ચીનની રહસ્યમયી ગુફાઓમાં ચામાચીડિયાની હરકત જોઈ ચોંકી ગઈ WHO ની ટીમ

Updated By: Jan 17, 2021, 04:55 PM IST
ચીનની રહસ્યમયી ગુફાઓમાં ચામાચીડિયાની હરકત જોઈ ચોંકી ગઈ WHO ની ટીમ
  • વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પર સુરક્ષાના માપદંડોને બાજુ પર રાખીને કામ કરવાના આરોપ લાગતા રહે છે
  • વુહાન લેબમાં શોધકર્તાઓએ કહ્યું કે, ચામાચીડિયાના ઝેરી દાંત મારા રબરના દસ્તાનામાં ઘૂસી ગયા

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (corona virus) નો સ્ત્રોત માલૂમ કરવા વુહાન પહોંચેલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ટીમની મુલાકાતને મોટો પુરાવો હાથ લાગ્યો છે. વુહાન (wuhan) લેબના વૈજ્ઞાનિકોએ માન્યું કે, રહસ્યમય ગુફાઓમાંથી ચામાચીડિયાના નમૂના લેતા સમયે કેટલાક ચામાચીડિયાએ તેને ડંખ માર્યો હતો. માનવામાં આવે છે કે, ચીની ગુફાઓ કોરોના વાયરસથી સંક્રમિત ચામાચીડિયાનું ઘર છે. ચીનની સરકારી ટીવી ચેનલ સીસીટીવી પર અંદાજે બે વર્ષ પહેલા બતાવાયેલ વીડિયોમાં ચીની વૈજ્ઞાનિકોએ ચામાચીડિયાએ ડંખ મારવાની વાત સ્વીકારી હતી. આ વીડિયોમાં એ પણ નજર આવી રહ્યું છે કે, વુહાન ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીના વૈજ્ઞાનિકોએ ચામાચીડિયા (bats cave) ના નમૂના લેતા સમયે બેદરકારી દાખવી હતી. જેથી તેઓ ચામાચીડિયાના શિકાર બન્યા હતા. 

વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પર સુરક્ષાના માપદંડોને બાજુ પર રાખીને કામ કરવાના આરોપ લાગતા રહે છે. તાઈવાન ન્યૂઝ રિપોર્ટ મુજબ, હવે 29 ડિસેમ્બર 2017ના સીસીટીવીના એક વીડિયોમાં ચીને લેબરેટરીની બેદરકારીના સબૂત મળ્યા છે. આ વીડિયોમાં ચીનની બેટ વુમન કહેવાતી વૈજ્ઞાનિક શી ઝેંગલી અને તેમની ટીમની સાર્સના ઓરિજિનસ માલૂ કરવાના પ્રયાસોને બતાવતા દેખાયા છે. બાયોસેફ્ટી લેવલ 4 લેબની કહેવાતી વુહાન લેબના વૈજ્ઞાનિકોએ ગુફાની અંદર ચામાચીડિયાને પકડવા માટે બેદરકારી રાખી હતી. તેનુ પરિણામ એ આવ્યું કે, એક ચીની શોધકર્તાને ચામાચીડિયાએ ડંખ માર્યો હતો. ખુદ શોધકર્તાએ આ વાતને વીડિયોમાં કબૂલી છે. તેણે વીડિયોમાં કબૂલ્યું અને પોતાના હાથ પરનો ડંખ પણ બતાવ્યો હતો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ટીમની સદસ્ય ચામાચીડિયાનું સંક્રમિત મળને શોર્ટસ અને ટીશર્ટ પહેરીને એકઠા કરી રહ્યાં છે. આ દરમિયાન તેણે પીપીઈ કીટ પણ પહેરી નથી. 

આ પણ વાંચો : ફટાફટ તમારું Whatsapp Status ચેક કરો, કંપનીએ તમારા માટે મૂક્યો છે એક મેસેજ

ચામાચીડિયાના ઝેરી દાંત હાથમાં સોઈ તરીકે વાગ્યા 
વુહાન લેબમાં શોધકર્તાઓએ કહ્યું કે, ચામાચીડિયાના ઝેરી દાંત મારા રબરના દસ્તાનામાં ઘૂસી ગયા અને એવું લાગ્યું જાણે મારા હાથમાં કોઈ સોઈ ખૂંપી રહ્યું છે. એટલુ જ નહિ, વુહાન લેબની અંદર સ્ટાફ વગર ગ્લવ્સ સાથે કરતા દેખાયા હતા. આ લોકો જીવતા વાયરસ પર કામ કરી રહ્યા હતા અને માસ્ક પણ પહેર્યું ન હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સુરક્ષાના હેતુથી લેબની અંદર પીપીઈ કીટને પહેરવી જરૂરી બનાવી છે. આ ખુલાસો એ સમયે થયો છે, જ્યારે ડબલ્યુએચઓની ટીમ કોરોનાના સ્ત્રોતની તપાસ માટે હાલ ચીનમાં છે. ચીને હુની ટીમને પોતાના દેશમાં અને વુહાનમાં તપાસ કરવાની પરમિશન આપી છે. વીડિયોમા નજર આવી રહેલ એક ચીની વૈજ્ઞાનિક ઉધાડા હાથે ચામાચીડિયાને પકડી રહ્યો છે. જોકે, કેટલાક એવા સદસ્ય હતા જેમણે સૂટ પહેર્યો હતો, પણ અન્ય લોકો સામાન્ય કપડામાં હતા. 

આ પણ વાંચો : વેક્સીન અંગેના તમારા ગૂંચવતા સવાલોનો જવાબ આ રહ્યો, કોણે-ક્યારે-શા માટે રસી લેવી?

ચીનની બેટ વુમન
વીડિયોમાં જીવતા ચામાચીડિયાને બતાવવામાં આવ્યા છે. વીડિયોમાં બતાવવામાં આવેલ શખ્સે કહ્યું કે, વૈજ્ઞાનિકોએ ગ્લવ્સ પહેર્યા હતા, પણ તેમ છતાં ચામાચીડિયા તેમને બાઈટ મારવામાં સફળ રહ્યાં. આ બાદ યુવકના હાથ પર સોજો ચઢી ગોય હતો. ચામાચીડિયામાં અનેક ઘાતક વાયરસ હોય છે. યુવકે કહ્યું કે, તેમની ટીમના દરેક સદસ્યએ ગુફામાં આવતા પહેલા રેબીજના ટીકા લગાવ્યા હતા. આ વીડિયોને પહેલા ચાઈના સાયન્સ એક્સપ્લોરેશન સેન્ટરે પોસ્ટ કર્યો હતો, પરંતુ બાદમાં વિવાદ થતા ચીને તેને સેન્સર કર્યો.