અર્પણ કાયદાવાલા/અમદાવાદ : જયંતિ ભાનુશાલીની હત્યાના કેસમાં તેના ભત્રીજા દ્વારા પાંચ લોકો પર રેલવેમાં ફરિયાદ નોધવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ વાપીની એક મહિલા મનીષા ગોસ્વામી તથા છબીલ પટેલ, સિદ્ધાર્થ પટેલ, જયંતિ ઠક્કર તથા એક દલિત આગેવાન સામે ફરિયાદ કરવામાં આવી છે. મનિષા ગોસ્વામી નામની આ મહિલા છેલ્લા એક અઠવાડિયાથી ભૂગર્ભમાં ચાલી ગઇ હોવાનું કહેવાય છે. ત્યારે વિવાદિત મનીષા ગોસ્વામીના માલિકીનો એક તબેલો અને જયંતી ભાનુશાળીનું ફાર્મ હાઉસ આ હત્યાના પગલે વિવાદમાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયંતી ભાનુશાળીના હત્યારાઓને મુસાફરોએ જોયા હતા, પોલીસે બનાવ્યા 2 સ્કેચ


કચ્છના કનકપર ગામે અત્યંત અંતરિયાળ વિસ્તારમાં જયંતિ ભાનુશાળીનું ફાર્મ હાઉસ આવેલું છે. આ ફાર્મ હાઉસથી આગળ અગાઉ મનિષા ગોસ્વામીની માલિકીનો તબેલો છે, જે હવે જયંતી ભાનુશાળીના કબજામાં હોવાનું કહેવાય છે. બંન્ને વચ્ચે ભૂતકાળમાં થયેલા વિવાદમાં આ જગ્યા પણ કારણભૂત માનવામાં આવે છે. આ તબેલાની કબજાની સોંપણ પણ હત્યા પાછળ કારણભૂત હોઈ શકે તેવું માનવામાં આવી રહ્યું છે. તો શું આ હત્યા પાછળ જમીનનો વિવાદ કારણભૂત હતો? ત્યારે મનીષાના માતાપિતાએ મીડિયા સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું છે કે, ભૂતકાળમાં આ જમીનને લઈને તેમના અને તેમના પરિવારજનોની હેરાનગતિ કરવામાં આવી હતી. મૂળ માલિકી મનીષાની હતી, જેને પચાવી પાડવાનો કારસો કરાયો હતો.


ઊત્તરાયણ પર પતંગ ચગાવવાની સુરતીઓની ખુશી પર પોલીસે ફેરવ્યું પાણી


અમારી દીકરી નિર્દોષ છે
જયંતી ભાનુશાળી હત્યા કેસમાં મનીષા ગોસ્વામીનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. ત્યારે આ વિશે મનીષાના માતા-પિતાએ કહ્યું હતું કે, તેમની દીકરી નિર્દોષ છે અને તેને ફસાવવામાં આવી રહી છે. સાથે જ તેઓએ ગુનેગારોને કડક સજા કરવાની માંગણી કરી છે. મોટા નેતાઓની લડાઈમાં અમને હાથો બનાવાઈ રહ્યા છે. અમારી દીકરી કોઈની પણ હત્યા કરે એવી નથી. અમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે. આ ઘટના દુઃખદ છે, ગુનેગારોને કડક સજા થવી જોઈએ. હાલમાં અમારો મનિષા સાથે કોઈ સંપર્ક નથી.


[[{"fid":"198768","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"JayantiFArm.jpg","field_file_image_title_text[und][0][value]":"JayantiFArm.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"JayantiFArm.jpg","field_file_image_title_text[und][0][value]":"JayantiFArm.jpg"}},"link_text":false,"attributes":{"alt":"JayantiFArm.jpg","title":"JayantiFArm.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


ગુજરાતીઓને ઠંડીમાં ફરવા વધુ એક હિલ સ્ટેશન મળ્યું, આ રહ્યું સરનામું


સામાજિક અગ્રણી મનજી બાપાની પણ પૂછપરછ થશે


જયંતી ભાનુશાળી હત્યા મામલે પોલીસ સામાજિક અગ્રણી મનજી બાપાની પણ પૂછપરછ કરી શકે છે. આ હત્યા પૂર્વે યોજાયેલા એક કાર્યક્રમમાં મનજી બાપા અને જયંતિ ભાનુશાળી એકસાથે હાજર હતા. તેઓ જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલના વિવાદમાં મધ્યસ્થી રહી ચૂક્યા છે. મનિષા ગોસ્વામી અને સુનિલ ભાનુશાળીના ખંડણી વિવાદમાં તેઓ મધ્યસ્થી બન્યા હતા. પરંતુ હાલ તેઓ એક કાર્યક્રમની તૈયારી માટે મુંબઈમાં છે.


લુણાવાડા : મહિલા તબીબે ઓપરેશનમાં કરી એવી ગંભીર ભૂલ કે, દર્દીના પેટમાં રહી ગઈ વસ્તુ


કોણ છે આ મનિષા?
જયંતિ ભાનુશાળીની હત્યા પાછળ મનીષા ગોસ્વામીનો હાથ હોવાની પણ શંકા વ્યક્ત થઈ રહી છે. કારણ કે મનીષાએ જયંતિ ભાનુશાળી સામે દુષ્કર્મની ફરિયાદ પણ કરી હતી. જો કે મામલો ઘણો ચગ્યા બાદ અંતે સમાધાન થયું હતું અને ફરિયાદ પાછી ખેંચવામાં આવી હતી. જો કે હવે જયંતિ ભાનુશાળીની હત્યા થતાં મનીષા સામે શંકા ઉપજી રહી છે. અત્યંત વિવાદાસ્પદ ઈતિહાસ ધરાવતી મનીષા ગોસ્વામી મૂળ વાપીની વતની છે. આમ તો તે પરીણિત છે અને બે સંતાનોની માતા છે. જો કે ત્યાર બાદ તેના છૂટાછેડા થયા હોવાની વાત પણ જાણવા મળી છે. પરંતુ તેના પતિએ કરેલા ખુલાસા મુજબ તેઓના છૂટાછેડા થયા જ નથી. મનીષા અને જયંતિ ભાનુશાળી  વચ્ચેના સંબંધોની વાત કરીએ તો થોડા વર્ષ પહેલા જયંતિ ભાનુશાળીના પુત્રનું અકસ્માતમાં નિધન થયું હતું. તે સમયે જયંતિ ભાનુશાળી અને મનીષા ગોસ્વામી એકબીજાની નજીક આવ્યા હતા. સૂત્રોનું માનીએ તો સમય જતાં બંન્ને વચ્ચે પ્રેમ થયો અને શારીરિક સંબંધ પણ બંધાયા. આ જ સમયગાળા દરમિયાન જયંતિ ભાનુશાળી કચ્છના અબડાસા બેઠક પરથી ધારાસભ્ય બન્યાં. ધારાસભ્ય બનતા જયંતી ભાનુશાળીએ મનીષા ગોસ્વામીનો રાજકીય ઉપયોગ કરવાનું શરૂ કર્યુ. મનીષા ગોસ્વામીએ પ્લાનિંગ મુજબ ઘણાં વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને આ સંબંધોની સીડી બનાવી બન્નેએ ઘણાં લોકોને બ્લેકમેઈલ કરી પૈસા પડાવ્યા. તેમજ રાજકીય હેતુ સિદ્ધ કર્યા. પણ સમય જતાં જયંતિ ભાનુશાળી અને મનિષા ગોસ્વામી વચ્ચે નાના મોટા ઝઘડા થવા લાગ્યા. એક તરફ જયંતિ ભાનુશાળી ધારાસભ્ય ન રહેતા તેમનો પ્રભાવ ઓછો થયો, અને બીજી તરફ મનિષા ગોસ્વામી સાથે તેમનો ઝઘડો ઉગ્ર બન્યો.


જયંતિ ભાનુશાળી હત્યા કેસની તમામ વિગત, એક ક્લિક પર


5 કરોડમાં થયું હતું સમાધાન!
2016 સુધીમાં તો બન્ને વચ્ચે બોલવાના સંબંધો પણ ન રહ્યા. પણ મનજી બાપુ નામના ભાનુશાળી સમાજના એક અગ્રણીએ 2017માં બન્ને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. સમાધાન પેટે જયંતિ ભાનુશાળીએ મનીષાને 5 કરોડ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. પણ જયંતિ ભાનુશાળીએ મનીષાને 5 કરોડ ન આપતા મનિષા ઉશ્કેરાઈ હતી. આ ઉપરાંત ખંડણીના એક મામલામાં 2018માં બન્ને વચ્ચે ફરી માથાકૂટ થઈ હતી. જયંતી ભાનુશાળી સાથે સંબંધો બગડ્યા બાદ મનીષા ગોસ્વામીએ અંડરવર્લ્ડ સાથે સંબંધ ધરાવતા પુણેના સુરજિત ભાઉ નામના વ્યક્તિ સાથે દોસ્તી કરી હતી. આ બન્ને ભેગા મળીને છોકરીઓનો ઉપયોગ કરી લોકોને બ્લેકમેઈલ કરી પૈસા પડાવતા હતા.