પ્રેમ લગ્નનો રિવાજ બદલવાની તમામ સમાજની માંગ : 32 સમાજના અગ્રણીઓએ કમર કસી

Patidar Power : સુરતમાં યોજાયેલી ચિંતન શિબિરમાં રાજપૂત સમાજ, આહીર સમાજ, પાટીદાર સમાજ, પ્રજાપતિ સમાજ, આદિવાસી સમાજ સહિત વિવિધ ૩૨ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા 
 

પ્રેમ લગ્નનો રિવાજ બદલવાની તમામ સમાજની માંગ : 32 સમાજના અગ્રણીઓએ કમર કસી

Patidar Samaj સંદીપ વસાવા/સુરત : કામરેજના પાસોદરા ખાતે સર્વે સમાજની ચિંતન શિબિર યોજાઈ હતી. SPG ગ્રુપ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરાયુ હતું. આ ચિંતન શિબિરમાં પાટીદાર સમાજ સહિત અનેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં SPG ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ પણ હાજર રહ્યા હતા. ગેરરીતિથી થતાં પ્રેમ લગ્ન અટકાવવા સર્વે સમાજ દ્વારા આ ચિંતિત શિબિરનું આયોજન કરાયુ હતું. જેમાં ગેરરીતિથી કરવામાં આવતા પ્રેમ લગ્નનને અટકાવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. SPG દ્વારા પ્રેમ લગ્નને લઈ ૪ જેટલા મુદ્દાઓ સરકાર સમક્ષ રજૂ કર્યા છે. જેમાં પ્રેમ લગ્નમાં માતા પિતાની ફરજિયાત સહી માટે માંગણી કરી છે. સરકારના કાયદામાં SPG ના ૪ મુદ્દાઓ ઉમેરવા માંગ કરાઇ છે. તેમજ લાલજી પટેલે માંગ નહી સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ ચિંતન શિબિરમાં રાજપૂત સમાજ, આહીર સમાજ, પાટીદાર સમાજ, પ્રજાપતિ સમાજ, આદિવાસી સમાજ સહિત વિવિધ ૩૨ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. 

સરદાર પટેલ સેવા દળ, એસ.પી.જી ગ્રુપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પ્રમુખ દ્વારા થોડા મહિના અગાઉ લવ મેરેજ એક્ટમાં સુધારા કરવામાં આવે તે પ્રકારની રજુઆત કરવામાં આવી છે. ખાસ કરીને વિધર્મીઓ દ્વારા હિન્દૂ યુવતીને લવ જેહાદ માં ફસાવી તેની સાથે ખીલવાડ કરવામાં આવતો હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આજરોજ સુરતના પાસોદરા ખાતે સર્વે સમાજની ચિંતન શિબિર યોજાઈ હતી. SPG ગૃપ દ્વારા ચિંતન શિબિરમાં પાટીદાર સમાજ સહિત અનેક સમાજના આગેવાનો હાજર રહ્યાહ તા. SPG ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ, કરણી સેનાના રાજ સેખાવત સહિત ૩૨ જેટલા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચિંતન બેઠક મુખ્યત્વે પ્રેમ લગ્નને લઈ ૪ જેટલા મુદ્દાઓ સરકાર સમક્ષ રજૂ કર્યા છે. જેમાં જેતે ગામમાં સ્થળેજ લગ્ન નોંધણી, લગ્ન નોંધણીમાં જેતે પોલીસનું વેરિફિકેશન, તલાટીથી લઈ મામલતદાર સુધીના ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેમજ ખાસ પ્રેમ લગ્નમાં માતા પિતાની ફરજિયાત સહી માટે માંગણી કરવામાં આવી છે.

આયોજનમાં સરકાર સામે કરાઈ આ માંગ

  • સાથે જ દીકરી લગ્ન કરે તેનો વાંધો નથી પરંતુ દીકરી માતા પિતાને જણાવ્યા વિના લગ્ન કરે છે તેનો વાંધો ઉઠાવ્યો છે. 
  • લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી જરૂરી બને
  • જે લગ્ન નોંધણી થતી હોય એની સાચી તપાસ કરવામાં આવે
  • માતા પિતાને પણ એની જાણ કરવામા આવે
  • કાયદામાં સુધારી થવો જોઈએ
  • ભૂતકાળમાં પણ કાયદાના સુધારો કરવાના આવ્યો છે

આ વિશે એસપીજીના પ્રમુખ લાલજી પટેલે જણાવ્યું કે, અમે પ્રેમલગ્નના વિરોધી નથી પણ અમે દીકરી ખોટી વ્યક્તિને પસંદ કરે એના વિરોધી છીએ. 4130 જેટલા ખોટા લગ્નો થયા છે. જેથી આજે દરેક સમાજના લોકોએ ચિંતા વ્યક્ત કરી છે. સર્વ સમાજની એક કમિટી બનાવવામાં આવશે. મુખ્યમંત્રી અને કાયદામંત્રીને અમે મળીશું. કમિટી નક્કી કરશે એ રીતે આંદોલન કરીશું. 182 ધારાસભ્યોને મળી તેમનું સમર્થન મેળવીશું. 26 સાંસદોને પણ મળી તેમનું સમર્થન લેવાશે. છેક ગાંધીનગર થી રજુઆત દિલ્હી સુધી પહોંચાડવામાં આવશે. 

લાલજી પટેલ સહિત કરણી સેનાના રાજ શેખવત સહિત ના વિવિધ સમાજ દ્વારા એકસુરે સહમતી દર્શાવી હતી કે માંગ નહી સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી ઉચ્ચારી છે. દીકરી લગ્ન કરે તેનો વાંધો નથી પરંતુ દીકરી માતા પિતાને જણાવ્યા વિના લગ્ન કરે છે તેનો વાંધો છે. ભૂતકાળમાં પણ કાયદાના સુધારો કરવાના આવ્યો છે. અમે પ્રેમલગ્નના વિરોધી નથી પણ અમે દીકરી ખોટી વ્યક્તિને પસંદ કરે એના વિરોધી કરી રહ્યા હોવાનું જણાવ્યા હતું. મીડિયા સંબંધતા વિગતો આપી હતી કે 4130 જેટલા ખોટા લગ્નો થયા છે. અને જેને લઈ ને આજે દરેક સમાજ ના લોકોએ ચિંતા કરી છે. કમિટી દ્વારા મુખ્યમંત્રી અને કાયદામંત્રીને મળવામાં આવશે. કમિટી નક્કી કરશે એ રીતે આંદોલન કરાશે, 182 ધારાસભ્યોને મળી તેમનું સમર્થન મેળવીશે. 26 સાંસદો ને પણ મળી તેમનું સમર્થન લેવાશે જેથી ગાંધીનગર લઈ ને દિલ્હી સુધી માંગ પહોંચાડી શકાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news