અલકેશ રાવ/બનાસકાંઠા: વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પાલનપુર સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કૉન્ફ્રરન્સ યોજી હતી. જેમાં બનાસકાંઠા ગ્રામવિકાસ એજન્સી દ્વારા અમીરગઢના કપાસિયા, વિરમપુર અને ચીકણવાસ ગામમાં લાઈવલી હુડ અને વોટરસેડ યોજનામાં 170 ખેડૂતોના ત્યાં ગ્રીનહાઉસ બનાવ્યા વગર 65 લાખ રૂપિયા ઉપાડી લઈ કૌંભાંડ આચર્યું હોવાના આક્ષેપો કરી પુરાવા રજૂ કરી દોષીતો સામે કફક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જે બાદ અમીરગઢના કપાસિયા અને વિરમપુર ગામે તપાસ કરતાં ખેડૂતોના ખેતરોમાં ગ્રીનહાઉસ હજુ ન બન્યા હોવાનું સામે આવ્યું હતું તો ગ્રામવિકાસ એજન્સી દ્વારા કપાસિયામાં 4 દિવસ પહેલા જ ગ્રીનહાઉસ બનાવવાનો સમાન ઉતારતા ગ્રામવિકાસ એજન્સી ઉપર અનેક સવાલો ઉભા થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આર્યન ભગતની અદ્દભુત કહાની; 2 વર્ષનો હતો ત્યારે હરિપ્રસાદ સ્વામીએ ભાખ્યું હતું ભવિષ્ય


બનાસકાંઠા જિલ્લામાં લાઈવલીહુડ અને વોટરસેડ યોજનામાં મોટું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ જીગ્નેશ મેવાણી દ્વારા કરાયો છે લાઈવલી હુડ અને વોટર શેડ યોજના અંતર્ગત 170 ખેડૂતોને ગ્રીન હાઉસ કાગળ ઉપર બનાવી 65 લાખનું કૌભાંડ કરાયું હોવાનો પુરાવાઓ સાથે વડગામ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યો છે. 


કમોસમી વરસાદ પણ આ ગુજરાતી ખેડૂતનું કંઈ બગાડી ના શક્યો, આખી વાડીમાં ઝૂલે છે કેરીઓ


ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો છે કે, અમીરગઢ અને દાંતાના કપાસિયા અને વિરમપુર નજીકના ગામોમાં કૌંભાંડ થયું છે. જેમાં 170 ખેડૂતોને ગ્રીન હાઉસ કાગળ ઉપર બનાવી 65 લાખનું કૌભાંડ કરાયું છે. મેવાણીએ ગ્રામવિકાસ એજન્સી ઉપર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષના સાથીઓ દ્વારા જ્યારે સ્થળ ઉપર મુલાકાત કરવામાં આવી ત્યારે સ્થળ ઉપર કોઈ જ નેટ હાઉસ ન બન્યું હોવાનું સામે આવ્યું હતું. એકાદ બે જગ્યા એ જ આવા ગ્રીનહાઉસ બન્યા સિવાય બાકીની તમામ જગ્યાએ સામાન રોડ ઉપર રઝળી રહ્યો છે. કોઈ જગ્યાએ આ વસ્તુને ઇન્સ્ટોલ કરવામાં આવી નથી. 


તમારું બાળક શહેરની આ નામાકિત સ્કૂલમાં ભણે છે? તો સ્કૂલે ઉઘરાવેલી વધારાની ફી પરત મળશે


ખેડૂતો સુધી આ વાસ્તવિક યોજનાનો કોઈ લાભ પહોંચ્યો નથી. અને ફક્ત બે ગામમાંથી જ 65 લાખ રૂપિયા ચાઉ કરી ગયા છે. આ ગ્રીન હાઉસ રેકોર્ડ ઉપર બતાવ્યા છે કે બની ગયા, 65 લાખનું એનું ચૂકવણું થઈ ગયું, પણ સ્થળ ઉપર આવા કોઈ જ નેટ હાઉસ ઊભા કરવામાં આવ્યા નથી, અમારી જોડે દસ્તાવેજો છે જેમાં ખેડૂતોને લાભ મળ્યો નથી. આ સાથે તેમણે કહ્યું કે, ગુજકોમાસોલ કંપનીએ બિયારણ બનાવતી કંપની છે. તો આ કંપની નેટ હાઉસનું ઈન્સ્ટોલેશન કઈ રીતે કરી શકે? 


જાણીતી અભિનેત્રી સેક્સ રેકેટમાં પકડાઈ, એક રાતના 80 હજાર લઈ મોડલ્સને રેકેટમાં ધકેલતી


અત્યારે આખા બનાસકાંઠા જિલ્લાનાં દરેક તાલુકામાં વોટરશેડ પ્રોજેક્ટ ચાલે છે. જેમાં ખાસ કરીને અમને જે ડોક્યુમેન્ટ મળ્યા તે બે જ ગામના છે. એટલે વધારે ગામોમાં પણ આવા સ્કેમ હોઇ શકે છે.જેથી સરકાર 24, 42, 72 કલાકની અંદર કસૂરવાર કર્મચારીને ન કેવલ સસ્પેન્ડ તો કરે જ પણ તેમની સામે ડીપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીની સાથે કલમ 420 મુજબ આ છેતરપિંડી કરી હોઇ આ આર્થિક ગેરરીતિ અને બનાવટી દસ્તાવેજો ઊભો કરવાનો મામલો હોઇ તાબડતોડ જે પણ કસૂરવારો હોય તેમની સામે ગુનો દાખલ થવો જોઈએ. 


વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર,ગુજરાતની એન્જીનિયરીંગ કોલેજોની 3 વર્ષ બાદ વધશે ફી


બનાસકાંઠાના બે ગામોમાં 65 લાખનું કૌંભાંડ આચરાયું છે અમારી જોડે તમામ પુરાવા
જીગ્નેશ મેવાણી દ્વારા અમીરગઢના કપાસિયા ગામે ગ્રીનહાઉસ બનાવ્યા વગર ચુકવણું કર્યું હોવાના આક્ષેપ કરતાં અમારી ટિમ કપાસિયા ગામે પહોંચી હતી જ્યાં કોઈપણ ખેડૂતના ખેતરમાં ગ્રીનહાઉસ બન્યા ન હતા પરંતુ ચાર દિવસ પહેલા જ ગ્રીનહાઉસ બનાવવા માટેનો સામાન એક ખેડૂતના ખેતરમાં અચાનક ખડકી દેવામાં આવ્યો હતો પરંતુ તે સામાન દ્વારા ગામના ક્યાં ખેડૂતના ત્યાં ગ્રીનહાઉસ બનવાનું છે તે હજુ સુધી નક્કી કરાયું નથી જેથી ખેડૂતોને આ યોજનાના લાભ વિશે કોઈ જ જાણકારી નથી. 


Gold: આ રાશિના જાતકો માટે સોનું ધારણ કરવું ગણાય છે શુભ, બચી જશો મોટા નુકસાનથી


જિલ્લા ગ્રામવિકાસ એજન્સી દ્વારા અમીરગઢના કપાસિયા ગ્રુપ ગ્રામ પંચાયતના કપાસિયા,ધનપુરા, શકરાવેરી અને પાલડી ખેડા ગામના બાગાયતી ખેતી કરતા 88 ખેડૂતોના ખેતરમાં ગ્રીનહાઉસ બનાવવા માટેનો સમાન કપાસિયા ગામમાં 4 દિવસ પહેલા જ ઉતારી કપાસિયા ગ્રામપંચાયતની સમિતિને જાણ કરતાં આજે ગામની સમિતિની બેઠક મળી હતી અને આ ગ્રીનહાઉસ ક્યાં ખેડૂતોને કેવી રીતે ફાળવવું તેની ચર્ચાઓ થઈ હતી જોકે ખેડૂતોના નામે ગ્રીનહાઉસ બનાવ્યા વગર પૈસા ઉપડી જવાની વાતથી ખેડૂતોએ પોતે અજાણ હોવાનું કબુલ્યું હતું જોકે હવે માલસામાન આવી જતા યોગ્ય ખેડૂતોને તેનો લાભ મળે તે માટેની વ્યવસ્થા કરવાની વાત કરી હતી.


આ રીતે જાણો તમારા પાર્ટનર બીજે ક્યાંય 'સેટીંગ' છે કે નહી? આ સંકેતોથી પડી જશે ખબર


ખેડૂતોના નામે પૈસા ખવાઈ ગયા કે નહીં તેની અમને ખબર નથી પણ 4 દિવસ પહેલા 88 ખેડૂતો માટેનો સમાન આવ્યો છે આજે અમારી સમિતિની બેઠક મળી છે. જીગ્નેશ મેવાનીએ ગ્રામવિકાસ એજન્સી દ્વારા ખેડૂતોના ખેતરોમાં ગ્રીનહાઉસ બનાવ્યા વગર 65 લાખ રૂપિયા ઉપડી ગયા ના આક્ષેપ સાથે પુરાવાઓ રજૂ કર્યા છે. ત્યારે જીગ્નેશ મેવાણીના આક્ષેપ બાદ અચાનક ગ્રામવિકાસ એજન્સીએ ગ્રીનહાઉસ બનાવવા માટેનો માલસામાન ઉતારી દઈ કૌંભાંડ ઉપર પડદો પડવાની કોશિશ કરી છે ત્યારે આ બાબતે યોગ્ય તપાસ થાય તે ખુબજ જરૂરી છે.


કોરિયન યુવતીઓની પાતળી કાયાનું આ છે સિક્રેટ, ક્યારેય જાડી નથી થતી