Cyclone Biparjoy: ચિંતા નથી! ભારતીય સેના તૈયાર છે..!!! `બિપોરજોય` ત્રાટકે તે પહેલા ગુજરાતે શું કરી છે તૈયારીઓ?
Cyclone Biparjoy: ગુજરાતમાં હાલ સૌથી મોટા ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન હવે ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે અને આગામી 15મી તારીખે ગુજરાતના દરિયાકાંઠે હીટ કરશે.
Cyclone Biparjoy: રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીની અદ્યતન માહિતી મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં મંગળવારે સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ, તીવ્ર ગતિએ પવન ફૂંકાવો તથા વાતાવરણમાં આવેલા બદલાવ સામે તંત્રની સજ્જતા અંગે તેમણે ઉચ્ચસ્તરીય બેઠકમાં વિગતો મેળવી હતી.
ગુજરાતમા ભયંકર વાવાઝોડા સાથે પૂરનો ખતરો,સરકારે કબૂલ્યું- કચ્છ-સૌરાષ્ટ્રની હાલત બગડશે
મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા વહીવટીતંત્ર સાથે યોજેલી બેઠકની માહિતી મુખ્યમંત્રીને આપતા જણાવ્યું કે સુરક્ષા અને સલામતીના પગલાંના ભાગરૂપે અત્યાર સુધી કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ એમ કુલ ૮ જિલ્લાઓમાં ૩૭,૭૯૪ લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે. આ આઠ જિલ્લાઓમાંથી ૬૨૨૯ અગરિયા ભાઈબહેનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
Biparjoy Explainer: દરિયાની ગરમી, ઠંડા પવનોની રમત, જાણો બિપરજોયની આફત બનવાની કહાની
આરોગ્ય વિભાગની સજ્જતા અંગે તેમણે કહ્યું કે વિભાગ દ્વારા જરૂરી દવાઓ તથા અન્ય સામગ્રીના જથ્થાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં ૫૨૧ જેટલા પી.એચ.સી., સી.એચ.સી., હોસ્પિટલને આરોગ્ય-રક્ષક દવા, સાધનો, જનરેટરથી સજ્જ કરવામાં આવ્યા છે. પૂર સંભવિત વિસ્તારોમાં ૧૫૭ (૧૦૮) એમ્બ્યુલન્સ સેવાઓ સહિત કુલ ૨૩૯ એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ છે. કચ્છમાં સંભવિત વિકટ સ્થિતીમાં આરોગ્ય સુવિધા જાળવી રાખવા ૪ સી.ડી.એચ.ઓ - ૧પ મેડીકલ ઓફિસર-સંયુકત પશુપાલન નિયામક ફરજરત કરવામાં આવ્યા છે.
આ વિનાશક વાવાઝોડા આગળ બિપોરજોય તો કઈ નથી! અહીં દર વર્ષે ત્રાટકે છે ખતરનાક આફત
હવામાન વિભાગના વર્તારા અનુસાર આગામી ૧૪ અને ૧પ જૂનના દિવસોમાં આ આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની શકયતાઓ દર્શાવાઇ છે. કચ્છ જિલ્લામાં આ વાવાઝોડાની વ્યાપક અસરની શકયતાને પગલે કચ્છમાં ૪૦ હજારથી વધુ ફૂડ પેકેટ- બે હજાર કિલોગ્રામ મિલ્ક પાવડર-૪પ હજાર ટ્રેટાપેક મિલ્ક જરૂરતમંદ લોકોને પહોંચાડવા તૈયાર કરવામાં આવ્યા છે.
શું છે બિપરજોય નામનો અર્થ? કઈ રીતે રખાય છે ચક્રવાતનું નામ? હવે પછી શું હશે નામ અને..
માર્ગ-મકાન વિભાગે ૧૧૫ ટીમો બનાવીને આ જિલ્લાઓમાં કાર્યરત કરી છે. ૧૬૭ જે.સી.બી-ર૩૦ ડમ્પર સહિત ૯ર૪ મશીનરી-વાહનો સાથે માર્ગ-મકાન વિભાગ સજ્જ-કચ્છમાં ખાસ એસ.ઇ ને ફરજ સોંપાઇ છે. એટલું જ નહિ, ઊર્જા વિભાગે ૮ સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં ૫૯૭ સહિત કુલ ૮૮૯ ટીમ સ્ટેન્ડ બાય રાખી છે અને આ આઠ જિલ્લાઓના ૬૯પ૦ ફિડરો પરથી મળતા વીજ પૂરવઠાને અસર ન પહોંચે તેની પણ તકેદારી રાખી છે. ભારે વરસાદ કે વાવાઝોડાથી કાચા મકાનો, ઝૂંપડાઓ કે નીચાણવાળા વિસ્તારો જ્યાં પાણી ભરાય છે ત્યાં લોકોની સલામતી અને જરૂર જણાયે બચાવ રાહત માટે NDRFની ૧પ તથા SDRFની ૧૨ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. સાવચેતીના પગલારૂપે આ દરિયાઇ વિસ્તારના આઠ જિલ્લામાં કુલ ૪૦૫૦ હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે.
ગુજરાત સરકારને ફફડાટ! ચક્રવાત 8 જિલ્લાના 15 લાખ લોકોને કરશે અસર, 30 હજારનું સ્થળાંતર
ભારે વરસાદ કે વાવાઝોડાને પગલે કોમ્યુનિકેશન સિસ્ટમને અસર પડે તો તેને પહોંચી વળવા સેટેલાઇટ ફોન્સ, હેમ રેડીયો ઓપરેટર, જી-સ્વાન નેટવર્કની સેવાઓ પણ તકેદારીના ભાગરૂપે તૈયાર રાખવામાં આવી છે, મોબાઇલ સર્વિસ ઓપરેટર્સને પણ તકેદારીના ભાગરૂપે અલ્ટરનેટીવ ટાવર્સ ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે.
વાવાઝોડા પહેલા ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદ, છેલ્લા 24 કલાકમાં 77 તાલુકાને ઘમરો
ભારતીય સૈન્યએ ‘બિપરજોય’ ત્રાટકે તે પહેલાં તૈયારીઓ
ભારતીય સૈન્યએ કુદરતી આપદાના સમયે લોકોને થનારી સંભવિત મુશ્કેલીઓને હળવી કરવાના પોતાના મક્કમ સંકલ્પને અનુરૂપ, ગુજરાત તરફ આવી રહેલું ભયંકર ચક્રવાત બિપરજોય જમીન વિસ્તારમાં ત્રાટકે તે પછી સ્થાનિકોને સહાય પૂરી પાડવા માટે તૈયારી કરી લીધી છે. ભુજ, જામનગર, ગાંધીધામ, ધ્રાંગધ્રા, વડોદરા અને ગાંધીનગર ખાતે તેમજ નલિયા, દ્વારકા અને અમરેલીમાં સમુદ્રકાંઠા તરફના સ્થળોએ પૂર રાહત કોલમનું રિહર્સલ કરવામાં આવ્યું છે અને તેને તૈયાર રાખવામાં આવ્યા છે.
બિપોરજોયના 'મહાભયાનક' ખતરા વચ્ચે CM નો વીડિયો સંદેશ, નાગરિકોને કરી ખાસ અપીલ
સૈન્ય સત્તાધીશોએ નાગરિક પ્રશાસન તેમજ NDRF સાથે સંયુક્ત રીતે રાહત કામગીરીનું આયોજન કર્યું છે. આ સંવાદથી આપદા વ્યવસ્થાપન સાથે સંકળાયેલી તમામ એજન્સીઓને તેમની શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાનપ્રદાન કરવા અને એકબીજા પાસેથી લાભ મેળવવા માટે એક પ્લેટફોર્મ મળ્યું છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ભારતીય સેનાના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી અને કટોકટીના સમયે સંપૂર્ણ સમર્થનનું વચન આપ્યું હતું. તોફાની પવનો અને ભારે વરસાદના પગલે ઓછું નુકસાન થાય તેની ખાતરી કરવા માટે પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી પણ સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
ગુજરાતીઓને હાશકારો થાય તેવા સમાચાર! વાવાઝોડું ગુજરાતથી 10 કિલોમીટર દૂર ફંટાયું
જામનગર મિલિટરી સ્ટેશનથી આર્મીના 78 જવાનો રાહત અને બચાવકાર્ય માટે દ્વારકા જવા રવાના
ગુજરાત ઉપર બિપરજોયનું સંકટ વધતાં તંત્ર પણ તેની સામે લડવા માટે સજ્જ બન્યું છે. વાવાઝોડાની અસર ગુજરાત પર થવા લાગી છે. જેના પગલે ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં દરિયા કિનારાના વિસ્તારોમાં વધુ અસર સર્જાશે. ચક્રવાત બિપરજોયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર જામનગર ઉપરાંત સેનાની ત્રણે પાંખો આર્મી, નેવી અને એરફોર્સ પણ મદદે આવી છે. ત્યારે જામનગર મિલિટરી સ્ટેશનમાંથી આર્મીની રેસ્ક્યુ ટિમ આજે રાહત અને બચાવ કાર્ય માટે દ્વારકા જવા માટે રવાના થઇ છે. આર્મીના ૭૮ જેટલા જવાનો ૧૭ વાહનો મારફતે જામનગરના આર્મી કેમ્પથી દ્વારકા તરફ રવાના થયા છે. તેમજ કલેક્ટર કચેરી જામનગર ખાતે સિવિલ એડમિનિસ્ટ્રેશન અને આર્મી, નેવી અને એરફોર્સના પ્રતિનિધિઓ વચ્ચે પણ બેઠક યોજવામાં હતી.
15 જૂન સાંજે અમદાવાદ રિવરફ્રન્ટમાં જતા નહીં! નહીં તો પડી જશો સૌથી મોટી મુસીબતમાં!
જામનગર જિલ્લામાં ૮,૫૪૨ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવતું તંત્ર
બિપરજોય વાવાઝોડા અન્વયે જિલ્લામાં જાનમાલની ઓછામાં ઓછી નુકસાની થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્ર તેમજ વિવિધ વિભાગો દ્વારા નિરંતર કામગીરી કરવામાં આવી રહી છે.જેમાં દરીયાકાંઠાના ગામોમાં દરીયાની નજીકના કાચા મકાનો કે ઝુ૫ડાઓમાં રહેતા લોકો તથા મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ-૮૫૪૨ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરેલ છે. તેમજ દરિયાકાંઠાના ગામોમાં રાહત અને બચાવની અસરકારક કામગીરી થઈ શકે તે હેતુથી રાજય સરકાર તરફથી 2-SDRF તથા 2-NDRF ની ટીમો ફાળવવામાં આવેલ છે.જે પોતાના નિયત સ્થળે પહોંચી ગયેલ છે.
આ વર્ષે સારું નહીં જાય ચોમાસું! વાવાઝોડાના કારણે દેશભરમાં વરસાદ પર કેવી થશે અસર?
દરીયા કાઠાના ૦ થી ૫ તથા ૬ થી ૧૦ કી.મી.ના ૩૯ ગામોમાં આશ્રયસ્થાનો નકકી કરાયેલ છે. તથા તેમાં જરૂરી સુવિધાઓ ઉ૫લબ્ઘ કરાયેલ છે.જિલ્લા કલેક્ટર શ્રી બી.એ.શાહ દ્વારા વાવાઝોડા અન્વયે તમામ કામગીરી સુચારૂ રૂપે થાય તે માટે દરેક તાલુકા માટે વર્ગ-૧ ના લાયઝન અધિકારીની નિમણૂંક કરાયેલ છે. જે હાલ જે તે તાલુકા મથકે ફરજ પર હાજર છે અને તમામ કામગીરીનું સંકલન કરી રહયા છે.મહાનગર,નગરપાલીકા વિસ્તારમાંથી અંદાજે ૧૫૭ જેટલાં હોર્ડીંગ્સ/સાઇનબોર્ડ જેવા ઉતારી લેવામાં આવેલ છે. તેમજ કલેક્ટરએ જિલ્લામાં તમામ મોટા ઉદ્યોગગૃહો સાથે આજે બેઠક કરી સલામતીના પગલા લેવા સૂચના આપેલ છે.
શું ગુજરાત માટે 15 જૂન વિનાશકારી બનશે! 150 કિ.મીની ઝડપે આ વિસ્તારોમાં મચાવશે તબાહી
તથા તેના હસ્તકના સંસાઘનો રેસ્કયુ માટે ઉપયોગ કરવા આયોજન કરેલ છે.એરફોર્સ/નેવી/આર્મી તથા કોસ્ટગાર્ડના ઓફીસરશ્રી સાથે બેઠક કરી એરલીફટ સહિતની તમામ મદદ માટે ટીમોને તૈયાર રખાયેલ છે.જિલ્લાના ઉત્પાદક યુનિટો તથા ચેમ્બર ઓફ કોમર્સના તમામ વેપારીઓ સાથે બેઠક કરી તા.૧૪ તથા ૧૫/૦૬/૨૦૨૩ ના રોજ યુનિટો/વેપારઘંઘા બંઘ રાખવા સ્વૈચ્છિક સહમતિ સાધેલ છે.