• જામનગરની શ્રી કામધેનુ દિવ્ય ઔષધિ મહિલા સહકારી મંડળીના બહેનો દ્વારા ગાયના મૂત્રમાંથી નેચરલ સેનિટાઈઝર બનાવવામાં આવ્યું.

  • ગૌમૂત્ર આધારિત નેચરલ સેનિટાઇઝરથી એક પણ આડઅસર થતી નથી અને હાથની ચામડી પણ સલામત રહે છે


મુસ્તાક દલ/જામનગર :હાલ કોરોનાની મહામારી (corona virus) વચ્ચે હવે સેનિટાઇઝર લોકોની જીવન જરૂરિયાતનો એક ભાગ બની ચૂક્યું છે. સતત કોરોનાના સંક્રમણથી બચવા માટે સેનિટાઇઝર (sanitizer) નો ઉપયોગ કરવો એટલો જ જરૂરી છે, ત્યારે ઘણા લોકો કેમિકલ અને આલ્કોહોલયુક્ત સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનું ટાળતા હોય છે. પરંતુ તે અંગેનો પણ એક સુંદર ઉપાય જામનગરની શ્રી કામધેનુ દિવ્ય ઔષધિ મહિલા સહકારી મંડળીના બહેનો દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે અને સંસ્થાની મહિલાઓ દ્વારા ગાયના મૂત્રમાંથી નેચરલ સેનિટાઈઝર બનાવવામાં આવ્યું છે. 


આ પણ વાંચો : પત્નીના પ્રેમીને પતાવી દેવા અકસ્માત કર્યો, પ્રેમી તો બચી ગયો, પણ તેની માતાનું માથુ ધડથી અલગ થયું


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરમાં શ્રી કામધેનુ દિવ્ય ઔષધિ મહિલા સહકારી મંડળીની બહેનો દ્વારા હાલ કોરોનાની મહામારી વચ્ચે કેમિકલ અને આલ્કોહોલ વગરનું સમુદ્રમાંથી નેચરલ બનાવવામાં આવ્યું છે. ભારતની એકમાત્ર ગૌમૂત્ર આધારિત ચાલતી સંસ્થા છે. જામનગરની શ્રી કામધેનુ દિવ્ય ઔષધિ મહિલા સહકારી મંડળીની બહેનો છેલ્લા 17 વર્ષથી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ઇશ્વરિયા ગામમાં ગૌમૂત્ર આધારિત પ્રોડક્ટ બનાવે છે. જેમાં કૃષિ ક્ષેત્રની પ્રોડક્ટ, હ્યુમન પ્રોડક્ટ તેમજ ઘરગથ્થુ પ્રોડક્ટ અને ઔષધીઓનો પણ સમાવેશ થાય છે.


આ પણ વાંચો : મોત પહેલા સાવ કાબૂ ગુમાવી ચૂક્યો હતો સુશાંત, છતાં રિયા બિન્દાસ્ત થઈને લઈ રહી હતી આ Video


હાલ જ્યારે કોરોનાની મહામારી વચ્ચે સેનિટાઈઝરની જરૂરિયાત ખૂબ જ ઊભી થઈ છે. જેના સંદર્ભે મહિલાઓ દ્વારા બજારમાં જે સેનિટાઇઝર મળતા હોય છે તે કેમિકલ અને આલ્કોહોલવાળા હોય છે. તેની સામે આ નેચરલ સેનિટાઇઝર બનાવવામાં આવ્યા છે. દેશી ગાયના ગૌમૂત્રમાંથી આલ્કોહોલના ઉપયોગ વગર સેનિટાઈઝર બનાવવામાં આવી રહ્યું છે. આ સેનિટાઈઝર કોરોના સામે રક્ષણ કરવા માટે સંપૂર્ણ સક્ષમ છે. તે હાથને પણ રોગમુક્ત કરે છે અને શરીરની અંદર પણ જાય તો તેની અસર માનવીઓને નુકસાન કરતું નથી.


આ પણ વાંચો : તાપી નદીમાં પડતુ મૂકીને સુરતના રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખે કરી આત્મહત્યા 


સંસ્થાના પ્રમુખ કલ્પનાબેન કહે છે કે, જ્યારે કેમિકલ અને હાલ આલ્કોહોલવાળા સેનિટાઈઝરના વારંવાર ઉપયોગથી ઘણી વખત હાથમાં અલગ-અલગ બીમારીઓ અને ઈન્ફેક્શનની ફરિયાદો પણ ઉઠવા પામી છે. પરંતુ ગૌમૂત્ર આધારિત નેચરલ સેનિટાઇઝરથી એક પણ આડઅસર થતી નથી અને હાથની ચામડી પણ સલામત રહે છે. જ્યારે અન્ય કેમિકલ અને આલ્કોહોલવાળા સેનિટાઇઝરની સ્ટ્રોંગ વાસથી લોકોને એલર્જી પણ થતી હોય છે. પરંતુ ગૌમૂત્ર આધારિત સેનિટાઇઝરની સુગંધથી એલર્જીની ફરિયાદ રહેતી નથી. જ્યારે ગૌમૂત્ર લીમડો, તુલસી, ઇમ્યુનિટી વધારવા માટે પણ ફાયદાકારક છે. આ ગૌમૂત્ર આધારિત સેનિટાઈઝરથી લોકોને કોઇ પ્રકારનું નુકસાન થતું નથી અને મહિલા સંસ્થા દ્વારા ખૂબ જ વ્યાજબી ભાવે વેચાણ કરવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો : ગુજરાતની ગધેડીઓએ ઈતિહાસ સર્જ્યો, સોનાના મૂલનું દૂધ આપવાથી થઈ વાહવાહી...