પાકિસ્તાનમાં બેસેલા ISI ના આકાઓએ અમદાવાદમાં આગ લગાડી, નવા આતંકી મોડ્યુલનો પર્દાફાશ
- કાલુપુરમાં લાગેલી આગ બનાવટી હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે, આ આગ લગાડવા માટે રૂપિયા મળ્યા હતા
- નવા આતંકી મોડ્યૂલ સાથે કાવતરું રચી ભારતની આંતરિક સુરક્ષાને જોખમમાં મૂકવાના આરોપસર ક્રાઈમ બ્રાન્ચે ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો
મૌલિક ધામેચા/અમદાવાદ :નવા આતંકી મોડ્યૂલ સાથે કાવતરું રચી ભારતની આંતરિક સુરક્ષાને જોખમમાં મૂકવાના આરોપસર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. અમદાવાદ, ગુજરાત અને ભારતને બરબાદ કરવાના પાકિસ્તાનના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ખુલાસો થયો છે કે, ISIના ઈશારે અમદાવાદની કાલુપુર રેવડી બજારમાં દુકાનોમાં આગ લગાવાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે, જેમાંથી એકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
20 માર્ચે રેવડી બજારની 5 દુકાનોની આગ લગાવાઈ હતી
ગત 20 માર્ચના રોજ અમદાવાદના પાંચકુંવા વિસ્તારમાં રેવડી બજારમાં આવેલી દુકાનમાં આગ લાગી હતી. અગમ્ય કારણોસર લાગેલી આગની ઘટનામાં આગની ઝપેટમાં 5 દુકાનો આવી હતી. જેથી કાપડના જથ્થામાં નુકસાન થયું હતું. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું ફાયર બ્રિગેડના ધ્યાને આવ્યું હતું. પરંતુ તપાસ કરતા તેનુ કનેક્શન ISI સાથે નીકળ્યું છે.
સરકાર ખોટું બોલે છે, પણ લાશો ખોટું બોલતી નથી... પીપીઈ કીટમાં ઢંકાયેલા મૃતદેહો આપી રહ્યાં છે
દુબઈથી વાયા મુંબઈ થઈને હવાલો આવ્યો હતો
કાલુપુરમાં લાગેલી આગ બનાવટી હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે, આ આગ લગાડવા માટે રૂપિયા મળ્યા હતા. ઝડપાયેલ આરોપીઓએ માર્ચ મહિનામાં રેવડી બજારમાં પાંચ દુકાનમાં આગ લગાવી હતી. આગ લગાવવા માટે 1.50 લાખ રૂપિયા હવાલાથી આવ્યા હોવાનું સામે આવ્યું છે. દુબઈથી વાયા મુંબઈ અને મુંબઈથી અમદાવાદ હવાલો આવ્યો હોવાનું તપાસમાં સામે ખૂલ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દેશની આંતરિક સુરક્ષાને જોખમ ઉભું કરનારા 4 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. નવા આતંકી મોડ્યૂલ સાથે કાવતરું રચી ભારતની આંતરિક સુરક્ષાને જોખમમાં મૂકવાના આરોપસર ક્રાઈમ બ્રાન્ચે ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભૂપેન્દ્ર વણઝારા, અનિલ ખતીક અને અંકિત પાલની ધરપકડ કરી છે.
સ્મશાનમાં ઠેર ઠેર સળગતી ચિતાઓ પોકારી પોકારીને કહે છે કે, ‘હા અમે કોરોનાના દર્દી હતા’
આગ માટે પેટ્રોલ લઈ જતા નજરે પડ્યા યુવકો
ક્રાઇમ બ્રાન્ચને તપાસ દરમિયાન CCTVમાં કેટલા શખ્સો પેટ્રોલની બોટલ લઈ જતા નજર પડ્યા હતા. એક્ટિવા પર જતાં લોકો નજર પડતા તપાસ કરતા નવા ટેરર મોડ્યુલ પર્દાફાશ થયો છે. ISIS એ નવા મોડ્યુલની શરૂઆત કરી છે. જેમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઉર્ફે પ્રવીણ વણઝારા હતો. ભૂપેન્દ્રનો ફેસબુકથી બાબા ઉર્ફે બાબુ સાથે સંપર્ક થયો હતો. ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે. જેમાંથી એક આરોપી અંકિત પાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
બાળકો બન્યા કોરોનાના સાયલન્ટ સ્પ્રેડર, આ લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલ લઈ જજો
આગ લગાવવા માટે પ્રવીણને દોઢ લાખ મળ્યા હતા
સાથે જ ખુલાસો થયો કે, પ્રવિણ ફેસબૂકના માધ્યમથી બાબા પઠાણના વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. ભુપેન્દ્ર વણઝારાને રૂપિયાની જરૂર હતી, તેથી તેને આ કામ કરવા માટે પસંદ કરાયો હતો. ભુપેન્દ્ર ઉર્ફે પ્રવીણ વણઝારાને હથિયાર ખરીદવા 25 હજાર PAYTM મારફતે મળ્યા હતા. બાબા પઢાણે પ્રવિણને પહેલા તો હત્યા કરવા માટે ઉપસાવેલો. બાબાએ કહ્યું હતું કે, પોતાના વિસ્તારમાં તું કોઇની હત્યા કરી નાંખ. તે માટે પહેલા પ્રવિણ મધ્યપ્રદેશ ગયો અને હથિયાર લઇને ત્યાંથી પરત આવતો હતો ત્યારે પોલીસ તપાસ દરમિયાન પકડાઇ ગયો હતો. તે સમયે તેના પર કેસ થયો હતો. જ્યારે તેના બાદ પ્રવિણે આગ લગાવાનું કામ કર્યું હતું. આંગડિયા મારફતે હવાલાથી આગ લગાડવા માટે ₹ 1.50 લાખ મળ્યાનું તપાસમાં સામે આવ્યું છે.
અચાનક ઢળી પડેલા ગ્રાહક માટે દેવદૂત બનીને આવ્યા દવાની દુકાનના માલિક, માનવતા જીતી, કોરોના હાર્યો...