Biparjoy Cyclone: શું ગુજરાત માટે 15 જૂન વિનાશકારી બનશે! 150 કિ.મીની ઝડપે આ વિસ્તારોમાં તબાહી મચાવશે બિપોરજોય

Cyclone Bipajoy IMD Alert: બિપોરજોય વાવાઝોડાને લઈને જાહેર પોતાની નવી અપડેટમાં હવામાન વિભાગે ચેતવણી આપતા જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠે 6થી 10 ફૂટ ઉંચા મોજા ઉછળી શકે છે. એવામાં લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની ભલામણ કરી છે.

Biparjoy Cyclone: શું ગુજરાત માટે 15 જૂન વિનાશકારી બનશે! 150 કિ.મીની ઝડપે આ વિસ્તારોમાં તબાહી મચાવશે બિપોરજોય

Biparjoy Cyclone: ભારતીય હવામાન વિભાગે મંગળવારે એક ભયાનક આગાહી કરી છે. ગુજરાત પર બિપોરજોય વાવાઝોડું ખતરો બનીને મંડરાઈ રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી દીધી છે કે આ વાવાઝોડું મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી શકે છે. બિપોરજોય વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થશે. બિપોરજોય વાવાઝોડાને લઈને જાહેર પોતાની નવી અપડેટમાં હવામાન વિભાગે ચેતવણી આપતા જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠે 6થી 10 ફૂટ ઉંચા મોજા ઉછળી શકે છે. એવામાં લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની ભલામણ કરી છે.

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, ચક્રવાત 'બિપોરજોય' હાલમાં ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં કેન્દ્રિત છે અને ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે ચક્રવાત દ્વારકાથી લગભગ 200 કિ.મી દૂર છે અને આશા છે કે તેની અસર કચ્છ અને દ્વારકામાં જોવા મળશે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે મંગળવારે સવારે ચક્રવાત થોડું નબળું પડ્યું હતું, પરંતુ 15 જૂનની આસપાસ તે અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડાની સ્થિતિમાં હશે.

બિપોરજોય વાવાઝોડાની જૂની ઝડપની તુલનામાં હાલ થોડું નબળું પડી ગયું છે. તેની ઝડપ 13 જૂને 150 થી 160 કિમી/કલાક અને 14 જૂને 135 થી 145 કિમી/કલાકની હતી. જ્યારે, 15 જૂને, ચક્રવાતની ઝડપ 125 થી 135 કિમી પ્રતિ કલાક સુધી જવાની ધારણા છે. ચક્રવાત ગુજરાતના જખૌ બંદર નજીક ત્રાટકે તેવી ધારણા છે. તે 15 જૂને સાંજના સુમારે ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે. આ પહેલા 135-145 કિમી પ્રતિ કલાકથી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડશે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે 14મી જૂને રાજકોટ, જૂનાગઢ, જામનગર અને દ્વારકામાં ઓછો વરસાદ પડશે, પરંતુ આ વિસ્તારોમાં આટલા વરસાદને કારણે પૂર અને અન્ય પ્રકારનો ભય સર્જાઈ શકે છે. લોકોને 15 દિવસ સુધી દરિયાઈ વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. IMD અનુસાર, પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. 

આ જિલ્લાઓમાં 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છના નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રણથી છ મીટર ઊંચા દરિયાના મોજા ઉછળી શકે છે. આવા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવા અને અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવાનું સૂચન કરવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news