કેનેડામાં બહારથી પિક્ચર સારું જ હોય છે એવુ નથી, એક પરિવાર અઢી મહિનામાં રિટર્ન થઈ ગયો
study abroad : દરેક વ્યક્તિ કેનેડામા સેટલ્ડ થવાના ખ્વાબ જોતા નથી... કેટલાક લોકોને કેનેડા માફક આવતુ નથી તો તેઓ બહુ જ જલ્દી પરત ફરી જાય છે
Trending Photos
Canada Student Visa : અત્યાર સુધી તમે કેનેડા વિશે સારુ સારુ જ સાંભળતા આવ્યા છો. કેનેડામાં મોજ છે, કેનેડામાં સારી કમાણી છે સારું એજ્યુકેશન છે. પરંતું એવુ નથી કે બહારથી પિક્ચર સારું જ હોય. હવે ધીરે ધીરે કેનેડા સ્થાયી થયેલા લોકોને કેનેડાનો કડવો અનુભવ થઈ રહ્યો છે. કેનેડામાં પીઆર મેળવવા અનેક ભારતીયો તલપાપડ હોય છે. હવે ધીરે ધીરે ગુજરાતીઓ કેનેડાનો કડવો અનુભવ શેર કરી રહ્યાં છે. એક મહિલાએ પોતાની આપવીતી જણાવી. જેમાં તેના આખા પરિવારને બિસ્તરા પોટલા લઈને કેનેડાથી રિટર્ન થવુ પડ્યું.
મહિલાએ પોતાના અનુભવ વર્ણવતા જણાવ્યું કે, અમે કેનેડામાં સેટ થઈ ગયા હતા. હું મારા પતિ અને બે બાળકો સાથે અમે કેનેડામાં બધુ જ સેટ કર્યુ હતું. અમને અહી ગાડી, ઘર બધુ જ મળી ગયુ હતું, છતાં અમે અઢી મહિનામાં જ ભારત પરત આવવાનો નિર્ણય લીધો. અમને કેનેડામાં સારા-નરસા બંને અનુભવો થયા હતા. અમે પ્લાન બનાવ્યો હતો કે, અમે કેનેડા અને ભારત આવતા-જતા રહીશું. કારણ કે, મારા પતિનો ભારતમાં સારો વ્યવસાય છે. તેથી અમે એક બેકઅપ પ્લાન બનાવ્યો હતો. પરંતુ અમારો આ પ્લાન ફેલ ગયો હતો.
ચોંકાવનારો ખુલાસો! આ જોઈને તમે પણ બટાકાની ચિપ્સ ખાવાનું બંધ કરી દેશો@Khyatinews#Health #Lifestyle #PotatoChips pic.twitter.com/cRYM7CQHr1
— Zee 24 Kalak (@Zee24Kalak) October 10, 2023
મહિલાએ કહ્યું કે, અહી અમને બધી સુવિધા હતી, છતાં સૌથી મુશ્કેલ એ બાબત લાગતી હતી કે અહીં બધું જ તમારે પોતાની જાતે કરવું પડે છે, અહીં ભારત જેવું નથી હોતું કે તમે નાના-નાના કામ માટે કોઈને ફોન કરીને કે અમુક રૂપિયા ચૂકવીને તે કરાવી શકો. કેનેડામાં તમારી પાસે ગમે તેટલા રૂપિયા હોય છતા તમે સર્વન્ટ અફોર્ડ કરી શક્તા નથી. ભારતમાં તમને બધા કામ કરવાની આદત નથી હોતી, તેમજ ભારતમાં તમારા ઘરે સર્વન્ટ હોય છે, તેથી કેનેડામાં આવા કામ કરવા તમને બહુ જ આકરા લાગે છે.
આમ, અનેક વિચારો અને ચર્ચા કર્યા બાદ મહિલા અને તેનો પરિવાર અઢી મહિનામાં જ ભારત પરત આવી ગયો. તેમણે કેનાડાના સારા અને ખરાબ બન્ને પાસાનો ઉલ્લેખ કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે