જામનગરના ધારાસભ્યને ફોન આવ્યો : તમારે તકલીફ છે, મનોકામના પૂર્ણ કરવા 51 હજારની વિધિ કરાવી પડશે
Jamnagar News : જામનગરના ધારાસભ્ય દિવ્ય અકબરીને ચોર ટોળકીએ છેતરવાનો પ્રયાસ કર્યો... પોલીસે છટકુ ગોઠવીને આખી ગેંગ પકડી લીધી
Jamnagar MLA Divyesh Akbari : આજકાલ ચીટર ગેંગનો રાફડો ફાટ્યો છે. વિવિધ નામે, વિવિધ પ્રકારના ચીટિંગ કરવામા આવી રહ્યાં છે. ત્યારે હવે જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીને જ છેતરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તેમણે આ અંગે જામનગર પોલીસને જાણ કરીને ટોળકીનો ભાંડો ફોડ્યો હતો. ધારાસભ્યે પૈસા આપવાના બહાને ટોળકીને બોલાવી હતી, અને પોલીસના હવાલે કર્યાં.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિધિ કરાવવાના નામે લોકોને ફોન કરી છેતરનાર ટોળકીએ જામનગરના ધારાસભ્યને ફોન કરી વિધિ કરાવવાની લાલચ આપતા તેમણે આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ધારાસભ્યની મદદથી છટકુ ગોઠવી 4 દિવસ સુધી વાત કરાવી આ ટોળકીને જામનગર બોલાવી હતી અને પોલીસે તેમની ધરપકડ કરી હતી.
પ્રેમ લગ્નનો રિવાજ બદલવાની તમામ સમાજની માંગ : 32 સમાજના અગ્રણીઓએ કમર કસી
જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરીને ચાર દિવસ પહેલા તેમના મોબાઈલ પર ફોન આવ્યો હતો કે, તમારે તકલીફ છે. તેથી મનોકામના પૂર્ણ કરવા માટે વિધિ કરાવવી પડશે. આ માટે 51 હજાર રૂપિયા આપો. વિધિ માટે કવરમાં 51 હજાર રૂપિયાની માંગણી કરાઈ હતી. તેના બાદ તે પાછુ મળી જશે તેવી વાત કરાઈ હતી.
જેથી ધારાસભ્યએ આ વિશે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ધારાસભ્યને ટોળકી સાથે વાત ચાલુ રાખવા કહ્યુ હતુ, જેથી તેમના સુધી પહોંચી શકાય. આમ, ધારાસભ્યએ ચાર દિવસ અલગ અલગ બહાના બનાવી ચોર ટોળકી સાથે વાત કરી હતી. આખરે તેમને પૈસા લેવા માટે જામનગર બોલાવ્યા હતા. આ સમયે પોલીસે છટકુ ગોઠવ્યુ હતું.
કેનેડામાં બહારથી પિક્ચર સારું જ હોય છે એવુ નથી, એક પરિવાર અઢી મહિનામાં રિટર્ન થઈ ગયો
પોલીસે ગોઠવેલા છટકામાં ત્રણ જણા પકડાયા હતા. જેમાં અમરેલીના મહંમદ ઉર્ફે મુન્નો ટાઈગર, અંજુમન જુણેજા અને અભય સોમાણી નામના ત્રણ લોકોને પકડી પાડવામાં આવ્યા છે. હાલ પોલીસ આ તમામની પૂછપરછ કરી રહી છે.
કેનેડા કારણ વગર બિસ્તરા પોટલા ઉંચકીને ન લઈ જતા, અહી માત્ર 50 ડોલરમાં મળશે બધો સામાન