વડોદરામાં તંગ સ્થિતિ વચ્ચે અધિકારી કરી રહ્યા છે મઝાક, કહ્યું; બઉ ચપળચપળ કરી તો દરવાજો બંધ કરાવી દઈશ
શહેર ની તંગ સ્થિતિ વચ્ચે અધિકારીના આવા મજાકિયા મિજાજથી ત્યાં હાજર સૌ પત્રકારો એકંદરે સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે પત્રકારો કાઈ સમજે એ પહેલા તો અધિકારી ફરી બોલ્યા `જો તમારા બધા પ્રશ્નો ગ્રાહ્ય છે પણ મને આપવા લાયક પ્રશ્ન લાગશે એનો જ હું જવાબ આપીશ`.
હાર્દિક દીક્ષિત/વડોદરા: તાજેતરમાં જ વડોદરામાં થયેલા તોફાનોથી સૌ કોઈ વાકેફ તો હશે જ. છતાં ભૂતકાળ તરફ એક ડોકિયું કરી લઈએ, રામ નવમીના દિવસે શહેરના અત્યંત સંવેદનશીલ એવા ફતેપુરા વિસ્તારમાંથી રામજીની શોભા યાત્રા નીકળી અને તેના પર થયેલા પથ્થરોના વરસાદના કારણે ફક્ત વડોદરા જ નહિ આખા રાજ્યની છબી દેશમાં ખરડાઈ હતી. ત્યારે વડોદરા શહેર પોલીસના જવાબદાર અધિકારીઓ પથ્થરમારાની ઘટના પરથી સબક લેવાના બદલે પોતાની જ મસ્તીમાં મસ્ત હોય તેમ લાગી રહ્યું છે.
લોકસભા ચૂંટણી 2024: ગુજરાતમાં 26માંથી 26 બેઠકો,જાણો શું છે BJPનું માઇક્રો મેનેજમેન્ટ
રામનવમીની શોભા યાત્રા વખતે પોલીસ એ સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થનારા શોભાયાત્રાની ગંભીરતા ન સમજી અને સામાન્ય પોલીસ બંદોબસ્તમાં યાત્રા રવાના કરી જેનો લાભ કેટલાક તોફાની તત્વો ઉઠાવી ગયા,સૌ પ્રથમ પાંજરિગર મહોલ્લામાં કાંકરીચાળો થયો ત્યારે પણ પોલીસ ઊંઘતી રહી શહેર પોલીસ ના એક જવાબદાર અધિકારી દ્વારા માંડવી પાસે પત્રકાર પરિષદ યોજી કેહવામા આવ્યું કે કાઈ જ થયું નથી કોઈ એ ચિંતા કરવા ની જરૂર નથી, અસલ માં એ ચિંતા કોઈએ નહિ બલ્કે ખુદ પોલીસે જ કરવા ની હતી.
પૈસા કમાવવા માટે ગિગોલો બન્યા, પરંતુ પછી જે થયું...જાણીને હાજા ગગડી જશે, સાચવજો
પોલીસે તોફાન થયા બાદ ચિંતા ન કરી અને સાંજના સમયે જ્યારે કુંભારવાડા થી અન્ય શોભા યાત્રા નીકળી ત્યારે ત્યાં બનેલી ઘટના નું વડોદરા વાસીઓ એ ગંભીર પરિણામ ભોગવવું પડ્યું,આ શોભા યાત્રા પર ફતેપુરા રોડ ખાતે બે બે વખત પથ્થરો ફેંકવામાં આવ્યા,જેના કારણે શહેર ની શાંતિ ડહોળાઈ,જો પોલીસે પાંજરીગર મહોલ્લા માં થયેલા પથ્થરમારા ને ગંભીરતા થી લીધો હોત તો કદાચ ફતેપુરા વિસ્તાર માં સ્થિતિ કઈક જુદી જ હોત,જોકે પોલીસે ફતેપુરા માં થયેલી ધમાલ બાદ પોતાની અંદર છુપાવી ને રાખેલો પાવર બતાવ્યો હતો અને મોટા પ્રમાણમાં તોફાનીઓ ને ઝડપી પાડ્યા હતા.
ઘરે દહીંમાંથી બનાવો હેર સ્ટ્રેટનિંગ માસ્ક, કોઈપણ જાતના ખર્ચ વિના વાળ થઈ જશે સ્ટ્રેટ
ફતેપુરા વિસ્તારમાં થયેલી ધમાલ અને પોલીસ ની કાર્યવાહી ના કારણે તોફાનીઓ ની શાન ઠેકાણે તો આવી ગઈ પરંતુ સૌ કોઈ ની નજર હતી હનુમાન જયંતિ પર,કારણકે આજ ફતેપુરા વિસ્તાર માંથી હનુમાનજી ની બે શોભાયાત્રા નીકળવાની હતી. કહેવાય છે ને કે દૂધ નો દાઝેલો છાસ પણ ફૂંકી ફૂંકીને પીવે છે. બસ શહેર પોલીસ બેડામાં પણ કઈક એવું જ થયું, ભૂતકાળમાં વડોદરામાં કામ કરી ચૂકેલા સિનિયર અધિકારીઓને બોલાવી લેવાયા, ત્યારબાદ હનુમાનજીની શોભા યાત્રા પૂર્વે શહેર પોલીસ દ્વારા એક એક્શન પ્લાન તૈયાર કરાયો, ભૂતકાળમાં કરેલી ભૂલને જાણે સુધારવાની તક મળી હોય એક હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરી દેવાયા, ડીપ પોઇન્ટ, ધાબા પોઇન્ટ, કેમેરા બધી જ ગોઠવણ કરી દેવાઈ.
નોકરી કરીને પરત ફર્યા બાદ PSI પ્રવીણ અસોડાનું ઉડીં ગયું પ્રાણ પંખેરું! પોલીસ બેડામાં
શહેરનું વાતાવરણ ફરી એક વખત તંગ ન બને અને શાંતિ જળવાય તે હેતુથી તેમજ નાગરિકો ને માહિતગાર કરવા માટે એક DCP કક્ષાના અધિકારી દ્વારા સિટી પોલીસ સ્ટેશન ખાતે એક પત્રકાર પરિષદ નું આયોજન કરાયું જ્યાં આ ઉચ્ચ કક્ષા ના અધિકારી નો મિજાજ કઈક અલગ જ જોવા મળ્યો, સૌથી પેહલા તો પોલીસ સ્ટેશન માં "સ્વર્ગ નાનુંને ભગત વધારે" જેવી સ્થિતિનું નિર્માણ થયું કારણ કે સાહેબનું કેબિન નાનુંને પત્રકારોની સંખ્યા વધારે, જોકે પત્રકારો એ જેમ તેમ કરી પોતાની જગ્યા બનાવી લીધી હતી.
દુનિયાની સૌથી મોંઘી ગાય: 9 કરોડથી વધુની કિંમત, દૂધ નહીં આ કારણે મળી કિંમત
તેવામાં પોલીસ વિભાગના આ જવાબદાર અધિકારીએ હસતા મોઢે કહી દીધું કે "બઉ ચપળચપળ કરી તો કેબિનનો દરવાજો બંધ કરાવી દઈશ". શહેર ની તંગ સ્થિતિ વચ્ચે અધિકારીના આવા મજાકિયા મિજાજથી ત્યાં હાજર સૌ પત્રકારો એકંદરે સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે પત્રકારો કાઈ સમજે એ પહેલા તો અધિકારી ફરી બોલ્યા "જો તમારા બધા પ્રશ્નો ગ્રાહ્ય છે પણ મને આપવા લાયક પ્રશ્ન લાગશે એનો જ હું જવાબ આપીશ".
WhatsApp પર 45 લાખથી વધારે ભારતીયોના એકાઉન્ટ્સ બંધ, તમે તો આવી ભુલ નથી કરી ને?
આમ તો પોલીસ અને પત્રકારો બંને સાથે મળી ને કામ કરતા હોય છે જેથી પત્રકારો એ અધિકારીના આ મજાકિયા વર્તન ને હળવાશથી લીધું હતું, પરંતુ હનુમાનજીની શોભાયાત્રા પૂર્વે શહેરની તંગદિલી ભરી સ્થિતિ જોતાં DCP કક્ષાના જવાબદાર પોલીસ અધિકારી આ પ્રકારનું વર્તન કરી સમગ્ર સ્થિતિને હળવાશથી લે એ કેટલું યોગ્ય?
કેન્દ્રની વર્ચ્યુઅલ બેઠક બાદ ઋષિકેશ પટેલનું મોટુ નિવેદન, 'લોકોએ સાવચેત રહેવાની જરૂર'