ગુજરાતમાં એન્જીનિયરીંગ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે જાણવા જેવા સમાચાર, કોલેજોમાં 3 વર્ષ બાદ આટલી વધશે ફી

કોરોનાને કારણે છેલ્લા 3 વર્ષથી એન્જીનિયરિંગ કોલેજોની ફી વધી નહોતી. જેથી 5 ટકા સુધી ફી વધારો કરવા માગતી કોલેજોએ સોગંદનામું કરવાનું રહેશે. 5 ટકા કરતા વધુ ફી વધારો કરવા ઇચ્છતી કોલેજોએ દરખાસ્ત કરવાની રહેશે

ગુજરાતમાં એન્જીનિયરીંગ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે જાણવા જેવા સમાચાર, કોલેજોમાં 3 વર્ષ બાદ આટલી વધશે ફી

અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાતમાં એન્જીનિયરીંગ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાજ્યની એન્જીનિયરીંગ કોલેજોની 3 વર્ષ બાદ ફી વધવા જઈ રહી છે. 24 એપ્રિલથી 10 મે સુધીમાં ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. કોલેજોએ FRCમાં ઓનલાઈન એપ્લિકેશન કરવી પડશે. છેલ્લા 3 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજોની ફી વધી નથી. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યની એન્જીનીયરીંગ કોલેજોની ત્રણ વર્ષ બાદ ફી વધવા જઈ રહી છે. 24 એપ્રિલથી 10 મે સુધી કોલેજોએ FRCમાં ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. કોરોનાને કારણે છેલ્લા 3 વર્ષથી એન્જીનિયરિંગ કોલેજોની ફી વધી નહોતી. જેથી 5 ટકા સુધી ફી વધારો કરવા માગતી કોલેજોએ સોગંદનામું કરવાનું રહેશે. 5 ટકા કરતા વધુ ફી વધારો કરવા ઇચ્છતી કોલેજોએ દરખાસ્ત કરવાની રહેશે, જેના માટેની પ્રક્રિયા ટૂંક સમયમાં જાહેર કરાશે. 

આ સ્થિતિમાં ત્રણ વર્ષ અગાઉ કોલેજોની જે ફી હતી તે ફીમાં પાંચ ટકાનો વધારો કરીને તેને બેઝ ફી ગણીને આ વર્ષે નવી ફી નિર્ધારણની કાર્યવાહી કરવા દરખાસ્ત દરખાસ્ત સ્વીકારી લેવામાં આવી હોવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. એટલે કે ત્રણ વર્ષ પહેલાં કોલેજોની જે ફી હતી તેમાં 5 ટકાના વધારા સાથે બેઝ ફી ગણીને આગામી વર્ષો માટે ફી નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત માત્ર 5 ટકા ફી વધારો કરવા ઇચ્છતી હોય તેવી કોલેજોએ નિયમ પ્રમાણે દરખાસ્ત માત્ર સબમીટ કરવાની રહેશે. એટલે કે 5 ટકાની મર્યાદામાં વધારો જોઇએ તેવી કોલેજોએ અન્ય કોઇ ડોક્યુમેન્ટ રજૂ કરવાની જરૂર નથી, ફી નિધારેલ પ્રક્રિયા અંતર્ગત તા.10મે સુધીમાં ઓનલાઈન ડોકયુમેન્ટ સબમીટ કરાવવા તાકીદ કરાવવા આવી છે.

નોંધનીય છે કે, ટેકનીકલ કોલેજો માંગણીનો ફી નિર્ધારણ કમિટી દ્વારા સ્વીકારી લેવાતા હવે કોલેજોની ત્રણ વર્ષ જૂની ફીમાં પાંચ ટકાના વધારા સાથે બે ગણી ફી નિર્ધારણ કમિટી દ્વારા કરવામાં આવશે. ફી કમિટીએ આગામી ત્રણ વર્ષ માટે નવી ફી નક્કી કરવા માટેની કાર્યવાહી 24મી એપ્રિલથી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ સ્વનિર્ભર ઇજનેરી કોલેજોએ કરેલી 5 ટકા વધારા સાથે બેઝ ફી ગણીને નવો વધારો આપવાની માંગણીને પણ કમિટીએ સ્વીકારીને તે પ્રમાણે જ આગળના ત્રણ વર્ષની ફી નક્કી કરવાની જાહેરાત પણ કરી છે.

સ્વનિર્ભર ટેકનિકલ કોલેજ સંચાલકોએ કોરોના દરમિયાન ત્રણ વર્ષ માટે ફી વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે વર્ષ 2020માં જે ફી વધારો કરવાનો હતો તે કરવામાં આવ્યો નહોતો. નિયમ પ્રમાણે દર ત્રણ વર્ષે સ્વનિર્ભર ટેકનિકલ કોલેજોમાં ફી વધારો કરવામાં આવે છે. વર્ષ 2020માં ત્રણ વર્ષ પૂરા થતાં હતા. જેના કારણે નવેસરથી ફી નક્કી કરવી પડે તેમ હતી.

કોરોના મહામારીના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્વનિર્ભર કોલેજ સંચાલકોએ સામેથી કોઇપણ પ્રકારનો ફી વધારો ન કરવા દરખાસ્ત કરી દીધી હતી.જેના કારણે વર્ષ 2020થી લઇને 2023 સુધી કોઈ ફી વધારો કરવામાં આવ્યો ન હોતો.હવે બીજા ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે.અને નવેસરથી આગામી ત્રણ વર્ષ માટે ફી વધારો કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news