શિક્ષણના ઉચ્ચ અધિકારીઓની બેઠક, સરકારે શાળાઓ શરૂ કરવા માટે 3 વિકલ્પ નક્કી કર્યા

સરકારે  શાળાઓ શરૂ કરવા માટે 3 વિકલ્પ નક્કી કર્યા કર્યાં છે. અભ્યાસક્રમ, જાહેર રજા, પરીક્ષા બાબતે પ્લાન તૈયાર કરવા માટે શિક્ષણમંત્રી ચુડાસમાએ સૂચના આપી છે. 

Updated By: Jul 23, 2020, 07:28 PM IST
 શિક્ષણના ઉચ્ચ અધિકારીઓની બેઠક, સરકારે  શાળાઓ શરૂ કરવા માટે 3 વિકલ્પ નક્કી કર્યા

ગાંધીનગર : કોરોનાના કપરા કાળમાં રાજ્યમાં શાળાઓ ક્યારે શરૂ થશે તે હજી સુધી કોઈ જ નક્કી નથી. પરંતુ જો શાળાઓ શરૂ કરવામાં આવે તો કેવી રીતે શાળાઓ શરૂ કરવી કેવી રીતે અભ્યાસક્રમને આગળ વધારો જાહેર રજા દિવાળીની રજા આ ઉપરાંત ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાને લઇને કેવી રીતનું આયોજન કરવું આ સમગ્ર બાબત ઉપર આજે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં શિક્ષણના ઉચ્ચ અધિકારીઓ સાથેની એક બેઠક યોજાઇ હતી.

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી બેઠકમાં રાજ્યમાં જે રીતના કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં શાળાઓ શરૂ કરવી કે નહીં કરવી તેના ઉપર પણ હજી સુધી પ્રશ્નાર્થ છે. પરંતુ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આજે એક મહત્વની બેઠક યોજી હતી જેમાં ત્રણ વિકલ્પો શિક્ષણ અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા જો શાળાઓ સપ્ટેમ્બર માસમાં ખુલે તો કઇ રીતનું આયોજન કરવું જો ઓક્ટોબર માસમાં ખુલે તો કઇ રીતનું આયોજન કર્યું અને જો નવેમ્બર માસમાં શાળાઓ શરૂ કરવામાં આવે તો કઇ રીતનું આયોજન કરવું છે. જેમાં શિક્ષણ સાથે જ કેટલો અભ્યાસ રાખવામાં આવે જાહેર રજા અને પરીક્ષાની બાબતે ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી.

શાળાઓ ઓનલાઈન શિક્ષણ બંધ કરશે તો શિક્ષણ વિભાગ ઓનલાઈન ભણાવવા તૈયાર : શિક્ષણમંત્રી   

ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે મહત્વની ચર્ચા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડના પરીક્ષાની કરવામાં આવી છે કોઈપણ બોર્ડના વિદ્યાર્થીઓને નુકસાન થાય તે માટે પણ વિભાગને સૂચના આપવામાં આવી છે. જ્યારે અભ્યાસક્રમ બાબતે પણ ચુડાસમાએ જણાવ્યું હતું કે જો શાળા શરૂ થાય તો અભ્યાસક્રમ કેટલો રાખવો ઉપરાંત અભ્યાસક્રમમાં કયા લેસન અને કવિતાઓને બાદ કરવી કેટલો અભ્યાસક્રમ રદ કરવો આ તમામ બાબતે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube