• લોકગાયિકા ગીતા રબારી, તારક મહેતા ફેમ મયુર વાંકાણી, લોકગાયક આદિત્ય ગઢવી જેવા અનેક સેલિબ્રિટીને લઈને આ ટ્રેન કેવડિયા જવા રવાના થઈ

  • જનશતાબ્દી ટ્રેનમાં નવોનક્કોર 'વિસ્ટા-ડોમ ટૂરિસ્ટ કોચ' આકર્ષણનું કેન્દ્ર બન્યો


ઝી મીડિયા/બ્યૂરો :પીએમ મોદી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) જતી એક સાથે 8 ટ્રેનોનો શુભારંભ કરાવ્યો છે. દેશના વિવિધ રાજ્યોમાંથી આ ટ્રેન મુસાફરોને કેવડિયા (kevadiya train) સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચાડે છે. આ 8 ટ્રેનોમાં અમદાવાદથી કેવડિયા પહોંચાડતી જનશતાબ્દી એક્સપ્રેસ (Jan Shatabdi Express) પણ સામેલ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદથી કેવડિયા ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. તો કેવડિયામાં સીએમ રૂપાણીની હાજરીમાં ટ્રેન સેવાનો પ્રારંભ થયો હતો. ગુજરાતની અનેક હસ્તીઓને લઈને આ ટ્રેન આજે અમદાવાદથી કેવડિયા જવા રવાના થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકગાયિકા ગીતા રબારી (gira rabari), તારક મહેતા ફેમ મયુર વાંકાણી (mayur vakani), લોકગાયક આદિત્ય ગઢવી જેવા અનેક સેલિબ્રિટીને લઈને આ ટ્રેન કેવડિયા જવા રવાના થઈ છે. કેવડિયા (kevadiya) જતી ટ્રેનનું માર્ગમાં આવતા તમામ રેલવે સ્ટેશન પર સ્વાગત કરવામાં આવનાર છે. ત્યારે જનશતાબ્દી ટ્રેનમાં નવોનક્કોર 'વિસ્ટા-ડોમ ટૂરિસ્ટ કોચ' આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ટ્રેનમાં વિસ્ટા ડોમ ટુરિસ્ટ કોચ એડ કરવામાં આવ્યો છે.  


આ પણ વાંચો : ચીનની ગુફાઓમાં મળ્યું કોરોના વાયરસનું ઘર, અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો  



જનશતાબ્દી એક્સપ્રેસના આકર્ષણ
અમદાવાદથી કેવડિયાની આ ટ્રેનમાં વિવિધ આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. ભારતીય સંસ્કૃતિની અનેકતામાં એકતાની ઝાંખી આ ટ્રેનમાં મુસાફરોને કરવા મળશે. અહીં અખંડ ભારતની સિદ્ધિની ઝાંખી દર્શાવાશે. તો વિવિધતામાં એકતાના ટ્રેનમાં દર્શન થશે. સાથે જ યુનિટી ઈન ડ્રેસ ડાઇવર્સિટી, યુનિટી ઈન ડાન્સ ડાઇવર્સિટી, યુનિટી ઈન મ્યુઝિકલ ડાઇવર્સિટી, યુનિટી ઈન કલ્ચરલ અને રિલિજિયસ ડાઇવર્સિટી જોઈ શકાશે. 



આ પણ વાંચો : વેક્સીન અંગેના તમારા ગૂંચવતા સવાલોનો જવાબ આ રહ્યો, કોણે-ક્યારે-શા માટે રસી લેવી?


ટ્રેનને એક ખાસ વિસ્ટાડોમ કોચ પણ ફાળવવામાં આવ્યો છે. જે એકદમ અલગ છે. 


  • 44 સીટ ધરાવતો વિસ્ટાડોમ કોચ

  • વિસ્ટાડોમ કોચમાં પારદર્શક કાચ મૂકાયો છે. આ કોચમાંથી ત્રણ સાઈડનો નજારો જોઈ શકાય છે. કુદરતી દ્રશ્યોનો નયનરમ્ય નજારો માણી શકાશે

  • કોચની દરેક સીટ 180 ડિગ્રી સુધી ફરી શકશે. સીટમાં બેસીને આસપાસનો નજારો માણી શકાશે

  • મુસાફરો કોચની અંદરની ફોટોગ્રાફીનો આનંદ લઈ શકશે

  • વિસ્ટાડોમ કોચમાં વાઈ-ફાઈની સુવિધા છે

  • સ્મોક ડિટેક્શન, અલાર્મ, ચાર્જિંગ પોઈન્ટની સુવિધા પણ છે

  • વિસ્ટાડોમ કોચની અંદર GPS સિસ્ટમ છે

  • LED સ્ક્રીન સાથે સાઉન્ડ સિસ્ટમનો પણ આનંદ