કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીએ વેકસીન લેવી કે નહિ? તમને મૂંઝવતા સવાલનો આ રહ્યો જવાબ

રાજ્યભરના તમામ 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકોઓના 161 વેક્સીનેશન (vaccination) સેન્ટર પર કોરોના વેક્સીન અભિયાન શરૂ કરાયું હતું. જે અંતર્ગત ગઈકાલે સાંજે 6 કલાક સુધીમાં અંદાજે ૧૧,૮૦૦ જેટલા કોરોના વોરિયર્સને રસી (Largest Vaccine Drive) આપવામાં આવી હતી. આજે પણ આ કામગીરી ચાલુ રહેશે. આ તમામ સેન્ટરો પર અંદાજે ૮૦ થી ૧૦૦ ટકા જેટલું કવરેજ પ્રાપ્ત થયુ છે અને આપવામાં આવેલ રસીથી એકપણ કોરોના વોરિયર્સને રસી (corona vaccine) ની કોઇ આડ અસર જોવા મળી નથી. 

કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીએ વેકસીન લેવી કે નહિ? તમને મૂંઝવતા સવાલનો આ રહ્યો જવાબ

અતુલ તિવારી/અમદાવાદ :રાજ્યભરના તમામ 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકોઓના 161 વેક્સીનેશન (vaccination) સેન્ટર પર કોરોના વેક્સીન અભિયાન શરૂ કરાયું હતું. જે અંતર્ગત ગઈકાલે સાંજે 6 કલાક સુધીમાં અંદાજે ૧૧,૮૦૦ જેટલા કોરોના વોરિયર્સને રસી (Largest Vaccine Drive) આપવામાં આવી હતી. આજે પણ આ કામગીરી ચાલુ રહેશે. આ તમામ સેન્ટરો પર અંદાજે ૮૦ થી ૧૦૦ ટકા જેટલું કવરેજ પ્રાપ્ત થયુ છે અને આપવામાં આવેલ રસીથી એકપણ કોરોના વોરિયર્સને રસી (corona vaccine) ની કોઇ આડ અસર જોવા મળી નથી. 
 
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં જે 161 સેન્ટરો નિયત કરાયા છે, તેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રો, નિષ્ણાત ખાનગી તબીબો તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરના તબીબો, પેરામેડિકલ સ્ટાફ સહિત કોરોનાના કપરા કાળમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઇ કર્મીઓ, આયા બહેનોને પણ આવરી લઇને રસીથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. તથા હેલ્થ કેર વર્કરોની સંખ્યા જ્યાં ઓછી છે, તેવા નાના સેન્ટરો ઉપર પણ તમામ કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી છે. તેમણે ઉમેર્યુ કે, પ્રથમ તબક્કાના આ રસીકરણ અભિયાનમાં કોરોના વોરિયર્સ અને ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવનાર છે. જેમાં અંદાજે 4.40 લાખ વોરિયર્સને આવરી લેવાનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યુ છે. 

આ પણ વાંચો : ફટાફટ તમારું Whatsapp Status ચેક કરો, કંપનીએ તમારા માટે મૂક્યો છે એક મેસેજ 

આવામાં કોરોના વેક્સીનેશનને લગતી કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે. જે કોરોના વોરિયર્સ (corona warriors) ની સાથે સાથે તમામ નાગરિકોએ ધ્યાનમાં રાખવાની જરૂર છે. 

આપવામાં આવનારી રસી કોના માટે નથી?

  • 16 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિ માટે નથી
  • ગર્ભવતી મહિલા અને પ્રસૂતિ બાદ શિશુને સ્તનપાન કરાવતી માતાઓએ રસી ના લેવી
  • વ્યક્તિ કે જેને રસી (vaccine india) ના પ્રથમ ડોઝ પછી રીએકશન (એનફાયલેક્સિસ) આવ્યું હોય એમણે બીજો ડોઝ લેવો સલાહભર્યું નથી
  • ભૂતકાળમાં અન્ય કોઈપણ રસી, ઇન્જેક્શન, દવા કે અન્ય કોઈ પણ ખાદ્ય પદાર્થ લેવાથી કોઈ ભારે રિએક્શન આવ્યું હોય તો તેમણે રસી ના લેવી

રસી અંગે સમજવા જેવા મુદ્દાઓ..

  • વ્યક્તિ કે જે હાલમાં કોવિડ પોઝિટિવ છે તેમણે રસી ના લેવી
  • કોવિડ પોઝિટિવ દર્દી જેમને હાલમાં જ એન્ટીબોડી/ પ્લાઝમા થેરાપી આપી હોય એમના માટે નથી
  • તાજેતરમાં અન્ય કોઇપણ બીમારીના કારણે હોસ્પિટલ અથવા આઈસીયુમાં સારવાર હેઠળના દર્દી માટે નથી

આ પણ વાંચો : Rajasthan Bus Accident: ચાલુ બસમાં વીજળીના કરંટથી મળ્યું દર્દનાક મોત, 6 સળગી મર્યાં   

આ રસી કોણ લઈ શકે છે?

  • ઉપરના તમામ મુદ્દાઓને બાદ કરતા, 18 વર્ષથી મોટી ઉંમરના દરેક વ્યકિત આ રસી નિ:સંકોચ લઈ શકશે
  • કોવિડ 19ને માત આપીને સાજા થયેલા દરેક વ્યક્તિ રસી લઇ શકશે
  • અન્ય કોઈ પણ લાંબા ગાળાની બીમારીઓ જેવી કે હૃદય રોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, ફેફસાની બીમારી, કિડનીની તકલીફો, કેન્સર, મગજ કે ચેતા તંત્રની બીમારીની હાલમાં સારવાર લેતા તમામ દર્દીઓએ કોઈપણ જાતના ડર વિના રસી લેવી જ જોઈએ.
  • ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા તેમજ એચઆઈવી ગ્રસ્ત દર્દી ઓ પણ આ રસી લઇ શકશે

રસી વિશેની ખાસ માહિતી...

  • સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવનારી બંને રસી (કોવિશિલ્ડ / કોવેક્સીન) બંને ઈન્જેક્શન રૂપે સ્નાયુમાં આપવામાં આવશે.
  • રસીના 12 ડોઝ છે.
  • દરેક ડોઝ 0.5 ml (મિલિલિટર) નો છે.
  • બે ડોઝ 4 અઠવાડિયા / ૨૮ દિવસના અંતરે આપવામાં આવશે.

આ પણ વાંચો : Naredra Modi ની ગુજરાતને આજે વધુ એક ભેટ, દેશના 6 રાજ્યોમાંથી Statue of Unity સુધી ટ્રેન દોડશે 

રસી મૂકાવ્યા બાદ ઇન્જેક્શનની જગ્યાએ સામાન્ય દુખાવો થવો, ઉબકા આવવા, ઠંડી લાગવી, સામાન્ય તાવ આવવો, સામાન્ય નબળાઈ લાગવી, માથાનો દુખાવો થવો વગેરે જેવા લક્ષણો સામાન્ય છે, જો આમાંથી કઈ પણ જણાય તો ગભરાવવાની જરાય જરૂર નથી. એના માટે પેરસિટામોલ અને એવિલ ટેબ્લેટ લઈ શકાય. સાથે જ વેક્સીન અંગેની તથા તેની આડઅસરને લગતી કોઈ પણ અફવાઓ કે ડરામણી વાતોથી દૂર જ રહેવું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news