અમદાવાદ : સી આર પાટીલ ને પ્રદેશ અધ્યક્ષ બનાવી ભાજપે કાર્યકરો નું અપમાન કર્યું હોવાનો આક્ષેપ અર્જુન મોઢવાડીયાએ કર્યો હતો. મોઢવાડીયાએ આક્ષેપ કર્યો કે, ભાજપની સરકાર બન્યા બાદ દેશમાંના બનવાનું બન્યું છે. શાશ્વત મૂલ્યોને ઉલ્ટાવવાનું કામ ભાજપે કર્યું છે. ભાજપે પ્રદેશ પ્રમુખ કોને બનાવવાએ એમનો અંગત મામલો છે. ભાજપના નવા અધ્યક્ષની ક્રાઇમ કુંડળી વિશાળ છે. જીતુ વાઘાણીના બદલે સી.આર પાટીલને મુકવામાં આવ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Update: રેકોર્ડ 1078 કેસ, 28 મૃત્યુ, 718 ડિસ્ચાર્જ, કુલ સંક્રમિતોની સંખ્યા 52 હજારને પાર


જો કે અન્ય દાવેદારો પણ પ્રમુખ બનવાની લાઈનમાં હતા. જેમની કોઈ ક્રાઈમ કુંડળીના હતી. ભાજપમાં હોવે એવી પરંપરા બની રહી છે કે, જેટલા ગુના વધારે એટલું પદ ઊંચું ભાજપના વર્તમાન ગુજરાત અધ્યક્ષ 11 ધોરણમાં નાપાસ છે. સી.આર પાટીલનું મૂળ વતન જલગાવમાં આવેલું છે. સી.આર પાટીલનો જન્મ પણ જલગાવના ગામડામાં જ થયો છે. સી.આર પાટીલે પોલીસમાં જઈ પરાક્રમ કર્યું હતું.


શિક્ષણના ઉચ્ચ અધિકારીઓની બેઠક, સરકારે શાળાઓ શરૂ કરવા માટે 3 વિકલ્પ નક્કી કર્યા


સી.આર પાટીલને દારૂની હેરફેરમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, એમણી ધરપકડ પણ થઈ હતી. શિસ્તવાળા ડિપાર્ટમેન્ટમાં તેમણે સૌથી વધુ અસિસ્ત કરી હતી. સી.આર પાટીલ બાદમાં ભાજપમાં જોડાયા ભાજપાના સુરતના અધ્યક્ષ બન્યા ડાયમંડ જ્યુબિલી બેન્કના 94 કરોડના કૌભાંડમાં તેમની ધરપકડ થઈ હતી. સી.આર પાટીલ સામે ઓક્ટ્રોયના કેસમાં પણ ધરપકડ થઈ ચૂકી છે. 


શાળાઓ ઓનલાઈન શિક્ષણ બંધ કરશે તો શિક્ષણ વિભાગ ઓનલાઈન ભણાવવા તૈયાર : શિક્ષણમંત્રી


જીઆઇડીસી પાસેથી 6 કરોડની જમીન લીધા બાદ રૂપિયા નથી આપ્યા. સી.આર પાટીલ સામે 107 કેસ નોંધાયા છે. રાજકીય વ્યક્તિ સામે આટલા બધા કેસ ભાગ્યે જ નોંધાયા હશે. 107 ગુના નોંધાયા હોવાનું ખુદ સી.આર પાટીલે લોકસભા ફોર્મમાં જાહેર કર્યું હતું. ભાજપ પાસે સ્વચ્છ ચરિત્ર ધરાવનારનો દુકાળ છે ?


દરિયાઈ સીમાઓ વધુ સુરક્ષિત બને તે માટે સરકારે ગુજરાત મત્સ્યોદ્યોગ વટહુકમ-2020 બહાર પાડ્યો


ભાજપે શા માટે 32 લક્ષણો ધરાવનારને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા. ભાજપના નવા માપદંડો મુજબ જેટલા ગુના વધારે એટલું પદ મોટું રાજકારણમાં અપરાધિકરણ શીખવું હોય તો ભાજપ પાસે શીખવું જોઈએ. સી.આર પાટીલની નિમણુંક ગુજરાતીઓનું અપમાન ભાજપ ગુજરાતની જનતા પાસે ખુલાસો કરે. ભાજપની કઈ મજબૂરી હતી કે સી.આર પાટીલને અધ્યક્ષ બનાવવા પડ્યા. સી.આર પાટીલ પાસે વિશેષ સદગુણો હોત તો ચાલી જાત જે વ્યક્તિ મેટ્રિક ફેલ છે. જેલમાં જઈ આવ્યા, 107 ગુના ધરાવનાર ને શા માટે પ્રમુખ પદ કેમ ? તેનો ભાજપાએ જવાબ આપવો જોઇંએ.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube