સામે આવ્યું છે. તે દુબઈમાં જઈને ઇલેક્ટ્રોનિક્સનું કામકાજ કરતા હતો હતો. તેને દર મહિને ૭૫૦ દિરહામ કામ કરવાના અને ૩૦૦ દીરહામ જમવાના મળતા હતા. એટલુ જ નહિ, આરોપી રાહુલ દ્વિવેદી બમણા દિરહામ મેળવવા શુક્રવારે પણ કામકાજ કરતો હતો. 


કચ્છના ગામડા ખાલી થવા લાગ્યા, પોતાનુ પશુધન લઈને નીકળી પડ્યા માલધારી


વર્ષ ૨૦૨૧ બાદ તે ૩૫ મહિના દુબઈમાં રોકાયો હતો. ત્યારબાદ મોટા ભાઇના મેરેજ હોવાથી દુબઈથી પાછો આવી ગયો હતો. ફરીથી દુબઈ જઈને આરોપીએ ઈન્ટરનેશનલ કોલિંગ કરવાની સિસ્ટમ વિશેની જાણકારી દુબઈમાં રહેતા વિદેશી લોકો પાસેથી જાણી હોવાની કબૂલાત તેણે પૂછપરછમાં કરી છે. ઇન્ટરનેશલ વોઇપ કોલને ડોમેસ્ટિક વોઈપ કોલમાં કેવી રીતે કન્વર્ટ કરવા તે દુબઈમાં રહેતા વિદેશીઓ પાસેથી શીખ્યો હોવાની કબૂલાત કરી. ઈન્ટરનેશનલ કોલીંગ કરવા માટેના ડમી ટેલીફોન એક્સચેન્જ ઓપરેટ કરવાનું પણ દુબઈમાંથી શીખ્યો હતો. દુબઈમાં વસવાટ કરતા વિદેશીઓ સાથે કમિશન ઉપર ભાગીદારીમાં ધંધો પણ શરૂ કર્યો હતો. આરોપી રાહુલે દુબઈમાં રહીને ઈન્ટરનેશનલ કોલિંગની મિનિટો વેચતો હતો. તે ડમી ટેલીફોન એક્સચેન્જના ચલાવનારા ૦૩ આંતરરાષ્ટ્રીય વ્યક્તિઓના પણ સંપર્કમાં હતો. આ બાદ તે આખા ડમી ટેલિફોન એક્સચેન્જની દુનિયાનો જાણકાર અને માસ્ટર માઈન્ડ બની ચૂક્યો હતો.