મુસ્તાક દલ/જામનગર: વિશ્વ બેંક દ્વારા જામનગર મહાનગરપાલિકાને ભૂગર્ભના કામો માટે સો એ સો ટકા ગ્રાંટ સાથે રૂપિયા 154 કરોડની ગ્રાન્ટ ફાળવામાં આવી છે. પરંતુ શહેરભરના મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના કામોમાં લોટ પાણીને લાકડા હોવાના જામનગર મનપા વિપક્ષના ભ્રષ્ટાચારના આક્ષેપ મુજબ હાલ શહેર માં ઠેર ઠેર ભૂગર્ભ ગટરની ગંભીર સમસ્યાઓ જોવા મળી રહી છે. સમગ્ર કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું આંખે ઉડીને વળગી આવે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Exclusive: અમદાવાદનો વટવા વિસ્તાર 'પાકિસ્તાન'માં? અત્યંત ચોંકાવનારો અહેવાલ 


વિશ્વ બેન્ક દ્વારા જામનગર માં ભૂગર્ભ ગટર માટે રૂપિયા 150 કરોડ ની ગ્રાન્ટ આપવાનો મૂળભૂત હેતુ વાતાવરણ અને પર્યાવરણ ને નુકશાન ન થાય તેવો હતો. પરંતુ તે બાબત ની પણ મનપા દ્વારા દરકાર રાખવામા આવી નથી. જામનગરમાં ભૂગર્ભ ગટરની 154 કરોડની ગ્રાન્ટના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો મનપાના વિપક્ષના દાવાઓ વચ્ચે બહાર આવ્યું છે. જામનગર મહાનગર પાલિકામાં એક પછી એક કૌભાંડો આકાર લઈ રહ્યા હોવા છતા શાસકો આવા કૌભાંડને ઉજાગર કરવાના બદલે ઢાંક પીછોડા કરી રહ્યા હોય તેમ જામનગર શહેર ને સ્વચ્છ સુઘડ બનાવવા વિશ્વ બેન્કે 154 કરોડની ગ્રાન્ટ ફાળવી ભૂગર્ભ ગટર યોજના પ્રોજેકટને લીલી ઝંડી આપી હતી, પરંતુ અમુક અધિકારી -પદાધિકારીઓ દ્વારા આ મહત્વ પૂર્ણ પ્રોજેકટને કૌભાંડનું રૂપ આપી દીધું છે.


સુરત:કુબેરજી ગ્રુપના ત્યાં ITના દરોડામાં 200 કરોડના દસ્તાવેજો જપ્ત, ખેડૂતો પણ નિશાના પર


આ ગ્રાન્ટ આઇસીઝેડએમ હેઠળ જામનગર શહેર પ્રોજેકટ રિપોર્ટ બનાવેલ હતો. વિશ્વબેંકે જામનગર શહેરની મુલાકાત લઈ શહેરમાં ભૂગર્ભ ગટર યોજના માટે ગ્રાન્ટ આપવાની શરતે આપેલ હતી. જે અન્વયે મહાનગર પાલિકા જામનગર શહેરના અનેક વિસ્તારોમાં પાઇપ ગટર નાખેલ છે. જેમાંથી સ્ટોર્મ વોટર અને પાઇપ ગટર સાફ કરવાના અને પમ્પિંગ કેવી રીતે થશે તેનું કોઈ આયોજન અકે વ્યવસ્થા ન થતાં આ પાઇપ ગટરથી શહેરમાં ગંદકી અને રોગચાળો ફેલાવાની ભીંતિ સર્જાઈ છે. જ્યારે ભુગર્ભગટરના કામમાં કોન્ટ્રાક્ટર એજન્સીની પણ ઘોર બેદરકારી જોવા મળી રહી છે અને તેને બ્લેક લિસ્ટ કરી તેનું ચુકવણુ અટકાવવાની પણ મનપા વિપક્ષના નેતા માંગ કરી રહ્યા છે.


લો બોલો...કોન્સ્ટેબલે 16 પેટી પકડાયેલો દારૂ બારોબાર સગેવગે કરી નાખ્યો


જામનગર શહેર માટે મહત્વ પૂર્ણ ભૂગર્ભ ગટર યોજનામાં શહેરનો પ્રોજેકટ રિપોર્ટ ભારત સરકારની વિખ્યાત કન્સલ્ટન્સી સર્વિસ વાપકોસ વોટર એન્ડ પાવર કન્સલ્ટન્સી સર્વિસ દ્વારા બનાવેલ હતો. પરંતુ હાલમાં ભૂગર્ભ ગટર બનાવનાર કંપની દ્વારા ભૂગર્ભ ગટરનું કામ પડતું મૂકી દીધેલ હોવાનું સામે આવેલ છે. તેમજ ટેન્ડરની પ્રક્રિયા કર્યા વગર જ જનરલ બોર્ડ ઠરાવથી બીજી પાર્ટીને કામ સોંપી દીધું. જોકે જામનગર શહેરભરમાં મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભગટરની સમસ્યા અને ગંદા ઉભરાતા પાણીથી લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube