ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીના સામે આવ્યા હાર જીતના રસપ્રદ તારણો
ગુજરાતમા યોજાયેલી છ વિધાનસભાની ચુંટણી બંને પક્ષો માટે સમાન રહી હતી. ત્રણ બેઠક પર ભાજપાએ બાજી મારી અને ત્રણ પર કોંગ્રેસે બાજી મારી આ ચુંટણીમાં મતદારોનો બદલાયેલો મીજાજ સામે આવ્યો હતો
ગૌરવ પટેલ, અમદાવાદ: ગુજરાતમા યોજાયેલી છ વિધાનસભાની ચુંટણી બંને પક્ષો માટે સમાન રહી હતી. ત્રણ બેઠક પર ભાજપાએ બાજી મારી અને ત્રણ પર કોંગ્રેસે બાજી મારી આ ચુંટણીમાં મતદારોનો બદલાયેલો મીજાજ સામે આવ્યો હતો. જે જ્ઞાતીના મતદારો વધારે હતા. તે જ્ઞાતીના ઉમેદવાર હાર્યા તો અપક્ષ અને નોટાએ ભાજપાનો જીતનો કોળીયો છનવી લીધો હતો.
આ પણ વાંચો:- પાક વીમા ટ્રોલ ફ્રી નંબર લાગવામાં 'માવઠું', છેવટે સરકારે વીમા કંપનીઓને તતડાવ્યા...
ગુજરાતની છ વિધાનસભાની પેટા ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીની શાખ દાવે લાગી હતી. છ પૈકીની ચાર બેઠક તેમની હતી અને બે બેઠક પર કોંગ્રેસના પુર્વ ધારસભ્યો ધવલસિહ ઝાલા અને અલ્પેશ ઠાકોર ભાજપાના ઉમેદવાર હતા. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છ બેઠકો જીતવાનો દાવો કરતા હતા પણ અપક્ષ અને નોટાએ ભાજપાના પ્રમુખના દાવાને ખોટા પાડ્યા હતા. સામે પક્ષે કોંગ્રેસ પ્રમુખ પણ છ બેઠકનો જીતવોનો દાવો કરતા હતા. જેમને એક બેઠક વધારે જીતી સંતોષ માનવો પડ્યો હતો. બંને પક્ષોએ જ્ઞાતીના સમિકરણના આધારે ઉમેદવારો ચુંટણી મેદાનો ઉતાર્યા હતા. જોકે મતદારોનો મીજાજ કંઇ અલગ જ હતો તેમણે જ્ઞાતીવાદથી ઉપર જઇ મત આપ્યા અને અનએપેક્ષીત પરિણામો આવ્યા હતા.
આ પણ વાંચો:- સુરતમાં ટ્રાફિક નિયમનો યુવતીએ કર્યો ભંગ, પોલીસે ફટકાર્યો 4700નો દંડ
વિધાનસભાની છ બેઠક પ્રમાણે જોઇએતો હાઇ પ્રોફાઇલ બેઠક રાધનપુરથી કે જ્યાંથી અલ્પેશ ઠાકોર ભાજપના ઉમેદવાર તરીકે મેદાને હતા, તેમની સામે કોંગ્રેસમાંથી રુઘુ દેસાઇ હતા. રાધનપુરમાં 72742 ઠાકોર સમુદાયના મતદાર હતા, જેની સામે રબારી સમાજના માત્ર 14498 મતદારો હતા. આ ચુંટણીમાં રધુ દેસાઇનો 3704 મતે વિજય થયો હતો. અલ્પેશની હારમાં નોટા અને ઠાકોર સમાજના અપક્ષે મહત્વી ભુમિકા ભજવી રાધનપુર બેઠક પર કુલ છ અપક્ષ હતા, જેમાં ત્રણ ઠાકોર એક ચૌધરી અને એક દલિત ઉમેદવાર હતા. જે તમામે કુલ 7896 મત મેળવ્યા હતો અને નોટાને 2793 મત મળ્યા આ કુલ મત 10689 થાય જે અલ્પેશની 3704 મતે થયેલી હાર કરતા ઘણાં વધારે છે.
આ પણ વાંચો:- ક્યાર બાદ હવે 'મહા' વાવાઝોડું ગુજરાતને ઘમરોળવા તૈયાર, હવામાન ખાતાએ કરી આગાહી
બાયડમાં ભાજપા તરફથી ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસ વતી જશુભાઇ પટેલ મેદાને હતા. બાયડમાં કુલ 228000 જેટલા નાંઘાયેલા મતદારો પૈકી 132421 ક્ષત્રિય ઠાકોર સમાજના મત હતા, જેની સામે પાટીદારના માત્ર 27000 મત હતા. ચુંટણીના પરિણામોમાં કાંગ્રેસના જશુભાઇ પટેલનો 743 મતે વિજય થયો હતો. ધવલસિંહની હારમાં ક્ષત્રિય સમાજના અપક્ષે મહત્વની ભુમિકા ભજવી અપક્ષ રાજુભાઇ ખાંટે 2668 મત મેળવ્યા બાકીના ત્રણ પાટીદાર અપક્ષે કુલ 2326 મત મેળવ્યા અને નોટમાં કુલ 1681 મત પડ્યા હતા. આમ નોટા અને અપક્ષે કુલ 6675 મેળવ્યા જે ધવલઝાલાની 743 મતે થયેલી હાર કરતાં ઘણાં વધારે છે.
આ પણ વાંચો:- રાજ્યમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી, 145 ખરીદ કેન્દ્રો પર ખરીદી શરૂ
થરાદ બેઠક પર નજર કરીએ તો થરાદ બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ જીવરાજ પટેલ તો કોંગ્રેસે યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપુત પર દાવ લગાવ્યો હતો. આ બેઠકના કુલ 2 લાખ 17 હજાર મતમાં 51 હજાર મત ચૌધરી સમાજના હતા, જેની સામે રાજપુત સમાજના માત્ર 6000 મત હતા. આ ચુંટણીમાં ગુલાબસિંહ રાજપુત 6372 મતે વિજય થયો હતો. ગુલાબસિંહના જીત પાછળ નોટા અને અપક્ષે મહત્વની ભુમિકા ભજવી હતી. આ બેઠક પર કુલ ચાર અપક્ષ ઉમેદવાર હતા, જેમને કુલ 5458 મત મેળવ્યા હતા. નોટાએ પણ 3565 મત મેળવ્યા હતા. આમ કુલ 9023 અપક્ષ અને નોટાને મળ્યા હતા, જે ગુલાબસિંહને મળેલી લીડ કરતાં વધારે છે.
આ પણ વાંચો:- પાક વીમા માટે સરકારે જાહેર કરેલો ટોલ ફ્રી નંબર ના લાગતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
અમરાઇવાડી બેઠકની વાત કરવામાં આવેતો ભારતીયા જનતા પાર્ટીએ જગદીશ પટેલ અને કોંગ્રેસે ધર્મેન્દ્ર પટેલને મેદાને ઉતાર્યા હતા. બંને પાટીદાર ઉમેદવાર વચ્ચેના જંગમાં પરપ્રાંતિય દલિત અને ઓબીસી મતદારો મહત્વની ભુમિકામાં હતા. 33 હજાર પાટીદોરોની વસત ધરાવતી બેઠકમાં જગદીશ પટેલે મેદાન માર્યુ તેઓ 5572 મતે વિજયી થયા હતા. આ બેઠક પર અપક્ષ અને નોટાએ કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા તો ભાજપાના ઉમેદવારને જીતવા માટે હંફાવ્યા હતા. અમરાઇવાડી બેઠક પર કુલ 8 અપક્ષ ઉમેદવાર હતા, જેઓએ કુલ 3320 મત મળવ્યા અને નોટામાં કુલ 1178 મત પડ્યા, જે કુલ 4498 મત થયા આ આકડો ભાજપાની લીડ કરતાં ઓછો છે પણ જીત માટે ભાજપાએ છેલ્લા બે રાઉન્ડ સુધી રાહ જોવી પડી હતી.
આ પણ વાંચો:- સુરતમાં મહા વાવાઝોડાની અસર, શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ
મધ્ય ગુજરાતની લુણાવાડા બેઠક પરની વાત કરીએ તો 1 લાખ 17 હજાર 298 મતદાર ક્ષત્રિય છે જેની સામે બ્રાહ્મણ માત્ર 19064 છે અને ભારતીય જનતા પાર્ટીના બ્રાહ્મણ ઉમેદવાર વિજય બન્યા હતા. આ બેઠક પર એનસીપીએ 12309 મત મેળવ્યા હતા જેની સામે કોંગ્રેસના ઉમેદવાર 11952 મતે હાર્યા.
જુઓ Live TV:-