જાણીતી ભોજપુરી અભિનેત્રી સેક્સ રેકેટમાં પકડાઈ, એક રાતના 80 હજાર લઈ મોડલ્સને સેક્સ રેકેટમાં ધકેલતી

Prostitution Racket Busted in Mumbai: મુંબઈ પોલીસે ગોરેગાંવના એક આલીશના હોટલમાં ચાલી રહેલા સેક્સ રેકેટનો પર્દાફાશ કરતા જાણીતી ભોજપુરી અભિનેત્રીની ધરપકડ કરી છે. 24 વર્ષની આ અભિનેત્રી સેક્સ રેકેટમાં એક એજન્ટ  તરીકે કામ કરતી હતી. આ કાર્યવાહી દરમિયાન હોટલમાંથી 3 મોડલ પણ રેસ્ક્યૂ કરાઈ છે. 

જાણીતી ભોજપુરી અભિનેત્રી સેક્સ રેકેટમાં પકડાઈ, એક રાતના 80 હજાર લઈ મોડલ્સને સેક્સ રેકેટમાં ધકેલતી

હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ ચલાવવાના મામલે મુંબઈ પોલીસે ગોરેગાંવની એક હોટલમાંથી ભોજપુરી અભિનેત્રીને પકડી છ. 24 વર્ષની આ અભિનેત્રી હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટમાં દલાલ  તરીકે કામ કરતી હતી. ગ્રાહકો પાસે મોડલ છોકરીઓ મોકલવાના બદલામાં આ અભિનેત્રી એક રાતના 50 હજારથી લઈને 80 હજાર રૂપિયા સુધી માંગતી હતી. 

મુંબઈ પોલીસની સોશિયલ સર્વિસ બ્રાંચના જણાવ્યાં મુજબ ટીમને આરે કોલોનીના વિસ્તારમાં રોયલ પામ હોટલમાં સેક્સ રેકેટની જાણકારી મળી હતી. પોલીસની ટીમે આ આધાર પર એક નકલી ગ્રાહક ઊભો કરીને પોલીસકર્મીને ભોજપુરી અભિનેત્રી પાસે મોકલી ડીલ કરી. જેમાં દલાલ બનેલી અભિનેત્રીએ એક મોડલ પ્રમાણે 50 હજારથી 80 હજાર રૂપિયાની માંગણી કરી હતી. 

અભિનેત્રીએ પોલીસના મોકલેલા નકલી ગ્રાહકને આરે કોલોનીમાં આવેલી રોયલ પામ હોટલ મોકલ્યો જ્યાં પહેલેથી જ મોડલ્સ હાજર  હતી. સોશયિલ સર્વિસ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળે જ પૈસા લેતી આરોપી અભિનેત્રીની ધરપકડ કરી અને ઘટનાસ્થળે રહેલી 3 મોડલ્સને રેસ્ક્યૂ કરી. 

પોલીસે જણાવ્યું કે ભોજપુરી અભિનેત્રી લોકોને મોડલ સપ્લાય કરતી હતી. આ મોડલ્સ ફિલ્મોમાં કરિયર બનાવવા માટે મુંબઈ આવી હતી. પરંતુ આર્થિક તંકી જેવા કપરા સમયમાંથી પસાર થઈ રહી હતી અને તેમણે પોતાની લાઈફ સ્ટાઈને જાળવી રાખવા માટે પૈસાની જરૂર હતી. આવી જ મોડલ્સનો ભોજપુરી અભિનેત્રી કોન્ટેક્ટ કરતી અને તેમને દેહ વેપારમાં આવવા મજબૂર કરતી હતી. 

હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટમાં પકડાયેલી ભોજપુરી ફિલ્મોની અભિનેત્રી અને દલાલ એવી આ યુવતીએ અનેક ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. તે લેલા મજનૂ, જેવી ભોજપુરી ફિલ્મ, બાપ એક નંબરી, બેટા દસ નંબરી જેવી ભોજપુરી કોમેડી શોમાં જોવા મળી ચૂકી છે. ભોજપુરી ઈન્ડસ્ટ્રી ઉપરાંત અભિનેત્રીએ હિન્દી, પંજાબી અને અન્ય પ્રાદેશિક ભાષાઓના ઓટીટી શો અને સોંગ આલ્બમમાં પણ કામ કર્યું છે. 

No description available.

હાલ સોશિયલ સર્વિસ બ્રાન્ચે FIR દાખલ કરીને આરોપી અભિનેત્રીની ધરપકડ કરી છે. પોલીસની તપાસ મુજબ આરોપી અભિનેત્રી 6 વર્ષથી મુંબઈમાં રહે છે. પરંતુ આ સેક્સ રેકેટના કારોબારમાં ક્યારથી છે? તેની જાણકારી મેળવવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news